Translate

Friday, July 11, 2014

ઈન્ફોસિસનો Q1 ચોખ્ખો નફો રૂ.2886 કરોડ

ભારતની બીજા ક્રમની મોટી સોફ્ટવેર નિકાસકાર ;
ઈન્ફોસિસે
30 જૂન , 2014 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષાથી સારો નફો કર્યો છે જ્યારે કંપનીએ અપેક્ષા પ્રમાણેની આવક નોંધાવી છે .

સૂચિતગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 3.5 ટકા ઘટીને 2,886 કરોડ રૂપિયા નોંધાયો છે જે , અગાઉના ક્વાર્ટરમાં 2,992 કરોડ રૂપિયા હતો .

ET કંપની પ્રથમ ક્વાર્ટરમાં 2,653 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવશે તેવો અંદાજ દર્શાવ્યો હતો . આમ કંપની અપેક્ષાથી સારી કામગીરી કરી શકી છે .

કંપનીની વેચાણ આવક ગાળામાં લગભગ સ્થિર રહી છે . કંપનીની આવક 0.8 ટકાના સાધારણ ઘટાડા સાથે 12 , 770 કરોડ રૂપિયા નોંધાઈ છે જે , અગાઉના ક્વાર્ટરમાં 12 , 875 કરોડ રૂપિયા હતી .

જોકે , યુરોપમાં સારી કામગીરી અને કાર્યક્ષમતામાં સુધારા દ્વારા કંપનીએ અગાઉના વર્ષના સમાનગાળાના 2,374 કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની સરખામણીમાં 21.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

કંપનીની સંગઠિત આવક 12,770 કરોડ રૂપિયા થઈ છે જે , એક વર્ષ અગાઉની 11,267 કરોડ રૂપિયાની આવકની સરખામણીમાં 13.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ચાલુ નાણાકીય વર્ષના અંતે કંપની તેની આવકમાં ડોલરમાં 7-9 ટકા જ્યારે રૂપિયામાં 5.6-7.6 ટકાની વૃદ્ધિની અપેક્ષા સેવી રહી છે.

જોકે , આ અંદાજ નાસકોમમા આ ઉદ્યોગના 13-15 ટકાના વિકાસદરના લક્ષ્યાંકની (ડોલરમાં) સરખામણીમાં ઘણો નીચો છે.

અમે અમારા ગ્રાહકોને સારી સેવા આપીને અમારી ક્ષમતાનો પરિચય આપ્યો છે અને તેથી અમે ભવિષ્યમાં પણ સતત અમારા ગ્રાહકોનો વિશ્વાસ જીતતા રહીશું , તેમ કંપનીના CEO અને MD શિબુલાલે જણાવ્યું હતું.

કંપનીએ વધુ 11,506 નવા કર્મચારીઓની ભરતી કરતાં હવે કંપનીના કર્મચારીઓનું સંખ્યાબળ વધીને 1,61,284 થયું છે. જોકે , આ સમયગાળામાં કંપનીને 19.5 જેટલા ઊંચા એટ્રીશન રેટ (કામ છોડી જતાં કર્મચારીઓનો દર)નો સામનો કરવો પડ્યો હતો.

આજે સવારે મુંબઈ શેરબજારમાં કંપનીના શેરનું 1.19 ટકાના ઉછાળા સાથે 3,332 રૂપિયાની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports