1957: ટી ટી કૃષ્ણામાચારી
કૉંગ્રેસ સરકારમાં તત્કાલીન નાણાંમંત્રી ટી ટી કૃષ્ણામાચારી એ 15મી મે 1957ના રોજ આ બજેટ રજૂ કર્યું.
બજેટમાં ખાસ : આયાત માટે લાઇસન્સ જરૂરી કરી દીધું. નૉન-કોર
પ્રોજેક્ટસ માટે બજેટની વહેંચણી (બજેટ એલોકેશન) પાછું લઇ લીધું.
નિકાસકારોને સુરક્ષા આપવાની દ્રષ્ટિથી એક્સુપોર્ટ રિસ્ક ઇન્શયોરન્સ
કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય કર્યો.
વેલ્થ ટેક્સ લગાવ્યો. એક્સાઇઝ ડ્યૂટીને 400 ટકા સુધી વધારી દીધી હતી.
એક્ટિવ ઇનકમ (સેલરી અને બિઝનેસ) અને પેસિવ ઇનકમ (વ્યાજ અને ભાડાં)માં ફરક
કરવાની પહેલી કોરિષ થઇ. ઇનકમ ટેક્સ રેટને વધારી દીધો.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : આયાત પર મર્યાદાઓ અને ટેકના ઊંચા દરના લીધે કેટલીય વસ્તુઓમાં ગડબડી જોવા મળી. બહારથી લોન લેવી મુશ્કેલ થઇ ગઇ.
---------------------------------------------------------------------------------------
1947: આર ષણમુખમ શેટ્ટી
ભારતના પહેલાં નાણાં મંત્રી આર.ષણમુખમ શેટ્ટીએ 26મી નવેમ્બર 1947ના રોજ પહેલું બજેટ રજૂ કર્યું.
બજેટમાં ખાસ : સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ હોવાના લીધે તે
પોતાનામાં જ ઘણું ખાસ હતું. આ બજેટમાં સાડા સાત મહિના (15 ઓગસ્ટ 1947 થી
31મી માર્ચ 1948 સુધી)નું સામેલ કરાયું હતું.
આ બજેટ દેશના અર્થતંત્રની સમીક્ષાના રૂપમાં રજૂ કરાયું હતું અને તેમાં
કોઇ નવા ટેક્સ પ્રસ્તાવિત કરાયા નહોતા. કારણ એ હતું કે નાણાંકીય વર્ષ
1948-49ના બજેટમાં ફક્ત 95 દિવસ બાકી હતા. નાણાંકીય વર્ષમાં બાકીના સમય
માટે નવી દિલ્હીને અધિકૃત કરી શકાતું હતું, પરંતુ વાત એવીહતી કે નવા આઝાગ
થયેલા દેશ માટે પહેલું બજેટ ઝડપથી રજૂ કરવું જોઇએ.
1951: જૉન મથાઇ
કૉંગ્રેસ સરકારમાં નાણાં મંત્રી બનનાર જૉન મથાઇએ 28મી ફેબ્રુઆરી 1950ના રોજ ગણતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું.
કૉંગ્રેસ સરકારમાં નાણાં મંત્રી બનનાર જૉન મથાઇએ 28મી ફેબ્રુઆરી 1950ના રોજ ગણતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું.
બજેટમાં ખાસ : આ બજેટમાં આયોજન પંચ બનાવા માટે રોડમેપ તૈયાર
કરાયો હતો. સાથો સાથ સ્વતંત્રતા બાદ ઉંચા ફુગાવા, ઊંચા મૂડી ખર્ચ, નીચી
બચત, રોકાણ અને નીચા ઉત્પાદન સ્તર જેવી વસ્તુઓને ધ્યાનમાં લેવાઇ હતી.
કેવી રીતે બદલી ભારતની તસવીર : ભારતીય વિકાસના મોડલનો શ્રેય કે દોષ, જે પણ કહેવાય, પ્લાનિંગ કમિશનને જાય છે.
1968: મોરારજી રણછોડજી દેસાઇ
આ બજેટ તત્કાલીન નાણાંમંત્રી મોરારજી રણછોડજી દેસાઇએ 29મી ફેબ્રુઆરી 1968ના રોજ રજૂ કર્યું હતું.
આ બજેટ તત્કાલીન નાણાંમંત્રી મોરારજી રણછોડજી દેસાઇએ 29મી ફેબ્રુઆરી 1968ના રોજ રજૂ કર્યું હતું.
બજેટના નિર્ણય : ગુડઝ ઉત્પાદકોને ફેકટરી ગેટ પર જ આબકારી વિભાગ
દ્વારા મૂલ્યાંક કરાવાનું અને સ્ટેમપની જરૂરિયાતને ખત્મ કરી દીધી અને
ઉત્પાદરો માટે જાતે મૂલ્યાંકનની સિસ્ટમ તૈયાર કરાઇ. આ સિસ્ટ આજે પણ ચાલુ
છે.
કેવી રીતે ભારતની તસવીર બદલી : આનાથી ઉત્પાદકોને પ્રોત્સાહન મળ્યું, જે ભવિષ્યમાં ભારતના વિકાસ માટે સારું પગલું સાબિત થયું.
વર્ષ 1973 : યશવંતરાય ચૌહાણ
નાણાં મંત્રી યશવંતરાવ બી ચૌહાણએ 28મી ફેબ્રુઆરી 1973ના રોજ બજેટ રજૂ કર્યું
બજેટનો નિર્ણય : સામાન્ય વીમા કંપનીઓ, ભારતીય કોપર કોર્પોરેશન,
અને કોલ માઇન્સના રાષ્ટ્રીયકરણ માટે 56 કરોડ રૂપિયા એકત્ર કર્યા. 1973-74
માટે બજેટમાં અંદાજીત ખોટ 550 કરોડ રૂપિયાની હતી.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : કહેવાય છે કે કોલસાની ખાણનું
રાષ્ટ્રીયકરણ કરાતા લાંબા ગાળાની દ્રષ્ટિથી ખરાબ અસર પડી. કોલસા પર સંપૂર્ણ
અધિકાર સરકારનો થઇ ગયો અને તેનાથી બજારમાં હરિફાઇ માટે કોઇ જગ્યા બચી નહી.
આ સિવાય ઉત્પાદન અને તેની નવી ટેકનોલોજી માટે પણ વધુ જગ્યા બની શકે, ભારત
છેલ્લાં 40 વર્ષથી કોલસાની આયાત કરી રહ્યું છે.
1986: વીપી સિંહ
કૉંગ્રેસ સરકારના તત્કાલીન નાણાં મંત્રી વીપી સિંહે 28મી ફેબ્રુઆરી1986ના રોજ બજેટ રજૂ કર્યું.
કૉંગ્રેસ સરકારના તત્કાલીન નાણાં મંત્રી વીપી સિંહે 28મી ફેબ્રુઆરી1986ના રોજ બજેટ રજૂ કર્યું.
બજેટનો નિર્ણય : માલના છેલ્લાં ભાવ પર ટેક્સની વ્યાપક અસરને
ઓછી કરવાની દ્રષ્ટિથી MODVAT ક્રેડિટ લાવામાં આવી. તેમાં કાચામાલ પર કરાયેલ
ટેક્સની ચૂકવણીની રકમને છેલ્લી પ્રોડક્ટ પર ટેક્સમાંથી હટાવી લેવાઇ.
પ્રોડક્ટની ક્ષતિપૂર્તિ માટે આ યોજનાને લાગૂ કરાઇ.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : અપ્રત્યક્ષ કરોના સંદર્ભમાં
સુધારાને લઇને આ એક મોટું પગલું હતું. 2004ની સાલમાં સર્વિસ ટેક્સ અને
આબકારીની વચ્ચે પહેલી વખત ક્રોસ ક્રેડિટ લાગૂ કરવાથી ભારતીય ઇન્ડસ્ટ્રીઝને
ઘણું બળ મળ્યું.
1987: રાજીવ ગાંધી
તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ 28મી ફેબ્રુઆરી 1987ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું
તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ 28મી ફેબ્રુઆરી 1987ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું
બજેટના નિર્ણય : મિનિમમ કોર્પોરેટ ટેક્સનાના સંબંધમાં એક
અગત્યનો નિર્ણય લેવાયો. આ બજેટમાં મિનિમમ કોર્પોરેટ ટેક્સ, જેને આજે એમએટી
(MAT) કે મિનિમમ અલ્ટર્નેસ ટેક્સ (Minimum Alternate Tax)ના નામથી ઓળખાય
છે. તેનો મુખ્ય ઉદેશ આ કંપનીઓની ટેક્સ મર્યાદામાં લાવવાનો હતો, જે મોટો નફો
કમાતી હતી અને ટેક્સથી બચતી હતી.
કેવી રીતે બદલી ભારતની તસવીર : તેમાંથી 75 કરોડ રૂપિયાનો સંગ્રહ કરવાની યોજના હતી, પરંતુ આજે આ સરકારની આવકનો મોટો સ્ત્રોત બની ચૂકવ્યો છે.
1991 : મનમોહન સિંહ
તત્કાલીન નાણાં મંત્રી મનમોહન સિંહે 24મી જૂલાઇ 1991ના રોજ આ બજેટ રજૂ કર્યું.
તત્કાલીન નાણાં મંત્રી મનમોહન સિંહે 24મી જૂલાઇ 1991ના રોજ આ બજેટ રજૂ કર્યું.
બજેટનો નિર્ણય : આયાત-નિકાસ નીતિમાં ઘણા સુધારા કર્યા. આયાત
માટે લાઇસન્સની પ્રક્રિયાને સરળ બનાવી, વધુમાં વધુ નિકાસ કરી અને આયાતને
જરૂરિયાત પ્રમાણે રાખવા અંગે યોજના બનાવી જેથી કરીને ભારતને વિદેશોમાંથી
કોમ્પટીશન મળે. કસ્ટમ ડ્યૂટી 220 ટકાથી ઘટાડીને 150 ટકા કરી દેવાઇ, જે એક
મોટો ફેરફાર હતો.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતા દેશોમાં સામેલ છે.
1997: પી.ચિદમ્બરમ
તત્કાલીન નાણાં મંત્રી પી.ચિદમ્બરમે 28મી ફેબ્રુઆરી 1997ના રોજ આ બજેટ રજૂ કર્યું.
તત્કાલીન નાણાં મંત્રી પી.ચિદમ્બરમે 28મી ફેબ્રુઆરી 1997ના રોજ આ બજેટ રજૂ કર્યું.
બજેટમાં ખાસ : લોકો અને કંપનીઓ માટે અત્યાર સુધી ચાલી રહેલા ટેક્સ જોગવાઇમાં ફેરફાર કર્યા.
કંપનીઓને પહેલેથી ચૂકવવામાં આવતા એમએટીને આવનારા વર્ષોમાં ટેક્સ જવાબદારીમાં સમાયોજીત કરવાની છૂટ આપવામાં આવી. વોલેન્ટરી ડિસક્લોઝર ઓફ ઇનકમ સ્કીમ (VDIS) લૉન્ચ કરાઇ જેથી કરીને કાળું નાણું બહાર લાવી શકાય.
કંપનીઓને પહેલેથી ચૂકવવામાં આવતા એમએટીને આવનારા વર્ષોમાં ટેક્સ જવાબદારીમાં સમાયોજીત કરવાની છૂટ આપવામાં આવી. વોલેન્ટરી ડિસક્લોઝર ઓફ ઇનકમ સ્કીમ (VDIS) લૉન્ચ કરાઇ જેથી કરીને કાળું નાણું બહાર લાવી શકાય.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : લોકોએ જાતે જ પોતાની આવકનો
ખુલાસો કરવાનો શરૂ કરી દીધું. 1997-98 દરમ્યાન પર્સનલ ઇનકમ ટેક્સમાંથી
સરકારને 18700 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે એપ્રિલ 2010થી જાન્યુઆરી 2011ની
વચ્ચે આ આવક એક લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઇ. લોકોના હાથમાં પૈસા
આવવાથી બજારમાં માંગ વધી, તેના લીધે ઔદ્યોગિક વિકાસને બળ મળ્યું.
2000 : યશવંત સિન્હા
એનડીએ સરકારમાં નાણાં મંત્રી રહેલા યશવંત સિન્હાએ 29મી ફેબ્રુઆરી 2000ના રોજ બજેટ રજૂ કર્યું હતું
બજેટનો નિર્ણય : 1991માં મનમોહન સિંહે સોફ્ટવેર નિકાસકારોને ટેક્સમાંથી મુક્તિ આપી હતી. સિન્હાએ આ ક્રમને ચાલુ રાખ્યો.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : મનમોહન સિંહે વિશ્વમાં ભારતને
એક સોફટવેર કેન્દ્રના રૂપમાં વિકસિત કરવાની દ્રષ્ટિથી સોફટવેર નિકાસકારોને
છૂટ આપી હતી. તેના લીધે ભારતની સોફટવેર ઇન્ડસ્ટ્રીઝને જબરદસ્ત ફાયદો મળ્યો.
ભારત આજે સોફટવેર બજારમાં એક મોટા ખેલાડી તરીકે ઓળખાય છે તેનો શ્રેય
મનમોબન સિંહની સાથે યશવંત સિન્હાને પણ જાય છે.
2005 : પી.ચિદમ્બરમ
તત્કાલીન નાણાંમંત્રી પી.ચિદમ્બરમે 28મી ફેબ્રુઆરી 2005ના રોજ પોતાનું બજેટ રજૂ કર્યું.
તત્કાલીન નાણાંમંત્રી પી.ચિદમ્બરમે 28મી ફેબ્રુઆરી 2005ના રોજ પોતાનું બજેટ રજૂ કર્યું.
બજેટમાં નિર્ણય : 2005મા પી.ચિદમ્બરમે પેહલી વખત રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (નરેગા) રજૂ કર્યું. આ યોજનાના નામ પર કૉંગ્રેસે ઘણી વાહવાહ લૂંટી.
કેવી રીતે બદલાઇ ભારતની તસવીર : ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર અને
આવકની નવો રસ્તો ખૂલ્યો. તેની સાથે જ દેશમાં મોટાપાયા પર બ્યુરોક્રેસની
પ્રોત્સાહન મળ્યું. પંચાયત, ગામ, અને જિલ્લા સ્તર પર નોકરશાહીની જાળ પથરાઇ
No comments:
Post a Comment