Translate

Wednesday, July 30, 2014

દરેક ઘરમાં બે બૅન્ક-અકાઉન્ટ્સનું લક્ષ્ય

૧૫ કરોડ લોકોને આવરી લેવામાં આવશે : સ્વાવલંબન હેઠળ ઇન્શ્યૉરન્સ-પેન્શન સ્કીમ : દેશના આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગ માટે વ્યાપક ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન કાર્યક્રમનો ૧૫ ઑગસ્ટથી અમલ



ભારત સરકાર એનો ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન કાર્યક્રમ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ કાર્યક્રમ હેઠળ સરકાર ઑગસ્ટ ૨૦૧૮ સુધીમાં રૂપિયા ૫૦૦૦ની ઓવરડ્રાફ્ટ ફૅસિલિટી સાથે ૧૫ કરોડ લોકોને બેસિક બૅન્ક અકાઉન્ટ્સની સુવિધા પૂરી પાડશે. આ કાર્યક્રમનો અમલ બે તબક્કામાં કરવામાં આવશે.

ફાઇનૅન્સ મિનિસ્ટ્રીના અહેવાલ મુજબ દરેક ઘરમાં બૅન્ક-અકાઉન્ટ હશે અને ખાસ કરીને નબળા વર્ગને ફોકસ કરવામાં આવશે; જેમાં મજૂરો, મહિલાઓ અને નાના-મધ્યમ ખેડૂતોને આવરી લેવામાં આવશે. આ કૅમ્પેન હેઠળ ગ્રામ્ય તેમ જ શહેરી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે.

પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં દરેક વ્યક્તિને બેસિક બૅન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાશે, જેમાં રૂપિયા ૫૦૦૦ સુધીની ઓવરડ્રાફટ ફૅસિલિટી પણ હશે. આ કાર્ય સફળતાપૂર્વક પૂરું થયાના એક વર્ષમાં બીજો તબક્કો અમલમાં મુકાશે.

સરકાર આ દરેકને રૂપે ડેબિટ કાર્ડ ઇશ્યુ કરશે, જેમાં રૂપિયા એક લાખ સુધીનું વીમા કવરેજ પણ સામેલ હશે. એ ઉપરાંત સરકાર ઓવરડ્રાફ્ટ ફૅસિલિટીના ડિફૉલ્ટર્સ સામે ક્રેડિટ ગૅરન્ટી ફન્ડ પણ સ્થાપશે.

નાણાખાતાના દસ્તાવેજ મુજબ પ્રથમ તબક્કાનો કાર્યક્રમ ૧૫ ઑગસ્ટથી શરૂ થઈ આવતા ઑગસ્ટ સુધી ચાલશે. ત્યાર બાદ ૨૦૧૫થી ૨૦૧૮ દરમ્યાન આ વર્ગને સ્વાવલંબન જેવી માઇક્રો ઇન્શ્યૉરન્સ અને પેન્શન સ્કીમ પૂરી પડાશે.

વર્તમાનમાં દેશમાં બૅન્કોનું બ્રાન્ચ નેટવર્ક ૧.૧૫ લાખ જેટલું છે, જ્યારે ATM (ઑટોમેટેડ ટેલર મશીન) નેટવર્ક ૧.૬૦ લાખ જેટલું છે. આમાંથી ૪૩,૦૦૦ બૅન્ક નેટવર્ક અને ૨૩,૦૦૦ ATM નેટવર્ક ગ્રામ્ય વિસ્તારોમાં છે. બજેટમાં સરકારે ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન માટે વ્યાપક કાર્યક્રમની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપ ૧૫ ઑગસ્ટથી એનો અમલ શરૂ થશે. સરકાર દરેક ઘરમાં ઓછામાં ઓછાં બે બૅન્ક-અકાઉન્ટ હોવાનું લક્ષ્ય રાખે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports