રેલવે-બજેટમાં આ વખતે જૈન સમાજને પણ ખુશ રાખવાનો પ્રયાસ થયો છે. ગઈ કાલે
બજેટમાં મુંબઈથી પાલિતાણા સીધી ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ દોડાવવામાં આવશે. ભાવનગર એક્સપ્રેસ શરૂ થઈ ત્યારથી જૈનોની પાલિતાણા સુધી સીધી ટ્રેનની માગણી હતી. આ ટ્રેનમાં સોનગઢ ઊતરીને મોંઘા ભાવની રિક્ષા કરીને કે અન્ય વાહનો દ્વારા જૈનો તેમના ર્તીથધામ પાલિતાણા જતા હતા. હવે ડાયરેક્ટ પાલિતાણા ટ્રેન થવાથી જૈનોને રાહત થઈ છે. આમ છતાં આ ટ્રેન ફક્ત અઠવાડિયામાં એક વાર જ દોડશે એ જાહેરાતથી જૈનો નારાજ પણ છે. આ ટ્રેનને શત્રુંજય એક્સપે્રસ નામ આપવામાં આવે એવો ઈશાન મુંબઈના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ રેલવેપ્રધાનને ગઈ કાલે પત્ર મોકલ્યો હતો.

No comments:
Post a Comment