બેન્ક
ઓફ
અમેરિકા
મેરિલ
લિન્ચના
હેડ
રિસર્ચ
જ્યોતિવર્ધન
જયપુરિયાએ
ET NOW
સાથેના
ખાસ
ઈન્ટરવ્યૂમાં
બજાર
અને
બજેટ
અંગે
તેમની
ધારણા
અને
અપેક્ષા
જણાવી
હતી
.
સેન્સેક્સમાં 6-7 ટકાની તેજીની રહેતા વર્ષાંતે બીએસઈ સેન્સેક્સ 27,000 ને સ્પર્શે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી . શેરબજારની દ્રષ્ટિએ આ વર્ષનું બજેટ કેટલું મહત્ત્વનું રહેશે તેવું પૂછતા જયપુરિયાએ જણાવ્યું હતું કે બજેટથી આપણે વધુ પડતી અપેક્ષા રાખી રહ્યા છીએ કારણ કે , દેશના અર્થતંત્રને આગળ ધપાવવા માટેના કેટલાક રિફોર્મ બજેટનો હિસ્સો નહીં હોય .
બજેટ ફિસ્કલ કોન્સોલિડેશનની દ્રષ્ટિએ મદદરૂપ થશે જેથી તે હેતુ પુરતું તેનું મહત્ત્વ વધુ ગણી શકાશે . કેન્દ્રમાં સત્તારૂઢ થયેલી નવી સરકાર ચાલુ નાણા વર્ષમાં અર્થતંત્રને વેગ આપવા માટેના આયોજનો કરી શકશે નહીં કારણ કે ભંડોળના અભાવે મોટાપાયે મૂડીખર્ચ શક્ય નથી .
બજેટમાં ટેક્સમાં મોટાપાયે રાહતો એ જુદો પ્રશ્ન છે પરંતુ લોકપ્રિય પગલાંની શક્યતા ઓછી જણાય છે . જીએસટી અંગે જયપુરિયાએ જણાવ્યું હતું કે તેના અમલ થવામાં એક વર્ષ કરતા વધુનો સમય લાગી શકે છે . જો કે તે આ બજેટનો ભાગ નહીં હોય પરંતુ આ મુદ્દે નાણાં પ્રધાને રાજ્યો સાથે મળીને યોગ્ય આયોજન કરવાની જરૂર જણાય છે .
શેરબજારમાં ચીપ નથી અને ઘણું સારું પ્રદર્શન જોવા મળે છે . અર્થતંત્રમાં ઘટાડો હવે તળિયે પહોંચ્યો છે . આગામી ત્રણ વર્ષમાં અર્થતંત્રમાં સુધારો થશે . દરમિયાન કેન્દ્રમાં 30 વર્ષ બાદ સ્પષ્ટ જનાદેશ સાથેની સરકાર રચાઈ છે જે રીફોર્મની અપેક્ષા પર ખરી ઉતરશે તેવી આશા છે . આ બન્ને પરિબળોથી બજારમાં પ્રવર્તમાન ઝડપ કરતા વધુ ઝડપે અર્થતંત્ર વેગ પકડશે તેવો વિશ્વાસ જોવા મળે છે .
કમાણીમાં વૃદ્ધિનું ચિત્ર બદલાતા હાલના સ્તર કરતા ઘણું ઉંચું રહી શકે છે . લાંબા ગાળા માટે બજારનો રૂખ સારો જણાય છે . પ્રી અને પોસ્ટ ઈલેક્શન રેલી રહ્યા બાદ બજારમાં કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળી શકે છે જેમાં બજાર રેન્જબાઉન્ડ રહેશે . સાર્વત્રિક તેજીનો ઉન્માદ રહેતા ડીસેમ્બર અંત સુધીમાં સેન્સેક્સ નવી ટોચે જોવા મળી શકે છે .

No comments:
Post a Comment