Translate

Monday, July 7, 2014

ભૂલ કો ફૂલ સમઝકર ભૂલ જાઓ

ભૂલ કો ફૂલ સમઝકર ભૂલ જાઓગુજરાતીમાં કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. માનવી ગમે તે ઉંમરનો હોય તો પણ તે ભૂલ કરી બેસે છે. ભૂલ થવી એ એક સામાન્ય બાબત છે. પણ વ્યક્તિ પોતે જ જ્યારે પોતાની ભૂલને પચાવી શક્તો નથી ત્યારે સમસ્યા સર્જાય છે. ભૂલ કર્યા બાદ જે તે વ્યક્તિ તેનો કેવો પ્રત્યાઘાત આપે છે તે બાબત જાણવી રસપ્રદ છે.

કોઈ વ્યક્તિ ભૂલ કર્યા બાદ નિષ્ફળતાના ભયથી પીડાય છે કે તે પોતે જ ચીડ કે ગુસ્સો દર્શાવે છે. ક્યારેક કોઈ વ્યક્તિ ભૂલ કર્યા બાદ પોતાને શરમજનક સ્થિતિમાં મહેસુસ કરે છે તો કેટલાક લોકો ભૂલ કર્યા બાદ બમણો ગુસ્સો કરતાં હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમે ભૂલ કરી છે ત્યારે જાણે તે આ વાત સાંખી શક્તો ન હોય તેવી રીતે વર્તન કરે છે અથવા તો જાણે પોતાના પર કોઈએ આક્ષેપ કર્યો હોય તેમ સમજીને ઉશ્કેરાઈ જાય છે. ઘણા લોકો જવાબદારીથી બચવા તેમની ભૂલ છાવરવાનો પ્રયાસ કરે છે તો કેટલાંક લોકો ભૂલ કરી હોવા છતાં એ વાતનો સ્વીકાર કરવા તૈયાર હોતા નથી. કેટલાંક લોકો તો વળી પોતાની ભૂલ માટે દોષનો ટોપલો અન્ય કોઈ વ્યક્તિ પર નાખી પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરે છે.

ભૂલનો સહજતાથી સ્વીકાર કરવાને બદલે આ પ્રકારની હરકતોથી હાલ પૂરતી તમારી સમસ્યા ટળી શકે છે પણ તમારા વ્યક્તિત્વ પર અને શરીર પર લાબા ગાળે તેની ઘણી પ્રતિકૂળ અસર થઈ શકે છે. તમારી ભૂલ અંગેની નકારાત્મ્ક પ્રતિક્રિયાથી ભવિષ્યમાં તમે નબળા તેમજ બિન અસરકારક માનવી બની શકો છો.
પણ સત્ય એ છે કે ભૂલ તો શીખવા માટેનું પ્લેટફોર્મ પુરું પાડે છે. પહેલાં તો તમે એ તપાસ કરો કે શું થયું અને ક્યાં અને કઈ રીતે કાચું કપાયું. ભૂલ અનવે જવાબદારીનો સહજ સ્વીકાર કરો અને ભૂલ બદલ માફી માગો. અન્ય સંકળાયેલા લોકો સામે તમે ભૂલનો સ્વીકાર ન કરો તેનાથી તમારી ઈમેજ ખરડાશે. જો તમે તમારી ભૂલનો સ્વીકાર કરશો તો લોકો તમને માફ પણ કરી દેશે. તમારે તમારી જાત સાથે પ્રમાણિક બનવું જોઈએ. ભૂલ કરી હોવાથી મોટો ગુનો કર્યો હોય તેવું કે ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂર નથી. ભૂલ કઈ રીતે થઈ અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની કાળજી રાખવાથી તમે તમારા વ્યક્તિત્વમાં પણ મોટો સુધારો કરી શકો છો.
ભૂલ કર્યા બાદની સ્થિતિ હાથ ધરવાની ઉપયોગી ટિપ્સ
ભૂલનો સ્વીકાર કર્યા બાદ ભવિષ્યમાં તમારે આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. તમે જ્યાં સુધી આ વિશ્વમાં જીવશો ત્યાં સુધી કોઈને કોઈ ભૂલ તો કરતાં જ રહેશો તેથી ભૂલ કર્યા બાદ શરમજનક સ્થિતિમાં મૂકાવાને બદલે હિંમતપૂર્વક તેનો સ્વીકાર કરવો જોઈએ. ભૂલ થઈ ગઈ હોવાની વાતના રટણથી કંઈ વળતું નથી એ વાત ખાસ યાદ રાખો અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનો જ વિચાર કરો. એક રીતે જોઈએ તો ભૂલ જ ડહાપણ કેળવવા માટેનો અસરકારક પાઠ છે.
 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports