ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના ઘરોમાં દેવી-દેવતાઓ માટે અલગ સ્થાન હોય છે, કેટલાક ઘરોમાં નાના-નાના મંદિર બનાવવામાં આવે છે. જો નિયમિત રીતે ઘરના મંદિરમાં પૂજા કરવામાં આવે તો શુભ ફલ અવશ્ય પ્રાપ્ત થાય છે. વાતાવરણ પવિત્ર રહે છે. જેથી મહાલક્ષ્મી સહિત બધાં દેવી-દેવતાઓની દૈવીય શક્તિઓ ઘર પર કૃપા વરસાવે છે. અહીં કેટલીક એવી વાતો બતાવવામાં આવી રહી છે જે ઘરના મંદિરમાં ધ્યાન રાખવી જોઈએ. આ વાતોનું ધ્યાન રાખવાથી પૂજાનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે અને લક્ષ્મી કૃપાથી ઘરમાં ધન-ધાન્યની ખોટ રહેતી નથી.
પૂજા કરતી વખતે કઈ દિશામાં હોવું જોઈએ મુખ
ઘરમાં પૂજા કરવાવાળા વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું બહુ શુભ માનવામાં આવે છે. આના માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ દિશામાં રાખવું. જો આ સંભવ ન હોય તો પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશા તરફ હોય તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.
મંદિર સુધી પહોંચવી જોઈએ સૂર્યની રોશની
ઘરમાં મંદર એવા સ્થાન પર બનાવવું જોઈએ જ્યાં દિવસભરમાં કોઈપણ સમયે થોડીકવાર માટે પણ સૂર્યની રોશની પહોંચે. જે ઘરમાં સૂર્યની રોશની અને તાજી હવા આવે છે તે ઘરના અનેત દોષ સ્વયં શાંત થઈ જાય છે. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
પૂજા બાદ થોડીવાર ઘરમાં વગાડવી ઘંટી
જો ઘરમાં મંદિર હોય તો દરરોજ સવાર અને સાંજે પૂજા અવશ્ય કરવી. પૂજા સમયે ઘંટી અવશ્ય વગાડવી. સાથે જ એકવાર આખા ઘરમાં ફરીને ઘંટડી વગાડવી જોઈએ. આવું કરવાથી અને ઘંટડીના અવાજથી વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
પૂજન સામગ્રીથી જોડાયેલી ખાસ વાતો
પૂજામાં વાસી ફુલ, પત્તા અર્પણ ન કરવા. સ્વચ્છ અને તાજા જળનો જ ઉપયોગ કરવો. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાન અને ગંગાજળ ક્યારેય વાસી થતાં નથી જેથી તેનો ઉપયોગ ક્યારેય પણ કરી શકાય છે. અન્ય સામગ્રી પણ તાજી જ ઉપયોગ કરવી. જો કોઈ ફુલ સૂંઘેલુ કે વાસી હોય તો તે ભગવાનને અર્પણ કરવું નહીં.
પૂજાઘરમાં ન લઈ જવી આ વસ્તુઓ
ઘરમાં જે સ્થાન પર મંદિર છે ત્યાં ચામડાના જૂતા-ચપ્પલ ન લઈ જવા. મંદિરમાં મૃતકો અને પૂર્વજોના ચિત્રો પણ ન લગાવવા. પૂર્વજોના ચિત્ર લગાવવા માટે દક્ષિણ દિશા શ્રષ્ઠ માનવામાં આવે છે.
પૂજાઘરમાં પૂજાથી સંબંધિત સામગ્રી જ રાખવી, અન્ય કોઈ વસ્તુ રાખવી નહીં.
પૂજાઘરની આસપાસ શૌચાલય ન હોવું જોઈએ
ઘરના મંદિરની આસપાસ શૌચાલય હોવું અશુભ માનવામાં આવે છે.
-જો કોઈ નાના રૂમમાં પૂજાઘર બનાવવાનું હોય તો ત્યાં થોડીક જગ્યા રાખવી જેથી ત્યાં બેસી શકાય.
No comments:
Post a Comment