Translate

Monday, July 7, 2014

ટોપ-10ના માર્કેટકેપમાં રૂ.68,518 કરોડની વૃદ્ધિ

વિતેલાં સપ્તાહે મજબૂત બજારમાં ITC અને

HDFC બેન્કની આગેવાની હેઠળ માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ -10 કંપનીઓના માર્કેટકેપમાં 68,518 કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવા મળી હતી .

અગ્રણી FMCG કંપની ITC નું માર્કેટકેપ 10,758.69 કરોડ રૂપિયાના જંગી ઉછાળા સાથે 2,65,140.69 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું .

આજ રીતે HDFC બેન્કનું માર્કેટકેપ પણ 10,565.07 કરોડ રૂપિયા ઉછળીને 2,06,183.07 કરોડ રૂપિયા નોંધાયું હતું . ONGC નું માર્કેટકેપ 9,283.13 કરોડ રૂપિયા વધીને 3,60,956.13 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું .

ICICI બેન્કનું માર્કટેકપ પણ 9,139.94 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 1,69,060.94 કરોડ અને કોલ ઈન્ડિયા લિમિટેડનું માર્કેટકેપ 7,517.34 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 2,48,896.34 કરોડ રૂપિયા નોંધાયું હતું .

સમીક્ષા હેઠળના ગાળામાં લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટકેપ 7,188.27 કરોડ રૂપિયા વધીને 1,61,644.27 કરોડ રૂપિયા નોંધાયું છે જ્યારે RIL નું માર્કેટકેપ 6,192.97 કરોડ રૂપિયા વધીને 3,33,599.97 કરોડ રૂપિયા થયું છે .

SBI નું માર્કેટકેપ 4,651.81 કરોડ રૂપિયા વધીને 2,01,503.81 કરોડ , TCS નું માર્કેટકેપ 2,233.27 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 4,72,014.27 કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટકેપ 987.71 કરોડ રૂપિયા વધીને 1,86,003.71 કરોડ રૂપિયા નોંધાયું હતું .

સમીક્ષા હેઠળના સપ્તાહે પણ TCS તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું જ્યારે ત્યારબાદ અનુક્રમે ONGC, RIL, ITC, કોલ ઈન્ડિયા , HDFC બેન્ક , SBI, ઈન્ફોસિસ , ICICI બેન્ક અને લાર્સન એન્ડ ટુબ્રોનું સ્થાન આવે છે .

સૂચિતગાળામાં BSE સેન્સેક્સ 25 , 999.08 પોઈન્ટની નવી ટોચને સ્પર્શ્યા બાદ 862.14 પોઈન્ટ અથવા તો 3.43 ટકાના ઉછાળા સાથે 25 , 962.06 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports