આજે જગતના લગભગ બધા જ દેશોએ પ્રાદેશિક બ્લૉક રચ્યા છે. આ બધા બ્લૉક્સમાં
બ્રિક્સ આવતી કાલે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એમ છે. બ્રિક્સની સૂચિત બૅન્ક
વર્લ્ડ બૅન્કને માત કરી શકે છે. ટૂંકમાં ભારત માટે પણ સંભાવનાઓ છે તો પછી
દરેક પ્રકારની જાગતિક વાણિજ્ય વ્યવસ્થા સ્વીકારીને કાંડાં શા માટે કાપી
આપવાં?
વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)માં ભારતે અચાનક વલણ બદલ્યું એ જોઈને દેશ અને વિદેશમાં પત્રકારો, વાણિજ્ય વિશેષજ્ઞો, વેપારીઓ અને નેતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગયા વર્ષે બાલીમાં મળેલી WTOની વાણિજ્ય પરિષદમાં નક્કી થયું હતું કે આ વર્ષની ૩૧ જુલાઈ સુધીમાં સભ્ય દેશો ટ્રેડ ફૅસિલિટેશન ઍગ્રીમેન્ટ (TFA) પર સહી કરશે અને ખાદ્ય પદાર્થના સરહદબહારના આવાગમનને સુલભ બનાવી આપશે. આ સમજૂતી મુજબ ૧૯૮૬-૧૯૯૬ના ભાવ પકડીને જે-તે દેશ પાસેના ખાદ્યપદાર્થના કુલ જથ્થાના ૧૦ ટકાથી વધુ સબસિડી આપવામાં ન આવે. જો ખાદ્ય પદાર્થનું વિવિધ દેશો વચ્ચે આવાગમન સરળ બને તો એમાં ખેડૂતોને અને વપરાશકારને એમ બન્નેને ફાયદો થશે એમ કહેવામાં આવે છે. સમજૂતી થઈ ચૂકી હતી અને ભારતે એમાં સંમતિ આપવાની હતી. હવે છેક છેલ્લી ઘડીએ ભારતે મુદત વધારવાની અને કેટલીક જોગવાઈ વિશે પુનર્વિચાર કરવાની માગણી સાથે અત્યારે સહી કરવાની ના પાડી દીધી છે. સ્વાભાવિકપણે ભારતના આ બદલાયેલા વલણ વિશે મિશ્ર પ્રતિક્રિયા પેદા થઈ રહી છે.
છેલ્લી ઘડીએ નિર્ણય બદલવો આસાન નહોતો. ભારતની દલીલ એવી છે કે ગરીબને કોળિયો પહોંચાડવો એ સરકારની ફરજ છે અને જગતની કોઈ તાકાત કે બહુરાષ્ટ્રીય સમજૂતી સરકારને એની ફરજ બજાવતાં રોકી ન શકે. વાણિજ્યપ્રધાન નર્મિલા સીતારામને WTOની બેઠકમાં કહ્યું હતું કે જે રીતે આજે ખાદ્ય પદાર્થોના ભાવ વધી રહ્યા છે અને ફુગાવો હવે કાયમી નજરે પડી રહ્યો છે ત્યારે ભારતે અન્ન સબસિડીની ટોચમર્યાદા વિશે પુનર્વિચાર કરવો પડે એમ છે. ભારત માટે દસ ટકાની ટોચમર્યાદા ઓછી પડે એમ છે એ જોતાં ભારત આ તબક્કે સમજૂતી પર સહી કરવાની સ્થિતિમાં નથી. આ લખનારની દૃષ્ટિએ ભારતે યોગ્ય નિર્ણય લીધો છે. આ ઘટના ૧૯૯૬ની સાલની યાદ દેવડાવે છે જ્યારે ભારતે મહાસત્તાઓના પ્રચંડ દબાવ છતાં ન્યુક્લિયર નૉન-પ્રોલિફરેશન ટ્રીટી (NPT) પર સહી કરવાની ના પાડી દીધી હતી. NPT પક્ષપાતી હતી જેની સામે ભારતને વાંધો હતો.
કેટલાક લોકોને ગરીબોને આપવામાં આવતી સબસિડી આંખના કણાની જેમ ખૂંચે છે. નરેન્દ્ર મોદીને એવા લોકોનો ટેકો હતો જે એમ વિચારતા હતા કે મોદીના આવવાથી કહેવાતા કલ્યાણ રાજ્યનો અંત આવી જશે અને સમર્થોને દોડવાની તક આપવામાં આવશે. જમણેરી અર્થશાસ્ત્રીઓ માને છે કે સબસિડી પૈસાનો વ્યય છે. ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે આપવામાં આવતો કોલસો કે લગભગ મફતમાં આપવામાં આવતી જમીન, મામૂલી વ્યાજે આપવામાં આવતું ધિરાણ, કરવેરામાં આપવામાં આવતી રાહત એ તેમને મન સબસિડી નથી; વિકાસ માટેનું પ્રોત્સાહન છે. જેમને પ્રોત્સાહન આપવામાં આવે છે તેમાંના અડધા લોકો ગેરરીતિ કરીને કે પૈસા પાછા નહીં કરીને સરકારને નવડાવે છે. ઉઘાડી ચોરી એ વિકાસ માટેનું પ્રોત્સાહન અને ગરીબને રાહત એ વ્યય એવું અનોખું તર્કશાસ્ત્ર જમણેરી અર્થશાસ્ત્રીઓએ વિકસાવ્યું છે. નરેન્દ્ર મોદી આવી વિચારધારા ધરાવનારા ખાતા-પીતા લોકોના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું છે કે દેશના અર્થતંત્રને જમણેરી લોકોના પ્રિસ્ક્રિપ્શન દ્વારા બેઠું કરી શકાય એમ નથી. તેમણે પણ તંગ દોરડા પર નર્તન કરવું પડશે જે રીતે આગલા વડા પ્રધાનો કરતા આવ્યા છે.
