વીતેલા
સપ્તાહે
રજૂ
થયેલા
બજેટ
અગાઉ
ચાર
મહિના
સુધી
એક
જ
દિશામાં
જોવા
મળેલી
બજારની
ચાલ
હવે
સાઇડ
-
વે
રહેવાની
સંભાવના
વ્યક્ત
કરવામાં
આવી
રહી
છે
.
એનાલિસ્ટ્સ માને છે કે બજારનો ટ્રેન્ડ સુધારાતરફી જ છે પરંતુ તેની ઝડપ ખૂબ જ ધીમી હશે અને એવું પણ બને કે નવી ટોચ દર્શાવતાં અગાઉ નિફ્ટી 7,200 કે પછી 7,000 નો સ્તર પણ દર્શાવે . લગભગ છથી નવ મહિના સુધી આ ટ્રેન્ડ ચાલી શકે છે જે દરમિયાન અનેક સેક્ટોરલ શેરોમાં તબક્કાવાર તેજી જોવા મળશે એમ તેઓ જણાવે છે .
હવે પછીનું બજાર સેક્ટર સ્પેસિફિક રહેશે . બેન્ચમાર્ક રેન્જમાં જોવા મળશે જ્યારે લાંબા સમયથી બેન્ચમાર્કની સરખામણીમાં અન્ડરપર્ફોર્મ કરનારાં ક્ષેત્રોમાં એક પછી એક ખરીદી જોવાશે . એમ મુંબઈ સ્થિત પ્રાઇમ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સના ડિરેક્ટર ચિરાયુશ બક્ષી જણાવે છે .
તેઓ જણાવે છે કે બજારની ચાલ ઉપર તરફી જ રહેશે પરંતુ તેની ગતિ ખૂબ ધીમી હશે અને ક્યારેક તે નીચેની બાજુ પણ સરકી શકે છે . તેમના મતે આગામી છથી બાર મહિનામાં નિફ્ટી 8,000 અને ત્યાર બાદ 8,400 નો સ્તર દર્શાવી શકે છે પરંતુ તે અગાઉ ઘણાં કાઉન્ટર્સમાં નોંધપાત્ર તેજી જોવા મળશે . જ્યારે વૈશ્વિક કારણો પાછળ ભારતીય બજારમાં નિફ્ટીમાં 7,200 કે નીચે 7,000 નો સ્તર પણ જોવા મળી શકે . જે સ્તરે લાંબું ટકશે નહીં .
નિફ્ટીએ તેની 2008 ની ટોચને નોંધપાત્ર માર્જિનથી પાછળ રાખી દીધી છે જ્યારે હજુ ઘણા બ્લૂ - ચિપ્સ એવા છે જેણે 2008 ની ટોચને પાર કરવાની બાકી છે . બેન્ચમાર્કમાં કોન્સોલિડેશન દરમિયાન આ શેરો તેમની દોડ દર્શાવશે . એમ બક્ષી જણાવે છે .
આવા શેરોમાં પસંદગીના મેટલ્સ , હાઈડ્રો - કાર્બન , ઇન્ફ્રાસ્ટ્રક્ચર , રિયલ એસ્ટેટ , એફએમસીજી ક્ષેત્રના શેરો હશે એમ તેઓ ઉમેરે છે . ખાનગી બેંકિંગ ક્ષેત્ર તથા જેનેરિક ડ્રગ્ઝ કંપનીઓ પણ તેમનો સુધારો જાળવી શકે છે .
બક્ષી ઉમેરે છે કે વિદેશી રોકાણકારો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નોંધપાત્ર રોકાણ કરી ચૂક્યા છે . જોકે તેઓનું ધ્યાન કેટલાંક અન્ય બજારો તરફ ફંટાઈ રહ્યું છે . જેમાં પોલેન્ડ , આર્જેન્ટિના , મેક્સિકો , નાઇજિરિયા વગેરેનો સમાવેશ થાય છે .
જેથી એવું બને કે તેમની પાસેનાં નાણાં અન્ય બજારોમાં પણ વહેંચાઈ જાય . ‘‘ બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ અને રશિયાનું આકર્ષણ ઓસરી ગયું છે . જોકે ભારત તેમના માટે આકર્ષક છે જ પરંતુ બ્રિક્સ સિવાયના દેશોનું આકર્ષણ પણ વધી રહ્યું છે અને તેથી કેટલોક નાણાપ્રવાહ તે બાજુ વળી શકે છે . એમ બક્ષી ઉમેરે છે . વિદેશી રોકાણકારો અત્યાર સુધીમાં ભારતમાં 20 અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ચૂક્યા છે . જેમાં 9 અબજ ડોલર ઇક્વિટીઝમાં અને 11 અબજ ડોલર ડેટ માર્કેટમાં ગયું છે .
છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોથી જોઈએ તો બજારમાં માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળે છે . બુધવારે બેન્ચમાર્કમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો . જ્યારે ગુરુવારે નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાયેલો રહ્યો હતો જ્યારે પાવર , એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી . એલ્યુમિનિયમ અગ્રણી હિંદાલ્કોએ તેની બાવન સપ્તાહની ટોચ દર્શાવી હતી .

No comments:
Post a Comment