સ્વામીનાથન્
અંકલેસરિયા
ઐયર
નરેન્દ્ર મોદી નક્કર સુધારાવાદી હોવાનો દાવો કરે છે . તેમણે દેશનાં ચાર મેટ્રો શહેરોને બુલેટ ટ્રેનોથી જોડવાની કલ્પના કરી છે , જેમાં પાછળથી વધુ શહેરોનો ઉમેરો કરાશે . પરંતુ આ શક્ય કરવું હોય તો સૌથી પહેલાં ભારતીય રેલવેની માળખાકીય અને નાણાકીય સ્થિતિમાં પ્રવર્તમાન ગંભીર અવ્યવસ્થાનો ઉકેલ લાવવો પડશે .
મોદીએ જાહેરાત કરવી જોઈએ કે તેઓ રેલવેને બે વર્ષની અંદર કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં તબદીલ કરી નાખશે . અત્યારે રેલવે વિભાગીય સાહસ છે . તેની સાથે સાથે મોદીએ રેલવે બજેટની વાર્ષિક પ્રક્રિયા પણ બંધ કરવી જોઈએ . આ પ્રથા અંગ્રેજોના સમયથી ચાલી આવે છે , જેના માટે આધુનિક ભારતમાં કોઈ સ્થાન નથી . રેલવેના સ્વરૂપમાં ભારતને કોમર્શિયલ પરિવહન વ્યવસ્થા જોઈએ છે અને રેલવે બજેટના કારણે અનિચ્છનીય , અસહ્ય રાજકીય બોજ પેદા થાય છે .
રેલવેનું કોર્પોરેટાઇઝેશન કર્યા પછી મોદી 25 ટકા જેટલા નવા રેલવે કોર્પોરેશનનું બે વર્ષની અંદર જાહેર વેચાણ કરીને આશરે રૂ .50,000 કરોડ એકત્ર કરી શકશે તથા રાજકોષીય દબાણ ઘટાડી શકશે . બજારમાં એક વખત લિસ્ટિંગ થયા પછી નવા કોર્પોરેશન મૂડીબજારમાંથી નવી ઇક્વિટી અને ડેટ એકત્ર કરી શકશે , જેનો ઉપયોગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને અન્ય મોટી યોજનાઓના ફંડિંગ માટે કરી શકાશે .
સરકાર સામાન્ય બજેટમાં પારદર્શક ગ્રાન્ટ આપીને ફ્રેઇટની કોઈ પણ કેટેગરી કે પેસેન્જર ટ્રાફિકને સબસિડી આપી શકે છે . તેનાથી કોર્પોરેશન્સ કોમર્શિયલ કંપનીઓની જેમ કામ કરવા સ્વતંત્ર બનશે અને રાજકીય રમતનો અખાડો બનવાના બદલે દેશની પરિવહનની જરૂરિયાત સંતોષાશે .
રેલવે કન્ટેનર કોર્પોરેશન સહિત ૧૪ પૂર્ણ માલિકીના સાહસ ધરાવે છે . કન્ટેનર કોર્પોરેશન કન્ટેનર ટ્રેનો દોડાવે છે અને તે બ્લૂ ચિપ કંપની છે જે શેરબજારમાં લિસ્ટેડ હોવા ઉપરાંત ખાનગી અને વિદેશી રોકાણકારો પાસેથી પુષ્કળ રોકાણ મેળવે છે .
કોંકણ રેલવે કોર્પોરેશન એ અલગ પરંતુ અનલિસ્ટેડ એકમ છે . તેવી જ રીતે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન પણ અનલિસ્ટેડ છે . કોંકણ રેલવેના વડા ઇ શ્રીધરને સૌથી પહેલાં કોંકણ લાઇન અને પછી દિલ્હી મેટ્રો સફળતાપૂર્વક શરૂ કરીને ખ્યાતિ મેળવી છે . સુવ્યવસ્થિત સંચાલન ધરાવતા , લિસ્ટેડ કોર્પોરેશન્સ દ્વારા મોદી સફળ ઉદાહરણ આપી શકશે , જેમાં બુલેટ ટ્રેન કોર્પોરેશનનો પણ સમાવેશ થશે .
બ્રિટિશરોએ ૧૯૨૪માં ભારતમાં અલગથી રેલવે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી હતી . પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછી બ્રિટિશ રાજે કેટલીક ખાનગી રેલવે લાઇન ખરીદી હતી . તે સમયે તે ભારતની સૌથી મોટી ઔદ્યોગિક સંપત્તિ હતી . રેલવેની આવક બ્રિટિશ સરકારની આવકની સમકક્ષ હતી . તેથી અંગ્રેજોએ રેલવે માટે અલગ બજેટ રજૂ કરવાની શરૂઆત કરી .
સ્વતંત્રતા પછી પણ આ પરંપરા ચાલુ રહી . 1951-52 માં રેલવેની આવક રૂ .232 કરોડ હતી જ્યારે સરકારની આવક રૂ .347 કરોડ હતી . પરંતુ થોડા જ સમયમાં બીજાં ક્ષેત્રોમાં સરકારી કોર્પોરેશનોનું કદ રેલવે કરતાં વધી ગયું . સામાન્ય બજેટ એટલા મોટા પ્રમાણમાં વિસ્તર્યું કે તેની સામે રેલવે બજેટ નાનું દેખાવા લાગ્યું .
2014-15 ના વચગાળાના બજેટમાં સરકારની આવકનો અંદાજ રૂ . 11.67 લાખ કરોડનો હતો , જ્યારે રેલવેની આવક માત્ર રૂ . 1.65 લાખ કરોડ હતી . બીજાં મોટા ભાગનાં સરકારી સાહસો કરતાં રેલવેની આવક ઘણી ઓછી છે . ઉદાહરણ તરીકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 2013-14 માં રૂ . 4.72 લાખ કરોડની આવક સાથે ટોચ પર હતું . ત્યાર પછી બીપીસીએલ ( રૂ . 2.4 લાખ કરોડ ) , એચપીસીએલ ( રૂ . 2.23 લાખ કરોડ ) નો ક્રમ આવે છે . સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગ્રૂપની કુલ આવક રૂ . 2.25 લાખ કરોડની હતી .
પ્રાઇવેટ સેક્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ આવક 4.35 લાખ કરોડની હતી જે રેલવેની આવક કરતાં લગભગ ત્રણ ગણી વધારે ગણાય . રેલવે કરતાં ઇન્ડિયન ઓઇલ કે એસબીઆઇનું કદ વધારે હોવા છતાં કોઈ આ બે કંપનીઓ માટે સંસદમાં અલગ બજેટની વાત નથી કરતું . તો પછી રેલવે બજેટ શા માટે અલગથી રજૂ કરાય છે ? રેલવેને અલગ બજેટ સાથે સરકારી વિભાગ તરીકે રાખવાથી તેની નાણાકીય સ્થિતિ કથળી છે અને રેલવેમાં ફાઇનાન્સ , નોકરી અને ઉત્પાદન કેન્દ્રોને રાજકારણનો રંગ લાગ્યો છે .
1991 માં એશિયન ડેવલપમેન્ટ બેન્કના અહેવાલ પ્રમાણે રેલવેમાં લગભગ પાંચ લાખ જેટલા વધારાના કર્મચારીઓ છે , પરંતુ તેમની સંખ્યામાં ક્યારેય કાપ મુકાયો ન હતો .
1980 ના દાયકામાં રેલવે મંત્રી અબ્દુલ ઘની ખાન ચૌધરી પોતાના ઓળખીતાઓને રેલવેમાં નોકરીઓ અને કોન્ટ્રાક્ટ અપાવવા બદલ જાણીતા બન્યા હતા . રામ વિલાસ પાસવાન 1996-98 માં રેલવે મંત્રી બન્યા ત્યારે તેમણે પોતાના સંસદીય મતક્ષેત્ર હાજીપુરને રેલવેનું ઝોનલ હેડક્વાર્ટર બનાવી દીધું અને અનેકને રોજગારી અપાવી . મમતા બેનરજીએ પોતાના રાજ્ય પશ્ચિમ બંગાળને ઘણી નવી પેસેન્જર ટ્રેનો અપાવી હતી . તાજેતરમાં રેલવેએ સોનિયા ગાંધીના મતક્ષેત્ર રાયબરેલીમાં એક નવી કોચ ફેક્ટરી શરૂ કરી છે . આ બધું અટકવું જોઈએ .
રેલવે મુસાફરી કોઈ આવશ્યક ચીજવસ્તુ નથી કે તેના માટે સબસિડી આપવી પડે . છતાં તમામ રેલવે પ્રધાનોએ પ્રવાસી ભાડાં નીચાં રાખવા માટે ફ્રેઇટ રેટમાં વધારો કર્યો છે . ઇકોનોમિક ટાઇમ્સમાં અવિનાશ સેલેસ્ટિનનો અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં ફ્રેઇટ અને પ્રવાસી ભાડાંનો ગુણોત્તર 1950 માં 2.13 થી વધીને અત્યારે 3.68 થયો છે . ચીનમાં આ રેશિયો એક કરતાં પણ ઓછો છે . તેથી ચીન ઓછો ખર્ચ ધરાવતો અત્યંત સ્પર્ધાત્મક દેશ છે , જ્યારે ભારતની સ્થિતિ સાવ વિપરીત છે .
રેલવેનું કોર્પોરેટાઇઝેશન નહીં થાય અને રેલવે બજેટ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી રેલવે માટે રાજકારણ રમાશે . મોદીએ તેને ખતમ કરવા માટે પગલાં લેવાં જ જોઈએ .

No comments:
Post a Comment