બ્રિક્સ શિખર સંમેલનમાં પણ વિકાસની જ વાત કરશે મોદી, મંગળવારે યોજાનારા
સંમેલનમાં બ્રિક્સ ડેવલપમેન્ટ બૅન્કના મુદ્દે થશે ચર્ચા : એનું હેડક્વૉર્ટર
દિલ્હીમાં બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે
પાંચ દેશોના બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બ્રાઝિલ જવા રવાના થયા હતા. ૧૫ અને ૧૬ જુલાઈએ બ્રિક્સ દેશોની છઠ્ઠું શિખર સંમેલન બ્રાઝિલમાં ફોર્ટા લેજા અને બ્રાઝિલિયામાં યોજાશે. આ બ્રિક્સ દેશોમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ચીન અને રશિયાનો સમાવેશ છે. વડા પ્રધાન ગઈ કાલે સવારે બર્લિન જવા રવાના થયા હતા અને સાંજે પહોંચી ગયા હતા. ઓવરનાઇટ સ્ટે કરીને તેઓ આજે બ્રાઝિલ પહોંચશે.
આ સંમેલનમાં બ્રિક્સ દેશો માટે જરૂરી ગણાતી બ્રિક્સ ડેવલપમેન્ટ બૅન્કની સ્થાપના અને કન્ટિન્જન્ટ રિઝર્વ અરેન્જમેન્ટનો મુદ્દો ચર્ચાશે. આ બૅન્કનું કૉર્પસ ફન્ડ ૧૦૦ મિલ્યન ડૉલર (આશરે ૬૦૦ કરોડ રૂપિયા) છે. એ બ્રિક્સ દેશો અને બીજા ડેવલપિંગ દેશોમાં વિકાસનાં કામો માટે મદદ કરશે. આ બૅન્કનું હેડક્વૉર્ટર નવી દિલ્હી કે શાંઘાઈમાં રાખવામાં આવે એવી શક્યતા છે. નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં એનું હેડક્વૉર્ટર બને એવી ઇચ્છા રાખે છે.
૨૬ મેના રોજ વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર બહુપક્ષીય દેશોના સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ પાંચ દેશોમાં ક્ષેત્રીય પડકારો અને સુરક્ષાના વિષયે ચર્ચા થશે અને આ દેશો એમના વિકાસ માટે પ્રયાસ કરી રહ્યા છે.’
આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રેસિડન્ટ ઝી જિનપિંગ, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન, સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમા અને બ્રાઝિલના પ્રેસિડન્ટ ડિલ્મા રુસેફને મળશે. મંગળવારે ફોર્ટા લેજામાં બ્રિક્સ સંમેલન થશે અને ૧૬ જુલાઈએ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં સાઉથ અમેરિકાના ૧૧ દેશોના વડાઓ સાથેની બેઠકમાં મોદી ઉપસ્થિત રહેશે.
વડા પ્રધાન સાથે સ્ટેટ ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર એ. કે. ડોવાલ, વિદેશ સેક્રેટરી સુજાતા સિંહ અને ફાઇનૅન્સ સેક્રેટરી અરવિંદ માયારામનું બનેલું પ્રતિનિધિમંડળ પણ રવાના થયું છે.

No comments:
Post a Comment