Translate

Tuesday, July 22, 2014

કસબની ફાંસી પછીયે આર્થર રોડ જેલ નજીકના રહેવાસીઓની ઊંઘ હરામ છે

પોલીસ અને કેદીઓના ત્રાસથી કંટાળેલા સ્થાનિક લોકોનું ‘જેલ હટાઓ’ની માગણી સાથે કાલે રસ્તારોકો આંદોલન


અરવિંદ બોરીચા


આર્થર રોડ જેલની આસપાસ રહેતા સ્થાનિક લોકોએ ‘આર્થર રોડ જેલ હટાઓ’ આંદોલન શરૂ કર્યું છે અને એ અંતર્ગત જ તેઓ આવતી કાલે રસ્તારોકો આંદોલન કરવાના છે.

‘આર્થર રોડ જેલ હટાઓ’ આંદોલનના કન્વીનર કિશોર મકવાણાના નેતૃત્વમાં આ આંદોલન આર્થર રોડ મેઘવાળ પંચાયત, મુંબઈ મેઘવાળ પંચાયત અને ભારતીય જનતા પાર્ટી-દક્ષિણ મુંબઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કિશોર મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ પર ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે આતંકવાદી હુમલો કરનારા આતંકવાદી અજમલ કસબને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો અને અહીં ટાડા કોર્ટ પણ ચાલતી હતી એટલે એ સમયે ત્યાં અભેદ્ય સિક્યૉરિટી હતી એ અમે સમજી શકીએ, પણ હવે તેની ફાંસીને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે છતાં આર્થર રોડ જેલની આસપાસની ધરખમ પોલીસ-સિક્યૉરિટી આજ સુધી હટાવવામાં નથી આવી. અનેક વિનંતી કર્યા બાદ પણ અમારી માગણી પ્રત્યે સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે એને કારણે અમે લોકોએ ‘આર્થર રોડ જેલ હટાઓ’ આંદોલન શરૂ કર્યું છે અને એ અંતગર્ત જ આવતી કાલે રસ્તારોકો આંદોલન કરવાના છીએ.’

આ આંદોલન બાબતે વધુ બોલતાં કિશોર મકવાણાએ કહ્યું હતું કે ‘આર્થર રોડ જેલની આસપાસ સેંકડો ગુજરાતી પરિવારો વસે છે જેમાં મોટા ભાગના મેઘવાળ, વણકર, ગરોડા, રોહિદાસ, જૈન અને વૈષ્ણવ સમાજના છે. જેલની નજીક જ મ્યુનિસિપલ સફાઈકામદારોની વસાહત છે. વર્ષો સુધી પોલીસનો ૨૪ કલાક પહેરો રહેતો હતો. દર બીજા ઘરની બહાર એક પોલીસ-કૉન્સ્ટેબલ રહેતો હતો એટલે લોકોની પ્રાઇવસી જેવું કંઈ નથી રહ્યું. કોઈ તહેવારની ઉજવણી પણ લોકો નથી કરી શક્યા, પણ હવે જ્યારે કસબ નથી રહ્યો, ટાડા કોર્ટ પણ શિફ્ટ થઈ ગઈ છે તો હજી પણ ૨૪ કલાક અમારાં ઘરોની બહાર પોલીસનો પહેરો શા માટે? હજી કેટલી હાલાકી અમારે ભોગવાની?’

ફક્ત આટલી જ તકલીફ નથી એવું બોલતાં કિશોર મકવાણાએ કહ્યું હતું કે ‘જેલના કેદીની હેરફેર કરવા માટે મોટી-મોટી પોલીસ-વૅન રસ્તામાં ઊભી રાખવામાં આવે છે. એ ઓછું હોય એમ મોનોરેલનું કામ પણ અહીં ચાલી રહ્યું છે એને કારણે અહીં જેલની બહાર રસ્તા ઓળંગતી વખતે અનેક ઍક્સિડન્ટ થાય છે. પોલીસ-વૅનમાં બેઠેલા ચોર-ઉચક્કાઓ આવતી જતી મહિલાઓને જોઈને બીભત્સ ચેનચાળા કરતા હોય છે એનાથી લોકો કંટાળી ગયા છે. હકીકતમાં તો આર્થર રોડ જેલ છે, પણ એની આસપાસના રહેવાસીઓ જેલના કેદીઓ કરતાં પણ અનેક યાતનાઓ વર્ષોથી ભોગવી રહ્યા છે. બસ, હવે બહુ થયું. એટલે જ અમે જેલ હટાઓ આંદોલન શરૂ કર્યું છે અને એ અંતર્ગત જ આવતી કાલે રસ્તારોકો આંદોલન કરવાના છીએ.’

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports