બજેટ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું અને જૅપનીઝ એજન્સી રોકાણ માટેય તૈયાર :
કેટલાય વખતથી વાતો સંભળાય છે, પણ હજી ગાડી પાટે ચડતાં ત્રણેક વર્ષ તો લાગી
શકે : ભાડું પણ વાજબી હશે અને સ્ટૉપ માત્ર પાંચ હશે
દેશની આર્થિક રાજધાની મુંબઈના મોભાને છાજે એવી રીતે રેલવે મિનિસ્ટર સદાનંદ ગૌડાએ ગઈ કાલે રેલવે-બજેટમાં દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી દોડાવવાની જાહેરાત કરી હતી.
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કેટલાય સમયથી હવામાં ઘૂમરાઈ રહી છે ત્યારે એ પણ જાણી લો કે આ બુલેટ ટ્રેન માયાનગરી મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)થી ગુજરાતના વાઇબ્રન્ટ મેગા સિટી અમદાવાદ સુધીનું અંતર માત્ર ચાર કલાકમાં કાપશે. રેલવેએ વિચારેલો આ પ્રોજેક્ટ આખરે છે શું એની માહિતી ‘મિડ-ડે’ને મળી હતી.
રૂટ
દેશની પ્રથમ હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે અને એ માટે મુંબઈના BKCમાં ટર્મિનસ બનાવવાનું કારણ એ છે કે મુંબઈનું આ બિઝનેસ-હબ સેન્ટ્રલ અને વેસ્ટર્ન એમ બન્ને લોકલ ટ્રેન નેટવર્ક, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને મેટ્રો કૉરિડોર સહિતની પબ્લિક ટ્રાન્સર્પોટ સર્વિસિસ સાથે સરળતાથી જોડી શકાય એટલા નજીકના અને કેન્દ્રીય સ્થાને છે. રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે આને કારણે બુલેટ ટ્રેનના પ્રવાસીઓ સરળતાથી મુંબઈ અને સબબ્ર્સના કોઈ પણ ખૂણે આસાનીથી આવ-જા કરી શકશે.
પહેલાં એ પણ જાણી લો કે બુલેટ ટ્રેનનો મોટા ભાગનો રૂટ મેટ્રોની જેમ એલિવેટેડ હશે અને BKC પછી એનું પહેલું સ્ટૉપ થાણે-દિવા ઝોનમાં હશે જેથી સેન્ટ્રલ સબબ્ર્સ અને થાણે તેમ જ નવી મુંબઈના લોકો પણ એમાં આસાનીથી પ્રવાસ કરી શકે. હાલમાં આ ઝોનમાં લૅન્ડ સર્વે થઈ રહ્યા છે એવી માહિતી આપતાં રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે આ સ્ટૉપ થાણે-પનવેલ ટ્રાન્સ હાર્બર રેલવે-લાઇનને પણ જોડતું હશે અને સેન્ટ્રલ રેલવેના
લોકલ રેલવે-સ્ટેશનની નજીકમાં હશે.
ત્યાંથી આગળ વધીને બુલેટ ટ્રેન વેસ્ટર્ન રેલવેના રૂટ તરફ આગળ વધશે અને વિરાર નજીક એક સ્ટૉપ કરશે. મળતી માહિતી પ્રમાણે ત્યાંથી આગળ વધીને બુલેટ ટ્રેન બોઇસર અને પાલઘર વચ્ચે તેમ જ ત્યાર બાદ મહારાષ્ટ્રની બૉર્ડરે ગુજરાતની હદમાં પહેલાં બિઝનેસ-હબ વાપીમાં સ્ટૉપ કરશે. ત્યાર બાદ બુલેટ ટ્રેન વલસાડ સ્ટૉપ કરીને મુંબઈથી અમદાવાદમાં સાબરમતી સુધીની સફર ચાર જ કલાકમાં કરાવશે.
પૈસા ક્યાંથી આવશે?
આ પ્રોજેક્ટમાં જૅપનીઝ ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (JICA) ફન્ડ આપવાની છે જે હાલમાં આ પ્રોજેક્ટનાં ટેક્નિકલ અને ફાઇનૅન્શિયલ પાસાંનો અભ્યાસ કરી રહી છે. આ એજન્સીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોરના વિવિધ સ્ટડી ચાલી રહ્યા છે. જૂન ૨૦૧૫ સુધીમાં અમે ઇન્ડિયન રેલવેઝને આ સંબંધી રિપોર્ટ સુપરત કરી દઈશું.’
