ઇરાકમાં આંતકવાદીઓએ બે ક્રૂડ તેલ ફીલ્ડ અને ન્યુક્લિયર શસ્ત્રો પર કબજો
મેળવ્યો : સોના અને ચાંદીમાં છઠ્ઠો વીકલી ઉછાળો, પ્લૅટિનમ-પૅલેડિયમમાં ચોથો
વીકલી ઉછાળો
બુલિયન બુલેટિન - મયૂર મહેતા
ઇઝરાયલ પર હમાસ દ્વારા ગાઝા સ્ટ્રિપ અને લેબૅનન તરફથી હવાઈ હુમલા થતાં ૩૩ હજાર સોલ્જરોની મિલિટરી ફોર્સને બૉર્ડર પર તહેનાત કરવામાં આવતાં સિવિલ વૉર જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે બીજી તરફ ઇરાકમાં આંતકવાદીઓએ બે મોટી ઑઇલફીલ્ડ અને ન્યુક્લિયર વેપન પર કબજો જમાવી દીધો હોવાથી ક્રાઇસિસ વધી હતી. પોટુર્ગલની બીજા ક્રમની સૌથી મોટી બૅન્ક કાચી પડ્યાના સમાચારે ફાઇનૅન્શિયલ માર્કેટમાં ગભરાટ ફેલાયો હતો. જિયોપૉલિટિકલ અને ઇકૉનૉમિક ક્રાઇસિસને કારણે ગોલ્ડમાં સેફ હેવન બાઇંગ વધતાં સોનામાં તેજીની આગેકૂચ સતત ચોથા દિવસે ચાલુ રહી હતી. સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાર દિવસમાં ૧૩૧૩ ડૉલરથી વધીને ૧૩૪૩ ડૉલર સુધી પહોંચ્યું હતું.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ગુરુવારે વધીને ૧૩૪૩.૨૫ ડૉલર સુધી થયો હતો. ગુરુવારે અમેરિકાના વીકલી અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટના ડેટા સારા આવતાં ગોલ્ડમાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. એને કારણે ગઈ કાલે સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ૧૩૩૬ ડૉલર ખૂલ્યો હતો. ગોલ્ડમાં સેફ હેવન બાઇંગની અપીલ દિવસ દરમ્યાન સતત સોનાના ભાવમાં વધ-ઘટ ચાલુ રહ્યા બાદ સાંજે છેલ્લે ભાવ ૧૩૩૭ ડૉલર રહ્યો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૨૧.૪૦ ડૉલર ખૂલીને છેલ્લે ૨૧.૪૫ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૫૦૭ ડૉલર ખૂલીને સાંજે છેલ્લે ૧૫૧૫ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૮૬૮ ડૉલર ખૂલીને સાંજે ૮૭૩ ડૉલર રહ્યો હતો.
પોટુર્ગલમાં બૅન્ક કાચી પડી
પોટુર્ગલની બીજા ક્રમની સૌથી મોટી બૅન્ક એસ્પીરિટો સૅન્ટો ઇન્ટરનૅશનલ કાચી પડ્યાના સમાચારને પગલે વિશ્વની ફાઇનૅન્શિયલ બજારમાં ગભરાટ ફેલાયો હતો. પોટુર્ગલની બૅન્કમાં નાણાકીય તકલીફને પગલે યુરોપની અન્ય બૅન્કોને પણ નાણાકીય તકલીફ આવી શકે છે. યુરોપિયન શૅરબજારમાં આ બૅન્કનો શૅર ૧૭ ટકા ઘટી જતાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. બૅન્કની માર્કેટવૅલ્યુ યુરોપિયન સ્ટૉક ઇન્ડેક્સમાં ૩૨ ટકા ઘટી ગઈ હતી. પોટુર્ગલની બૅન્ક કાચી પડ્યાના સમાચારથી ગોલ્ડમાં સેફ હેવન બાઇંગની અપીલ વધુ મજબૂત બની હતી.
