Translate

Tuesday, July 22, 2014

અમેઠીમાં હારવા છતાં કુમાર વિશ્વાસ સેલિબ્રિટી બન્યા

એક માણસનું નુકસાન બીજા માણસ માટે ફાયદો હોઈ શકે છે . આમઆદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ સાથે પણ આમ થયું છે . લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સામે મેદાનમાં ઊતર્યા હતા અને સિક્યોરિટી ડિપોઝિટ પણ ગુમાવી હતી .

લોકસભાની ચૂંટણીમાં જોરદાર પરાજય બાદ આપ તો વેરવિખેર થવાના આરે પહોંચી ગઈ છે પરંતુ કવિમાંથી રાજકારણી બનેલા કુમાર વિશ્વાસ સેલિબ્રિટી બની ગયા છે અને ભારે ડિમાન્ડ ધરાવે છે . અમેઠીમાં કોંગ્રેસના વારસદાર સામે લડવાના કારણે તેમની પ્રતિષ્ઠા વધી ગઈ છે .

પ્રોડક્શન કંપની એન્ડેમોલ તેમને પોતાના સુપરહિટ રિયાલિટી શો બિગ બોસમાં લાવવા માંગે છે . તેમણે કુમાર વિશ્વાસને પાંચ કરોડ રૂપિયા ઓફર કર્યા હોવાનું માનવામાં આવે છે . તેના પહેલાં કુમાર વિશ્વાસ ચાલુ મહિને સિલિકોન વેલીમાં ગૂગલના હેડક્વાર્ટર ખાતે કર્મચારીઓને લીડરશિપ વિશે લેક્ચર આપશે .

ઉપરાંત કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે તેઓ રાજકારણ અંગે લેક્ચર આપશે . આપના નેતા ફિલ્મ ઉદ્યોગમાં પણ પદાર્પણ કરશે જેમાં તેઓ એક ગીત લખશે . કુમાર વિશ્વાસના ગીતને આશા ભોંસલે સ્વરબદ્ધ કરશે . વિદેશમાં કુમારના શો વધી ગયા છે અને તેઓ શો દીઠ વધારે રૂપિયા ચાર્જ કરવા લાગ્યા છે .

વિશ્વાસે ઇટીને જણાવ્યું હતું કે , હા , હું એશિયન રાજકારણમાં ઉછેર અંગે વક્તવ્ય આપવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જઈશ અને ૨૯ જુલાઈના રોજ ગૂગલના હેડક્વાર્ટરમાં લીડરશિપ અંગે વક્તવ્ય આપીશ .

તેમણે બાબતને પણ પુષ્ટિ આપી હતી કે એન્ડેમોલે સપ્ટેમ્બરમાં શરૂ થતી બિગ બોસની નવી સિઝનમાં તેમને લેવા માટે સંપર્ક કર્યો છે . જોકે , તેમણે વધારે વિગત આપી હતી . સૂત્રોના કહેવા પ્રમાણે આપના નેતાને પાંચ કરોડ રૂપિયાની ઓફર થઈ છે અને તેમણે ઓફર સ્વીકારી લીધી છે . એન્ડેમોલ ઇન્ડિયાના એમડી અને સીઇઓ દીપક ધારે વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો .

વિશ્વાસ પણ સ્વીકારે છે કે રાહુલ ગાંધી સામે લડવાના કારણે તેમને લોકપ્રિયતા મળી છે . તેઓ કહે છે કે , કેટલાક લોકો મને ગંભીરતાથી લેતા હતા , પરંતુ હું રાહુલ ગાંધી સામે મેદાનમાં ઊતર્યો એટલે તેમણે મારી નોંધ લેવી પડી . અમેઠીમાં મારા ચૂંટણીપ્રચારને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા કવરેજ મળ્યું હતું અને મતદારો રાહુલને વણગમતા સવાલો પૂછતા થયા હતા .

આપના નેતાએ ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીના મતક્ષેત્રમાં ત્રણ મહિનાથી ધામા નાખ્યા હતા . જોકે , આક્રમક પ્રચાર કરવા છતાં તેમને વિજય મળ્યો હતો અને તેઓ માત્ર 25,000 મત મેળવી શક્યા હતા .

ફ્યુચર બ્રાન્ડ્સ લિના સીઇઓ અને બ્રાન્ડિંગ નિષ્ણાત સંતોષ દેસાઈ કહે છે કે પ્રકારના લોકો જીવન અંગે એક દૃષ્ટિકોણ ધરાવતા હોય છે જેમાં લોકોને રસ પડી શકે છે . લોકોમાં તેમના માટે જિજ્ઞાસા હોય છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports