કેન્દ્ર સરકારની આ યોજનાના કારણે ધોલેરા અને ગિફટ સિટીનો વિકાસ આગળ વધવાની શકયતા તેજ થવા પામી છે . કેન્દ્ર સરકારે ફાળવેલા રૂપિયામાંથી આ બન્ને પ્રોજેક્ટ માટે કેટલા રૂપિયા મળશે તેની કોઇ સ્પષ્ટતા હજુ સુધી થવા પામી નથી પરંતુ એમ મનાઇ રહ્યું છે કે , ધોલેરા અને ગિફટ સિટીનો તેમાં સમાવેશ નિશ્વિત હોવાના કારણે રાજયના આ બન્ને શહેરોને તેના કારણે મોટો ફાયદો થશે . ખાસ કરીને ધોલેરા સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટે જંગી ભંડોળની જરૂર પડવાની છે તેમાં કેન્દ્ર સરકારની સહાયથી રાજય સરકારને મોટી રાહત થશે .
નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે મોટા શહેરોના સેટેલાઇટ શહેરોને વિકસાવવાનું અને હાલના મધ્યમકદના શહેરોને આધુનિક બનાવવાનું વડાપ્રધાનનું વિઝન છે . આ વિકાસનો લાભ મોટાભાગના લોકો સુધી પહોંચી રહ્યો છે તો તેની સાથે સાથે ગ્રામ્ય ક્ષેત્રોમાંથી શહેરો તરફ લોકો પ્રયાણ પણ કરી રહ્યા છે .
લોકોની વધી રહેલી સંખ્યાને કારણે તેમને લાભ મળે તે માટે આ જરૂરી છે કેમ કે જો એમ નહિ કરાય તો હાલના શહેરો રહેવાને લાયક નહિ રહે . સ્માર્ટ શહેરોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે બિલ્ટ - અપ એરિયા માટેની જોગવાઇ હાલના 20,000 ચોરસ મીટરથી ઘટાડીને 50,000 ચોરસ મીટર કરાઇ છે . એ જ રીતેઅને એફડીઆઇ માટે મૂડી જરૂરિયાતની શરત હાલના એક કરોડ ડોલરથી ઘટાડીને 50 લાખ ડોલર રાખવામાં આવી છે . પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષનો લોકઇન પીરિયડ રાખવામાં આવ્યો છે .
એવી જ રીતે એફોર્ડેબલ હાઉસિંગ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 30 ટકા કામકાજ પૂર્ણ થયેલાં પ્રોજેક્ટોને લઘુતમ બિલ્ટ અપ એરિયા અને કેપિટેલાઇઝેશનની જરૂરિયાતમાંથી મુક્તિ અપાશે .
No comments:
Post a Comment