Translate

Tuesday, July 29, 2014

અદાણી 'પાવર'ફુલ વિસ્તરણ માટે તૈયાર

ગૌતમ અદાણી ઝડપી વિસ્તરણ માટે 5,000 મેગાવોટના પાવર પ્લાન્ટ્સ હસ્તગત કરવાની યોજના ધરાવે છે . જોકે , રોકાણ પર સારું વળતર મળે માટે તે આક્રમક બિડિંગ કરવાનું ટાળશે . રિલાયન્સ પાવર દ્વારા જેપી ગ્રૂપના 1,800 મેગાવોટના હાઈડ્રાપાવર પ્લાન્ટના એક્વિઝિશન પછી માહિતગાર સૂત્રએ અદાણીની યોજનાનો ખુલાસો કર્યો હતો .

ગૌતમ અદાણી વિવિધ ઓફરના મૂલ્યાંકન અને વાટાઘાટમાં જાતે રસ લઈ રહ્યા છે . અગાઉ આવી બાબતો કંપનીના એક્ઝિક્યુટિવ્સને સોંપવામાં આવતી હતી . અદાણી જૂથ હાલ જીએમઆર , લેન્કો , ઇન્ડિયાબુલ્સ , અવંથા પાવર , એથેના સહિતની કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહ્યું છે .

ઉલ્લેખનીય છે કે , રિલાયન્સ પાવરે અંદાજે રૂ .12,000 કરોડમાં હસ્તગત કરેલી જેપી ગ્રૂપની એસેટ્સ ખરીદવાની દોડામાં અદાણી જૂથ પણ સામેલ હતું . સૂત્રના જણાવ્યા અનુસાર અદાણી રૂ .11,000 કરોડથી વધુની બિડ કરવા ઇચ્છુક હતા . કારણ કે રકમની ઉપર ઇક્વિટી પરનું વળતર તેમના 12 ટકાના બેન્ચમાર્કથી ઘણું ઓછું થાત .

સૂત્રએ જણાવ્યું હતું કે , રિલાયન્સ પાવરે રૂ .12,300 કરોડની ઓફર કરી હતી . અદાણીને 1,800 મેગાવોટની હાઈડ્રોપાવર એસેટ્સ માટે ભાવ ઘણો ઊંચો જણાયો હતો . જેએસડબલ્યુએ પણ આકર્ષક ભાવ ઓફર કર્યો હતો . જોકે , કંપનીની દરખાસ્તમાં શેર સ્વોપનો સમાવેશ થતો હતો , જે જે પી ગ્રૂપને સ્વીકાર્ય હતું . કારણ કે ગ્રૂપ દેવામાં ઘટાડો કરવા ઇચ્છતું હતું .

અદાણી જૂથના અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે , બજારમાં ઘણી કંપનીઓ લગભગ 50,000 મેગાવોટની કુલ ક્ષમતાના પ્રોજેક્ટ્સ ઓફર કરી રહી છે . જૂથ 8,620 મેગાવોટની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક છે , પરંતુ તે કદમાં હજુ નોંધપાત્ર વધારો કરવાની યોજના ધરાવે છે .

ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર દેવાના ઊંચા પ્રમાણ છતાં અદાણી પાવર , રિલાયન્સ પાવર , ટાટા પાવર અને એસ્સાર પાવર એક્વિઝિશન માટે સક્રિય બન્યા છે . સૂત્રના જણાવ્યા અનુસાર અદાણી જૂથે 2020 સુધીમાં 20 , 000 મેગાવોટના વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેને સિદ્ધિ કરવા એક્વિઝિશનની ઘણી તક ઉપલબ્ધ છે . જૂથે ઇક્વિટી પર 11-12 ટકાનું વળતર મળે રીતે વીજ ઉત્પાદન એસેટ્સ હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે . જૂથ પરંપરાગત અને રિન્યુએબલ બંને પ્રકારના વીજ પ્રોજેક્ટ્સ ખરીદવા તૈયાર છે .

<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports