(બ્રિક્સ દેશોને સંબોધિત કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી)
*બ્રિક્સના બીજા તબક્કાનો પ્રારંભ
*બ્રિક્સ દેશો 'ભાવિ ક્ષમતા'થી સજ્જ હોવાનો મત
*બ્રિક્સના બીજા તબક્કાનો પ્રારંભ
*બ્રિક્સ દેશો 'ભાવિ ક્ષમતા'થી સજ્જ હોવાનો મત
ફોર્તાલેઝા (બ્રાઝિલ) : છઠ્ઠા બ્રિક્સ સંમેલનને ભારતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે સર્વાંગી વિકાસ
અને સ્થાયી ઉકેલો ઉપર ભાર મુક્યો હતો. મોદીએ આ યાત્રાને અનુભવ અને
જ્ઞાનવર્ધક જણાવી હતી. મોદીએ વિશ્વના નેતાઓ સાથેના સંબંધોને આગામી સમયમાં
વધુ મજબુત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે બ્રિક્સ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "બ્રિક્સ તેના બીજા તબક્કામાં
પ્રવેશી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આર્થિક અને રાજકીય સંકટ પ્રવર્તમાન છે,
આજે વિશ્વના અનેક દેશોમાં અસ્થિરતા અને સંઘર્ષ વકરી રહ્યાં છે. ગરીબી,
સર્વાંગી વિકાસ અને વિકાસને માટેના સ્થાયી મોડલની સામે આ બધુંય પડકારજનક
છે. વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની તત્કાળ જરૂર છે. જે સહકાર અને સહયોગને
માટે નવા દરવાજા ખોલે છે. મને લાગે છે કે, બ્રિક્સ તેનો જવાબ છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે બ્રિક્સની અજોડતા મને આમ માનવા માટે
પ્રેરે છે. બ્રિક્સ એ 'ભાવિ સંભાવના'ને એક સાથે એક મંચ પર લાવતા
રાષ્ટ્રોનું જૂથ છે. પહેલેથી જ સમૃદ્ધ હોય અને સંયુક્ત ઓળખ ધરાવતા હોય
તેવા દેશો કરતા આ દેશ અલગ છે. આમ બ્રિક્સનો વિચાર માત્ર આગળ જોવાનો છે. ''
આંતરરાષ્ટ્રીય પડકારો
મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સ રાષ્ટ્રો સંયુક્ત અને સ્પષ્ટ મત રજૂ કરીને શાંતિપૂર્ણ, સ્થિર અને સમતોલ વિશ્વના ઘડતરમાં મદદરૂપ થઈ શકે છે. સંયુક્ત રીતે મળીને આતંકવાદ, સાઈબર સિક્યુરિટી અને વાતાવરણમાં પરિવર્તન જેવા પડકારોને પહોંચી વળી શકાય છે. વૈશ્વિક વિકાસમાં બ્રિક્સ રાષ્ટ્રોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. જેમાં વર્ષ 2015 પછીના વિકાસના એજન્ડાનો સમાવેશ થાય છે. જેનો મુખ્ય ધ્યેય ગરીબી નાબુદીનો હશે. આંતરરાષ્ટ્રીય નાણા સંઘો તથા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિમાં પુનર્ગઠન પર બ્રિક્સ ભાર મુકી શકે છે.
પ્રાદેશિક સહયોગ પર ભાર
મોદીએ ફૂડ સિક્યુરિટી જેવા સંવેદનશીલ મુદ્દાનો સંયુક્ત રીતે સામનો વ્યક્ત કરવા આહ્વાન કર્યું હતું. મોદીએ શિખરમંત્રણા સ્તરથી આગળ વધીને બ્રિક્સ રાષ્ટ્રોના રાજ્યો, શહેરો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે સહયોગ પર ભાર મુક્યો હતો. બ્રિક્સના 'લોકો-લોકો વચ્ચેના સંપર્ક' પર તેમણે ભાર મુક્યો હતો. યુવાનોની ભાગીદારી વધારીને બ્રિક્સને મજબુત બનાવી શકાય છે. ઉપરાંત બ્રિક્સ યુનિવર્સિટીની સ્થાપના દ્વારા બધાયને ગુણાત્મક શિક્ષણ મળી રહે તે માટેની શક્યતા ચકાસવી રહી અને ઓનલાઈન કોર્સ પણ શરૂ કરી શકાય. શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરશે તો એકબીજાના જ્ઞાન, શક્તિ, કૌશલ્ય અને સ્ત્રોતોનો સારો ઉપયોગ થઈ શકશે.
No comments:
Post a Comment