વર્ષ 2002માં થયેલા ચકચારી ગોધરા કાંડ દરમિયાન નરોડા પાટિયા હત્યાકાંડમાં
દોષિત ઠરેલા ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી ડૉ, માયાબેન કોડનાનીના ગુજરાત
હાઈકોર્ટે રાહત બક્ષી હતી. ગુજરાત હાઈકોર્ટે માયાબેન કોડનાનીના કથળી રહેલા
સ્વાસ્થ્યને આધારે જામીન મંજૂર કર્યા હતાં. કોડનાનીએ આ અગાઉ ફેબ્રુઆરીમાં
પણ અસ્થાઈ જામીન અરજી કરી હતી.
અમદાવાદ : તા. 30 જુલાઈ
વિશેષ અદાલતે નરોડા પાટિયા કેસમાં ઓગષ્ટ 2013માં ડૉ. માયાબેન કોડનાનીને 28 વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે આ જ કેસમાં વધુ એક આરોપી બાબુ બજરંગીને આજીવન કારવાસની સજા ફટકારી હતી. ઉપરાંત અન્ય 30 દોષિતોને પણ નરોડા પાટિયા હત્યા કેસમાં સજા ફટકારવામાં આવી હતી.
આજે બુધવારે માયાબેન કોડનાનીએ પોતાની જામીન અરજીમાં જણાવ્યું હતું કે વિશેષ અદાલતના નિર્ણય વિરૂદ્ધ તેમની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં ડિસેમ્બર 2012થી પડતર પડેલી છે. કોડનાનીએ અપીલમાં તેમની વિરૂદ્ધ સંભળાવવામાં આવેલા વિશેષ અદાલતના નિર્ણય પર પણ વેધક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં.
કોડનાનીએ અપીલમાં કહ્યું હતું કે વિશેષ અદાલતે જે નિર્ણય સંભળાવ્યો છે તે સાક્ષીઓના ટેસ્ટિમિનીઝના આધારે છે, જે કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. જામીન માટે ડૉ. કોડનાનીને પોતાની અરજીમાં તેમના કથળી રહેલા સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું. બંને પક્ષે થયેલી સામ સામી દલીલો સાંભળી ગુજરાત હાઈકોર્ટે આખરે ડૉ, માયાબેન કોડનાનીના જામીન મંજુર કર્યા હતા. આ સાથે 3 વર્ષથીયે વધારે સમયથી જેલવાસ ભોગવી રહેલા માયાબેનની મુક્તિ સુનિશ્ચિત બની હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગોધરા ટ્રેક કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં પણ ફાટી નિકળેલા કોમી રમખાણો દરમિયાન 96 લોકોની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. આ કેસમાં વિશેષ અદાલતે ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. ડૉ. કોડનાનીને 28 વર્ષની જેલવાસની સજા ફટકારી હતી, જ્યારે બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ કેસમાં વધુ 30 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.
બાદમાં રમખાણ સંબંધીત કેસની તપાસ કરી રહેલી SITએ આ કેસને અતિદુર્લભ ગુનો ગણાવતા ડૉ. માયાબેન કોડનાનીને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. SIT દ્વારા આ માફકનો પત્ર ગુજરાત સરકારને પાઠવવામાં આવ્યો હતો. જોકે બાદમાં રાજ્યના કાયદા મંત્રાલયે કમલ ત્રિવેદીના અભિપ્રાય બાદ કાયદા અને ગૃહ મંત્રાલયે 5 સપ્ટેમ્બર 2013ના રોજ માયાબેન વિરૂદ્ધની ફાંસીની અપીલ ફગાવી દીધી હતી. જોકે બાબુ બજરંગી વિરૂદ્ધની અરજીને મંજુરી આપવામાં આવી હતી.
માયાબેન કોડનાનીએ પોતાના નાદુરસ્ત સ્વાસ્થ્યને આધારે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ડૉ. કોડનાનીને હાઈકોર્ટે રાહત આપી હતી અને તેમના જામીન મંજુર કર્યા હતાં. હાઈકોર્ટે માયાબેન કોડનાનીને તેમના ખરાબ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જામીન મંજુર કર્યા હતાં.

No comments:
Post a Comment