જ્યારે ધાર્યું ન થાય ત્યારે બિવડાવવાનો ધંધો દરેક વિચારધારાના લોકો અપનાવે છે. જમણેરી અર્થશાસ્ત્રીઓ દલીલ કરે છે કે ભારતે સહી નહીં કરીને મહા ભૂલ કરી છે. આને કારણે અમેરિકા અને બીજા વિકસિત દેશોને WTOમાંથી નીકળી જવાનો મોકો મળશે. બહુરાષ્ટ્રીય વાણિજ્ય વ્યવસ્થા વિકસિત કરતાં અવિકસિત અને વિકાસશીલ દેશોને વધુ લાભકર્તા છે. અમેરિકાએ તો ટ્રાન્સ-પૅસિફિક દેશો સાથે ખાદ્ય ચીજોના વ્યાપાર વિશેની સમજૂતી કરી જ લીધી છે અને એ WTOની આ સમજૂતીમાંથી નીકળી જવા માગે છે. આવી જ રીતે બીજા વિકસિત દેશોએ પણ પોતપોતાના પ્રદેશોમાં સમજૂતીઓ કરી લીધી છે. ભારતે સહી નહીં કરીને અમેરિકા અને બીજા સમૃદ્ધ દેશોને છટકવાની તક આપી છે.
આ મુદ્દાને જરાક નવેસરથી વિચારવાની જરૂર છે. યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)થી લઈને WTO સુધીની યાત્રામાં જે દેશો અગ્રેસર હતા એ હવે પ્રાદેશિક બ્લૉક રચીને વિશાળ જાગતિક વ્યવસ્થામાંથી કેમ નીકળી જવા માગે છે? તેમને સમજાઈ ગયું છે કે વ્યવસ્થા જેટલી બહોળી એટલી શરતો અને બંધનો વધુ અને કેટલાંક બંધનો લાભ કરતાં નુકસાનકારક વધુ નીવડે છે. આમ પણ એવો કયો દેશ છે જે જગતના બધા જ દેશો સાથે વેપાર કરતો હોય? ધંધો મર્યાદિત દેશો સાથે અને શરતો બધા જ દેશોની જરૂરિયાત અનુસાર સાવર્ત્રિક. આજે જગતના લગભગ બધા જ દેશોએ પ્રાદેશિક બ્લૉક રચ્યા છે. આ બધા બ્લૉક્સમાં બ્રિક્સ (BRICS - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા)નો ટ્રેડ બ્લૉક આવતી કાલે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એમ છે. બ્રિક્સની સૂચિત બૅન્ક વર્લ્ડ બેન્કને માત કરી શકે છે. ટૂંકમાં ભારત માટે પણ સંભાવનાઓ છે તો પછી દરેક પ્રકારની જાગતિક વાણિજ્ય વ્યવસ્થા સ્વીકારીને કાંડાં શા માટે કાપી આપવાં?
વિકસિત દેશોની એવી ધારણા હતી અને એ ધારણા સાચી પણ છે કે વિકાસશીલ દેશો પાડોશમાં ઝઘડી રહ્યા છે. જેમ કે સાર્ક (SAARC - સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કો-ઑપરેશન) દેશો ક્યાં સંપીને ધંધો કરી શકે છે. વિકસિત દેશો સફળ બ્લૉક બનાવે અને વિકાસશીલ દેશો બ્લૉક બનાવીને પણ લાભ ન લઈ શકે એવી આજની સ્થિતિ છે. જાગતિક વ્યવસ્થામાં માર પડે અને સ્થાનિક પ્રાદેશિક વ્યવસ્થા વિકસે નહીં એવી આજની સ્થિતિ છે. નરેન્દ્ર મોદીની સરકારે બ્લૉક્સ સાથેના સંબંધોમાં ઉજ્જ્વળ ભવિષ્યની શ્રદ્ધા રાખીને જાગતિક વ્યવસ્થાના નામે કાંડાં કાપી આપવાની ના પાડી દીધી છે એ માટે એને અભિનંદન આપવાં જોઈએ, પણ એક વાત કહેવી રહી; એ બ્લૉક્સ ત્યારે જ સફળ થશે જ્યારે ઉદારતાની નીતિ અપનાવવામાં આવશે.

No comments:
Post a Comment