Translate

Monday, July 21, 2014

મોદી હવે અલગ ડ્રેસિંગ સ્ટાઇલમાં જોવા મળશે

ભારતીય રાજકારણીઓના વસ્ત્રપરિધાનની વાત આવે ત્યારે મોટા ભાગના નેતાઓ પાસે ખાદીના સફેદ કુર્તા - પાયજામાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે . તેમાં વૈવિધ્યતા લાવવા માટે નેહરુ જેકેટ હોય છે અને વિદેશપ્રવાસે જવું હોય તો બંધ ગળાના કાળા કે ગ્રે રંગના જેકેટથી કામ ચાલી જાય છે .

ભારતના રાજકારણીઓ વસ્ત્રપરિધાનની અનોખી છટા માટે જાણીતા નથી . મનમોહન સિંઘ તેનું ઉદાહરણ હતા . પરંતુ પેકેજિંગ અને પ્રેઝન્ટેશનની વાત આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા નેતાઓ કરતાં બે ડગલાં આગળ છે . તેમણે પોતાના અડધી બાંયના કુર્તા દ્વારા એક વિશેષ છબી રચી છે . હવે તેઓ વૈશ્વિક રાજદ્વારીની ભૂમિકા મુજબ પોતાના પોશાકને નવો ઓપ આપવા માંગે છે .

તાજેતરમાં બ્રાઝિલમાં ફોર્ટલેઝા ખાતે બ્રિક્સ શિખર પરિષદમાં હાજરી આપનારા મોદીએ અગાઉ વિદેશ ગયેલા ભારતીય રાજદ્વારીઓથી અલગ પડવાનો ખાસ પ્રયાસ કર્યો હતો અને બંધ ગળાવાળો કોટ પહેર્યો હતો . તેમણે તેમની ઓળખ સમાન પરંપરાગત કુર્તા - પાયજામાને તિલાંજલિ આપી હતી . પરંતુ અમેરિકા ખાતેની મુલાકાત દરમિયાન તેઓ નવી સ્ટાઇલ અપનાવવાનું આયોજન કરી રહ્યા છે . તેમના વોર્ડરોબના ઇન - ચાર્જ મુંબઈ સ્થિત ડિઝાઇનર ટ્રોય કોસ્ટા છે .

ડિઝાઇનરના ગ્રાહકોમાં બોલિવૂડના ખાન અને અંબાણી કુટુંબના સભ્યોનો સમાવેશ થાય છે અને તેઓ વડાપ્રધાનનાં નવાં વસ્ત્રો પર કામ કરી રહ્યા છે . બિસ્પોક સુટ માટે જાણીતા આશિષ સોનીનું કહેવું છે કે મોદીને વ્યાવસાયિક સલાહ ઘણી મદદગાર નીવડી શકે છે . ઉદાહરણ તરીકે તેઓ જે સુટ પહેરે છે તે સુટના કટ અને ફિટિંગમાં પ્રોફેશનલ ડિઝાઇનર તેમની શારીરિક લાક્ષણિકતાને અનુકૂળ થઈ વધારે સારું કામ કરી શકે છે .

કોસ્ટાએ પોતાના વર્તમાન એસાઇન્મેન્ટ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો , પરંતુ હિલચાલના જાણકારે જણાવ્યું હતું કે મોદીનો નવો વોર્ડરોબ મહિનામાં તૈયાર થઈ જશે . મોદી સપ્ટેમ્બરમાં અમેરિકાના મુલાકાત લેશે જ્યાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાને સંબોધન કરશે અને પ્રમુખ બરાક ઓબામાને મળશે .

બ્રાઝિલના પ્રવાસ દરમિયાન મોદીએ પોતાની આગવી લાક્ષણિકતા સમા મોદી કુર્તા પહેર્યા હતા . લાંબા સમયથી અમદાવાદ સ્થિત વસ્ત્ર ઉત્પાદક જેડ બ્લૂ મોદી કુર્તા તૈયાર કરે છે . મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાંથી જેડ બ્લૂમાં સિવડાવેલાં વસ્ત્રો પહેરતા હતા .

તેમના લેટેસ્ટ કલેક્શનમાં સામેલ વસ્ત્રો ૧૬ મેએ ચૂંટણીના પરિણામ જાહેર થયા પછીના દિવસે દિલ્હી મોકલી દેવાયાં હતાં જેમાં તેમણે બ્રાઝિલમાં પહેરેલાં વસ્ત્રોનો સમાવેશ થાય છે .

પરિવાર દ્વારા સંચાલિત જેડ બ્લૂના સહ - માલિક બિપિન ચૌહાણ નરેન્દ્ર મોદીના પર્સનલ સ્ટાઇલિસ્ટ છે . મોદીની લોકપ્રિયતા વધવાની સાથે ચૌહાણ પણ લાઇમલાઇટમાં આવી ગયા હતા અને મોદીનાં વસ્ત્રો અંગેના અસંખ્ય લેખોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો . મોદી આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મંત્રણા કરશે ત્યારે કોસ્ટાની પ્રોફાઇલ પણ વિસ્તરશે તેમ લાગે છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports