ક્યાં સેટલ થવું, યુ.એસ. કે કેનેડા?
- ક્યાં સેટલ થવું, યુ.એસ. કે કેનેડા?
- સંતાનના કોન્વોકેશનમાં જવા માટે પરિવારના બધા જ સભ્યોએ એપ્લાય કરવું ન જોઈએ. એ જ રીતે વિઝિટર વિઝા માટે કોઈ પણ પ્રકારનું બેન્ક બેલેન્સ બતાવવાની જરૂર રહેતી નથી.
- સંતાનના કોન્વોકેશનમાં જવા માટે પરિવારના બધા જ સભ્યોએ એપ્લાય કરવું ન જોઈએ. એ જ રીતે વિઝિટર વિઝા માટે કોઈ પણ પ્રકારનું બેન્ક બેલેન્સ બતાવવાની જરૂર રહેતી નથી.
સવાલ: હું ખરેખર બહુ જ કોમ્પ્લિકેટેડ પરિસ્થિતિમાં હોઈ મારે તમારી હેલ્પની જરૂર છે. કેનેડામાં સ્ટુડન્ટ વિઝા દ્વારા રહેલી એક છોકરી પાસે અમેરિકાનો નવેમ્બર ૨૦૧૪ સુધીનો વિઝિટર વિઝા છે તે અમેરિકા આવી મારી સાથે લગ્ન કરી શકે? જો તેને ભવિષ્યમાં કેનેડાની વર્ક પરમિટ મળે તો અમારે બંનેને સાથે સેટલ થવા કયો કન્ટ્રી આદર્શ છે? અમેરિકા કે કેનેડા?
હીરેન પટેલ, અમેરિકા
જવાબ: તમે લાંબો લાંબો પત્ર લખ્યો છે, પરંતુ અમેરિકામાં તમારું કયું સ્ટેટસ છે, સ્ટુડન્ટ વિઝા, ગ્રીનકાર્ડ કે સિટીઝન તે જ જણાવ્યું નથી. તે જે હોય તે, પરંતુ અમેરિકામાં ૩૦ વર્ષ રહ્યા પછીના અનુભવે ચોક્કસપણે માનું છું કે તમારા જેવા યંગસ્ટર્સ માટે અમેરિકા જ બેસ્ટ છે. કેનેડા પણ હું ઘણી વાર જઈ આવ્યો છું, પરંતુ જો મારે યુવાનીમાં બંને કન્ટ્રીમાંથી એક પસંદ કરવો હોય તો હું અમેરિકા જ પસંદ કરું. તમે અમેરિકામાં કાયદેસર તમારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી શકો છો.
સવાલ: મારી મમ્મીએ એફ-૧ની જુલાઈ ૨૦૦૭માં પિટિશન ફાઈલ કરી છે તેનો જ્યારે વિઝા કોલ આવે ત્યારે મારી મમ્મી જોબ બંધ કરી દે અથવા જોબ બદલે તો મારા માટે સ્પોન્સર કરવાથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે? રોકી ગાભાવાલા, સુરત
જવાબ: હા, જો તેમની આવક અમેરિકાની પ્રોપર્ટી ગાઇડ લાઇન્સની નીચે હશે તો કો-સ્પોન્સરની જરૂર પડશે અને જો તે ઉપરાંત જો જોબ બદલી હશે તો નવો સ્પોન્સર લેટર જૂના સ્પોન્સર લેટરને બદલે ડબ્લ્યૂ-ઝેડ સાથે આપવો પડે.
સવાલ: મારી પુત્રીએ અમેરિકાના ગ્રીનકાર્ડ હોલ્ડર સાથે લગ્ન કરવાથી તેની એફ-ટુએની પિટિશન ૧૨-૨-૨૦૧૪ના રોજ એપ્રૂવ થઈ છે, પરંતુ આ કેટેગરી એક વર્ષ પાછી ગઈ છે તેથી મારી પુત્રીને સ્ટુડન્ટ વિઝા અથવા વિઝિટર વિઝા લેવા માટે શું કરવું જોઈએ?
પ્રકાશભાઈ સી. પટેલ, અમદાવાદ
જવાબ: તમારી પુત્રીને બંને પ્રકારના વિઝા સહેલાઈથી મળવા મુશ્કેલ છે. કારણ કે જેની પિટિશન પેન્ડિંગ હોય તેને વિઝા સામાન્ય રીતે ગ્રાન્ટ થતા નથી. પરંતુ જો સ્ટુડન્ટ તરીકે બ્રાઇટ કરિયર હોય તો એપ્લાય કરી પ્રયાસ જરૂર કરી શકાય.
સવાલ: અમને ચાર જણને ઇમિગ્રન્ટ વિઝા મળ્યા છે તો હું બધાની સાથે જવાના બદલે અમેરિકા એકલો જઈ શકું?
એક વાચક, અમદાવાદ
જવાબ: તમારા મેઇલમાં તમે પૂરી વિગત આપી નથી કે તમે પ્રિન્સિપલ એપ્લિકન્ટ અર્થાત્ મેઇન બેનિફિશિયરી છો કે બેનિફિશિયરીઝમાંના એક છો, તેથી કાયદાકીય જવાબ આપી શકાય નહીં તેમ છતાં બધા જ પેપર્સ બતાવીને કેમ એકલા જવું છે અને બધાની સાથે નથી જવું તેનું સક્ષમ કારણ જણાવશો.
સવાલ: હું મારી પત્ની અને મારાં માતાપિતા એમ કુલ ચાર વ્યક્તિઓએ અમેરિકાના વિઝિટર વિઝા માટે માર્ચ ૨૦૧૪માં એપ્લાય કરેલું જેમાં મારાં માતાપિતાને વિઝા મળેલા, પરંતુ અમને બંનેને વિઝા મળ્યા નહીં તેથી થોમસકૂક ટ્રાવેલ દ્વારા મે ૨૦૧૪માં અમે ફરીથી એપ્લાય કર્યું, તે પણ રિજેક્ટ થયા. હું પાંચ વાર યુ.કે. ગયો છું તેમ જ વાઇફ સાથે દુબઈ અને મોરેશિયસ પણ જઈ આવ્યો છું. હવે ક્યારે એપ્લાય કરવું અને શું કરવું જેથી વિઝા મળે?
નિકેત પટેલ, સુરત
જવાબ: કોઈ પણ વ્યક્તિ વારંવાર ઉપરાઉપરી વિઝા માટે એપ્લાય કરે તે અંગે મને એવું લાગે છે કે તેણે કોઈ પણ રીતે યેન કેન પ્રકારેણ અમેરિકા જવું જ છે તે જ રીતે કોઈ પણ ટ્રાવેલ કંપની દ્વારા અમેરિકાના વિઝા મળવા જ જોઈએ તેવો કોઈ નિયમ કે કાયદો નથી. તમારા બંનેના જ બંને વખતનાં ફોર્મમાં તથા તમારા ઇન્ટરવ્યૂમાં કોઈ ભૂલ અથવા ક્ષતિ રહી ગઈ હોય તેવું જણાય છે તેથી તમારા બંને વખતના મને વિઝા ફોર્મ બતાવી જશો પછી જ યોગ્ય માર્ગદર્શન આપી શકાય.
સવાલ: ૨૦૧૦માં મેં મારાં પેરેન્ટ્સ સાથે મારા મોટા ભાઈના કોન્વોકેશન માટે અમેરિકાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું તે રિજેક્ટ થવાથી ફરીથી ફક્ત મારાં પેરેન્ટ્સે ૨૦૧૨માં વિઝા માટે એપ્લાય કર્યું તે પણ રિજેક્ટ થયું. હવે માત્ર બ્રધરને હાલમાં જોબ મળી જવાથીતે એચ-૧બી દ્વારા ત્યાં રહે છે. હવે ત્રીજી વાર પેરેન્ટ્સ સાથે કે તે સિવાય એપ્લાય કરાય? વિઝા માટે મિનિમમ બેંક બેલેન્સ હોવું જરૂરી છે? સ્પોન્સર લેટર જરૂરી છે?
વત્સલ કારેડ, રાજકોટ
જવાબ: સામાન્ય રીતે કોન્વોકેશન માટે ફેમિલીના બધા જ સભ્યોએ એપ્લાય કરવું જોઈએ નહીં. તમારા કેસમાં તમારી સ્ટ્રોન્ગ ફેમિલી ટાઇઝનો પ્રોબ્લેમ હશે. કોન્વોકેશન પતી ગયા પછી બે વર્ષ પછી એપ્લાય કરવાનો કોઈ અર્થ ન હતો. તમે જણાવો છો તેમ તમારા ફેમિલીની વર્ષે સાત લાખ ઇન્કમ હોવા છતાં તમને વિઝા મળ્યા નહીં તેનું કારણ તમે અપરિણીત હશો તે પણ હોઈ શકે. ટૂંકમાં તમારા ઇન્ટરવ્યૂમાં અને વિઝા ફોર્મમાં કોઈ ખામી રહી હોય તેમ જણાય છે. હવે તમારા બ્રધરને જોબ મળી હોય મને ફોર્મ બંને વખતનાં બતાવી સચોટ ઇન્ટરવ્યૂ તૈયાર કરાવ્યા પછી જ તમારા પેરેન્ટ્સ માટે એપ્લાય કરી શકાય. અમેરિકાના વિઝિટર વિઝા માટે કોઈ પ્રકારનું બેંક બેલેન્સ કરવાની કે ઇન્ટરવ્યૂમાં બતાવવાની બિલકુલ જરૂર નથી તેમ જ સ્પોન્સર લેટર સિવાય પણ ઘણાને વિઝા મળે જ છે.
સવાલ: મારા પુત્રને માસ્ટર્સ કોર્સ કરવા અમેરિકા જવું હોય તો સ્ટુડન્ટ વિઝા મળશે?
જયંતીભાઈ રાઠોડ,ગાંધીનગર
જવાબ: હા, જો તેનું ગ્રેજ્યુએશનનું પર્ફોર્મન્સ સારું હોય અને ઇંગ્લિશમાં રીડિંગ, રાઇટિંગ વગેરેમાં સારો સ્કોર આવે તો એપ્લાય જરૂર કરી શકાય, પરંતુ વિઝા મળશે જ તેના ચાન્સીસ કે ગેરંટી આપી શકાય નહીં. (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ તથા નોટરી પબ્લિક છે.)
ravalindia@gmail.com
No comments:
Post a Comment