હમાસ દ્વારા રૉકેટ-હુમલો
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર દિવસથી સતત ટેન્શન વધી રહ્યું છે. ઇઝરાયલે ત્રણ દિવસ અગાઉ હવાઈ હુમલો કરતાં ક્રાઇસિસ વધી હતી. હમાસ દ્વારા ગાઝા પરથી રૉકેટ દ્વારા હુમલો કરવામાં આવતાં ઇઝરાયલે એની રિઝર્વ ફોર્સમાંથી ૩૩ હજાર સૈનિકોને બૉર્ડર પર તહેનાત કરતાં સિવિલ વૉર જેવી સ્થિતિ ઊભી થઈ ચૂકી છે. ગઈ કાલે સવારે ઇઝરાયલ પર હમાસ દ્વારા ગાઝા સ્ટ્રિપ પરથી ઇઝરાયલના શહેર અસદોદ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો હુમલો લેબૅનન તરફથી નૉર્ધર્ન બૉર્ડર પર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ટેન્શનથી ગોલ્ડમાં જિયોપૉલિટિકલ રિસ્કનું પ્રીમિયમ વધ્યું હતું.
છઠ્ઠું વીકલી ગેઇન
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડના ભાવ સતત છઠ્ઠા સપ્તાહે વધ્યા હતા. ઇરાક ક્રાઇસિસની સાથે-સાથે અમેરિકાની લો ઇન્ટરેસ્ટ રેટની નીતિ ચાલુ રખાતાં છેલ્લા ત્રણ દિવસમાં ગોલ્ડનો ભાવ ૧૩૧૩ ડૉલરથી વધીને ૧૩૪૩ ડૉલર સુધી થયો હતો. ૨૦૧૩માં ગોલ્ડનો ભાવ ૨૮ ટકા વધ્યા બાદ ૨૦૧૪ના આરંભથી સતત વધી રહ્યો છે. ગોલ્ડના ભાવ સતત છ સપ્તાહ સુધી વધ્યા હોય એવો બનાવ ઑગસ્ટ ૨૦૧૧ પછી પ્રથમ વખત બન્યો હતો.
તમામ મેટલમાં તેજી
ગોલ્ડના ભાવની તેજીની સાથે-સાથે અન્ય પ્રેશ્યસ મેટલમાં પણ તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત છઠ્ઠા સપ્તાહે વધ્યા હતા, જ્યારે પૅલેડિયમના ભાવ ઑલરેડી સાડાતેર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ચૂક્યા છે. પૅલેડિયમના ભાવ સતત ચોથા સપ્તાહે વધ્યા હતા, જ્યારે પ્લૅટિનમના ભાવ પણ સતત ચોથા સપ્તાહે વધ્યા હતા.
ભારતમાં ઇમ્પોર્ટ-ડ્યુટી ન વધતાં ફિઝિકલ ડિમાન્ડને અસર
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ હાલ સતત છ સપ્તાહથી વધી રહ્યા છે, પણ વિશ્વના સૌથી મોટા ટોચનાં બે કન્ઝ્યુમર ચીન અને ભારતમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ સતત ઘટી રહી છે. કેન્દ્ર સરકારે બજેટમાં સોનાની આયાત-ડ્યુટીમાં વધારો ન કરતાં દેશમાં આવનારા દિવસોમાં ફિઝિકલ ડિમાન્ડ સુસ્ત રહેવાની ધારણા છે, કારણ કે ૧૦ ટકા ઇમ્પોર્ટ-ડ્યુટીને કારણે અહીં સોનું વધુ મોંઘું થશે. વળી રૂપિયા સામે ડૉલર સતત મજબૂત થઈ રહ્યો હોવાથી અહીં સોનાની પડતર પણ વધી રહી છે. ઉપરાંત ઊંચી આયાત-ડ્યુટીને કારણે સોનાની અછત પણ વધવાની સંભાવના વચ્ચે આવનારા દિવસોમાં સોનાના ભાવ પર પ્રીમિયમ બોલાવાનું ચાલુ થતાં સોનાની પડતર અહીં ઊંચી થતાં સ્વાભાવિક ડિમાન્ડ ઘટશે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ કન્ઝ્યુમર ચીનમાં હાલ ઇકૉનૉમિક સિચુએશન નબળી હોવાથી ગોલ્ડની ડિમાન્ડ સતત ઘટી રહી છે. હાલ ચીનમાં ગોલ્ડના ભાવ લંડન સ્પૉટ માર્કેટના ભાવ કરતાં ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે.

No comments:
Post a Comment