વહુ રિટાયર થશે, પૉલિટિક્સ, પાર્ટી અને મિનિસ્ટ્રી વચ્ચે અટવાયેલી
તુલસીને નિવૃત્તિ લેવા સિવાય છૂટકો નથી : ઑલ ઇઝ વેલ તેમની લાસ્ટ ફિલ્મ
ગણાશે
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’થી લાઇમલાઇટમાં આવેલાં સ્મૃતિ ઈરાનીની પૉલિટિકલ કરીઅરે સ્પીડ પકડી લેતાં હવે તેમની પાસે બૉલીવુડ કે ટીવી માટે સમય કાઢવો અઘરો થઈ ગયો છે અને આને કારણે જ સ્મૃતિ ઈરાનીએ હવે ઍક્ટિંગ-ફીલ્ડમાંથી રિટાયરમેન્ટ લેવાનું નક્કી કરી લીધું છે. સ્મૃતિ ઈરાની અત્યારે કેન્દ્ર સરકારમાં હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટનાં મિનિસ્ટર છે.
સ્મૃતિ ઈરાની અત્યારે ‘ઓહ માય ગૉડ’ ડિરેક્ટ કરનારા ઉમેશ શુક્લની ‘ઑલ ઇઝ વેલ’ ફિલ્મમાં છે. આ ફિલ્મ પૂરી કર્યા પછી તેઓ નવી કોઈ ફિલ્મ સાઇન નહીં કરે. મજાની વાત તો એ છે કે આ ફિલ્મ પણ સ્મૃતિ ઈરાની ક્યારે પૂરી કરશે એ નક્કી નથી, કારણ કે આ ફિલ્મનું તેમના ભાગનું ૪૦ ટકા શૂટિંગ બાકી છે. મિનિસ્ટ્રીના કામમાંથી સહેજ પણ નવરાશ મળતી ન હોવાથી તેમણે એ શૂટિંગ માટે આપેલી અત્યાર સુધીની ૩ ડેટ્સ કૅન્સલ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેકોઈ ઍક્ટર કે અન્ય ફીલ્ડની સેલિબ્રિટીને ટિકિટ આપી હતી તે સૌની પાસેથી પહેલાં બાંયધરી લીધી હતી કે તેઓ પોતાનો મૅક્સિમમ સમય પૉલિટિક્સ અને પાર્ટીને આપશે. એવી બાંયધરી પછી જ તેમને ટિકિટ આપવામાં આવી હતી. પરેશ રાવલ અને સ્મૃતિ ઈરાની પણ એમાં સામેલ હતાં. પરેશ રાવલ પાસે કોઈ મિનિસ્ટ્રી ન હોવાથી તેઓ પોતાનું કામ અમુક અંશે ચાલુ રાખી શકે એમ છે, પણ સ્મૃતિ ઈરાની પાસે મિનિસ્ટ્રી છે. એ ઉપરાંત તેઓ BJPના સંગઠન અને BJPના મહિલા સંગઠન સાથે પણ સંકળાયેલાં હોવાથી તેમની પાસે તો આમ પણ સમયનો કાયમી અભાવ રહેતો હોય છે. આ જ કારણે સ્મૃતિ ઈરાનીએ નક્કી કર્યું છે કે હવે તેઓ પાર્ટી અને પૉલિટિક્સને પોતાનો પૂરો સમય આપશે.
સ્મૃતિ ઈરાનીએ નાટક, ટીવી-સિરિયલ અને ફિલ્મ બનાવવા માટે ઉગ્રયા નામનું પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું છે, જેમાં તેમણે અનેક ગુજરાતી અને હિન્દી નાટકો બનાવ્યાં છે, તો ‘મણિબેન ડૉટકૉમ’ અને ‘વિરુદ્ધ’ જેવી ટીવી-સિરિયલ પણ
કો-પ્રોડ્યુસ કરી છે. સ્મૃતિ ઈરાની ઍક્ટિંગમાંથી રિટાયર થશે તો પણ તેમનું આ પ્રોડક્શન-હાઉસ ચાલુ રહેશે. જોકે અત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા પ્રોડક્શન-હાઉસની મેઇન બાગડોર પોતાના હાથમાં હોવાથી નજીકના સમયમાં આ પ્રોડક્શન-હાઉસમાં કોઈ પ્રોજેક્ટ હાથ પર લેવાય એવી શક્યતા ઓછી છે.
શું છે ‘ઑલ ઇઝ વેલ’માં?
સ્મૃતિ ઈરાનીની છેલ્લી ફિલ્મ બની રહે એવી ‘ઑલ ઇઝ વેલ’માં અભિષ્ોક બચ્ચન એક સ્ટ્રગલર મ્યુઝિક-ડિરેક્ટર છે અને રિશી કપૂર તેના પપ્પા છે. જ્યારે અભિષ્ોક બચ્ચન સામે લીડ ઍક્ટ્રેસ અસિન છે અને અસિનની મમ્મીનું કૅરૅક્ટર સ્મૃતિ ઈરાની કરે છે.

No comments:
Post a Comment