કોચિસ અને ટ્રેન તેમ જ ક્ષમતા
બુલેટ ટ્રેનમાં ઍરોડાયનૅમિક કોચ વપરાય છે જે જર્મનીની લિન્કે હૉફમૅન બુશ બનાવે છે, પરંતુ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની સંખ્યા કેટલી હશે અને એમાં કેટલા કોચ હશે એની સ્પષ્ટતા નથી છતાં કુલ ૮૦૦ પૅસેન્જરની ક્ષમતાવાળી ૧૨ કોચની બુલેટ ટ્રેનની વાતો સંભળાઈ રહી છે.
બુલેટ ટ્રેનના કોચિસમાં વાઇ-ફાઇની સગવડ હોય છે એથી પૅસેન્જરો પોતાના સ્માર્ટફોનથી ઈ-મેઇલ, મેસેજ કરીને ફૂડ સુધ્ધાં મગાવી શકે છે. આ ક્વૉલિટી ફૂડ માટે રેલવે કોઈ પ્રતિષ્ઠિત કંપની સાથે ટાઇ-અપ કરશે. વધુ ને વધુ પ્રવાસીઓ સમાવી શકાય એ માટે કોચિસમાં ચૅરકારની સિટિંગ અરેન્જમેન્ટ હશે.
૫૨૦
આટલાં કિલોમીટરનો કુલ કૉરિડોર
૩૫૦
આટલાં કિલોમીટર પ્રતિ
કલાકની મૅક્સિમમ સ્પીડે બુલેટ ટ્રેન દોડશે
૮
હાલમાં સરેરાશ આટલા કલાકે મુંબઈથી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પહોંચે છે
૩-૪
આટલા કલાકમાં બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ પહોંચશે
૬
આટલાં લોકેશનમાં બુલેટ ટ્રેનના સ્ટેશનની પ્રપોઝલ છે
૫
આટલાં સ્ટેશન હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન કૉરિડોરમાં હશે
૫૦-૧૦૦
પ્રત્યેક બે સ્ટેશન વચ્ચે આટલાં કિલોમીટરનું અંતર હશે
૬૦,૦૦૦
લગભગ આટલા કરોડ રૂપિયા આ પ્રોજેક્ટનું બજેટ
૧૦૦
આટલા કરોડ રૂપિયા શરૂઆતમાં ફાળવવામાં આવશે
હાલમાં વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન સર્વિસિસ
શાંઘાઈ મૅગ્લેવ : એપ્રિલ ૨૦૦૪માં ચીનમાં શરૂ થયેલી વિશ્વની આ સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન મૅક્સિમમ ૪૩૦ અને સરેરાશ ૨૫૧ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે.
હાર્મની ઘ્ય્ણ્ ૩૮૦ખ્ : ચીનમાં જ બીજિંગથી શાંઘાઈ વચ્ચે ૨૦૧૦થી દોડતી થયેલી આ બુલેટ ટ્રેન વિશ્વની બીજા નંબરની ફાસ્ટ બુલેટ ટ્રેન છે અને એ મૅક્સિમમ ૩૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે.
ખ્ઞ્સ્ ઇટાલો : એપ્રિલ ૨૦૧૨માં ઇટલીમાં શરૂ થયેલી આ પ્રથમ બુલેટ ટ્રેન છે. એની મૅક્સિમમ સ્પીડ ૩૬૦ કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ ૨૦૦૭માં આ સિરીઝની ટ્રેને ૫૭૪ કિલોમીટર પ્રતિ કલાકનો રેકૉર્ડ તોડ્યો હતો. ઇટલીમાં નાપોલી-રોમા-ફિરેન્ઝે-બોલોગ્ના-મિલાનો કૉરિડોરમાં આ ટ્રેન દોડે છે.
ટિકિટ કેટલી?
જોકે બુલેટ ટ્રેનમાં ટિકિટના દર સસ્તા રાખી શકાય, કેમ કે બુલેટ ટ્રેનમાં ભાડું એક સામાન્ય ટ્રેનના ફસ્ર્ટ ક્લાસ ઍર-કન્ડિશન્ડ કોચના ભાડા જેટલું જ રાખી શકાય છે.
બુલેટ ટ્રેનના અન્ય પ્રસ્તાવિત કૉરિડોર
દિલ્હી-આગરા-પટના
હાવરા-હલ્દિયા
ચેન્નઈ-બૅન્ગલોર-તિરુવનંતપુરમ
દિલ્હી-અમિ્રતસર

No comments:
Post a Comment