Translate

Wednesday, July 16, 2014

પ્રિયંકા પર ઓવારી ગયું બૉલીવુડ ‘મૅરી કૉમ’

‘ફૅશન’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલી પ્રિયંકા ચોપડાનો ગઈ કાલે ‘મૅરી કૉમ’નો લુક જાહેર થતાંની સાથે જ બૉલીવુડ આખું પ્રિયંકા પર ઓવારી ગયું હતું.

ઑલિમ્પિક-વિનર બૉક્સર મૅરી કૉમની લાઇફ પર આધારિત અને ડિરેક્ટર ઓમંગ કુમારે બનાવેલી આ ફિલ્મમાં પ્રિયંકાએ મૅરી કૉમનું કૅરૅક્ટર કર્યું છે. સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મનું ગઈ કાલે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટર રિલીઝ થતાંની સાથે જ સુપરહિટ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફારાહ ખાનથી લઈને નવી જનરેશનના સ્ટાર્સ આલિયા ભટ્ટ અને અજુર્ન કપૂર સુધીના સૌએ ટ્વિટર અને ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર ભરપેટ વખાણ કયાર઼્ હતાં. ‘મૅરી કૉમ’ના પોસ્ટરમાં પ્રિયંકા ચોપડા બૉક્સિંગ ગ્લવ્ઝ સાથે ચિલ્લાઈ રહી છે, તેના મસલ્સ દેખાય છે અને તેની આંખોમાં ખુન્નસ પણ ભારોભાર ટપકે છે. પ્રિયંકાએ આ રોલની તૈયારી મૅરી કૉમ પાસે જ કરી હતી અને મહિનાઓની ટ્રેઇનિંગ પણ લીધી હતી.

પોસ્ટર જોયા પછી જાણીતા જર્નલિસ્ટ પ્રીતીશ નન્દીની દીકરી અને ફિલ્મ-પ્રોડ્યુસર રંગિતા નન્દીએ પ્રિયંકાની સરખામણી હકારાત્મકપણે કાચિંડા સાથે કરી હતી અને લખ્યું હતું કે પ્રિયંકા કાચિંડા જેવી છે, કૅરૅક્ટરના રંગમાં આસાનીથી ઢળી જાય છે. કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફારાહ ખાન પણ રંગિતા જેટલી જ ખુશ થઈ હતી. તેણે ટ્વિટર પર ટવીટ કર્યું હતું, ‘પ્રિયંકા, મને ફર્સ્ટ લુક બહુ ગમ્યો છે. શું એન્ટ્રી છે...’

સામાન્ય રીતે બે ઍક્ટ્રેસ વચ્ચે મનમાં ઈર્ષા હોય એવું ધારી શકાય, પણ બિપાશા બાસુના મનમાં ‘મૅરી કૉમ’નું પોસ્ટર જોયા પછી કોઈ ઈર્ષા જન્મી નહોતી અને તેણે પણ દિલથી પ્રિયંકાને ટ્વિટર પર કહ્યું હતું, ‘ખરેખર, જબરદસ્ત ફર્સ્ટલુક છે. હવે મારી નજર ‘મૅરી કૉમ’ પર રહેશે. ગુડ લક ડાર્લિંગ...’

‘ગુન્ડે’માં પ્રિયંકા સાથે દેખાયેલા રણવીર સિંહ અને અજુર્ન કપૂર પણ આ પોસ્ટર અને પ્રિયંકાનો લુક જોઈને ખુશ થઈ ગયા હતા. અજુર્ન કપૂરે ટ્વિટર પર લખ્યું હતું, ‘કોઈ કલ્પના પણ ન કરી શકે આ બ્યુટી આ હદે ખતરનાક અને ઘાતક પંચ મારવાની તૈયારી કરશે. ડૅમ ઇટ... ત્રાડ પાડતી બુલબુલ લાગે છે.’

રણવીર સિંહે પણ અજુર્નની વાતમાં સાથ પુરાવ્યો હતો અને લખ્યું હતું, ‘જુઓ, આ છે ત્રાડ પાડતી બુલબુલ...’

આલિયા ભટ્ટે તો નર્દિોષભાવે લખ્યું હતું કે જબરદસ્ત ફર્સ્ટ લુક છે, જે જોઈને મને મારી જાતને (કામની દૃષ્ટિએ) પંચ મારવાનું મન થાય છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports