Translate

Tuesday, July 8, 2014

રેલ બજેટ-2014: ઊડતી નજરે...

નવી દિલ્હી : કેન્દ્રીય રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ સંસદમાં આજે વર્ષ 2014-15 માટેનું રેલ બજેટ રજૂ કર્યું


તેમણે ચાણક્યની ' ડહાપણની શરૂઆત પ્રામાણિકતાથી થાય છે. ' તેવી પંક્તિઓ ટાંકીને બજેટની સ્પીચ શરૂ કરી હતી. . રેલ બજેટના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે .

* મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરાશે
* 27 નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત
* 5 નવી જનસાધારણ એક્સપ્રેસ શરૂ કરાશે
* 5 પ્રીમયમ ટ્રેન શરૂ કરાશે
* 8 પેસેન્જર , 5 ડેમુ અને 2 મેમુ ટ્રેનો શરૂ થશે , 11 ટ્રેનોના રૂટ લંબાવાયા
* બેંગલુરુમાં લોકલ ટ્રેન શરૂ કરાશે
* હાલમાં કરાયેલા ભાડાં વૃદ્ધિથી રેલવેને 8 હજાર કરોડની વધુ આવક થશે
* RPF માં 17 હજાર પુરુષ અને 4 હજાર મહિલા કોન્સ્ટેબલની ભરતી કરાશે
* મેટ્રો શહેરોના 10 મોટા રેલવે સ્ટેશનોને એરપોર્ટની જેમ વિકસાવાશે
* રેલવે ટેકનિકલ અને નોન ટેકનિકલ વિષયો માટે રેલવે યુનિવર્સિટી શરૂ કરશે
* ટ્રેનમાં પ્રી-કૂક્ડ રેડી ટૂ ઈટ બ્રાન્ડેડ ફૂડ મળશે
* મહાનગરોને કનેક્ટ કરવા માટે હાઈ સ્પીડ ટ્રેનનું નેટવર્ક ઉભું કરાશે
* અમદાવાદ-મહેસાણા મીટરગેજ લાઈન બ્રોડગેજમાં ફેરવાશે
* ઉત્તર-પૂર્વ ભારત માટે રેલવે બજેટમાં 54 ટકા વધારો કરાયો
* દુધનું વહન કરવા માટે નવી ડિઝાઈનની મિલ્ક વાન બનાવાશે
* મેટ્રો શહેરોના 10 મોટા રેલવે સ્ટેશનોને એરપોર્ટની જેમ વિકસાવાશે
* બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 કરોડ રૂપિયા ફાળવાયા
* સાફ-સફાઈ માટે હેલ્પલાઈન , CCTV કેમેરાથી મોનિટરિંગ
* એક બુલેટ ટ્રેન માટે 60 હજાર કરોડની જરૂર
* પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા 5 લાખ કરોડની જરૂર
* હાઈસ્પીડ પ્રોજેક્ટ્સ માટે PPP રૂટ અનિવાર્ય
* રેલવેમાં FDI માટે કેબિનેટની મંજૂરી જરૂરી
* રેલવેના 359 પ્રોજેક્ટ્સ પુરા કરવા માટે 1.82 લાખ કરોડ રૂપિયાની જરૂર
* દુનિયાના સૌથી મોટા માલવાહક બનવાનું રેલવેનું લક્ષ્યાંક
* પેસેન્જર ભાડું ફયુઅલના ભાવ સાથે સાંકળવાની હિમાયત
* રેલવેને 1.49 લાખ કરોડની આવકની આશા
* ઉતારૂઓની સંખ્યામાં 2 ટકાનો વધારો થશે
* સરકારે પેન્શન માટે 850 કરોડ રૂપિયા ફાળવવા પડશે
* PPP રૂટ દ્વારા દરેક સ્ટેશનોમાં ફૂટઓવર બ્રીજ , લિફ્ટ અને એક્સેલેટર બનાવાશે
* ઉતારુ ભાડાં અને નૂર દરો યથાવત
* 50 સ્ટેશનોની સાફ-સફાઈનું કામ આઉટસોર્સ કરાશે
* નવા પ્રોજેક્ટ માટે 1 લાખ 82 હજાર કરોડ રૂપિયાની જરૂર
* એડવાન્સ્ડ ટેકનોલોજી વાળી ટ્રેન શરૂ કરવી જોઈએ
* ટિકિટ બુકિંગ , ઈન્ટરનેટ બુકિંગની સુવિધામાં સુધારો કરાશે
* પોસ્ટ ઓફિસેથી પણ રેલવે ટિકિટ ખરીદી શકાશે
* 9 રૂટો પર હાઈસ્પીડ ટ્રેનો દોડશે (સ્પીડ કલાકની 160-200 કિલોમીટર)
* દિલ્હી-ચંદીગઢ , દિલ્હી-આગ્રા , દિલ્હી-કાનપુર , દિલ્હી-પઠાણકોટ રૂટ પર હાઈસ્પીડ
* A-1 અને A કેટેગરીના સ્ટેશનો અને ચુનંદા ટ્રેનમાં વાઈફાઈની સુવિધા
* હીરક ચતુર્ભૂજ યોજના માટે 100 કરોડની જોગવાઈ
* રેલવેમાં 4 હજાર મહિલા કોન્સ્ટેબલ્સની ભરતી કરાશે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports