Translate

Tuesday, July 8, 2014

મહિલાઓના શરીર પરના તલનું તલસ્પર્શી ભવિષ્ય

મહિલાઓના શરીર પરના તલનું તલસ્પર્શી ભવિષ્ય- સ્ત્રીના હૃદયના ભાગ ઉપર લાલ તલ યા કોઈ ચિહ્ન જણાય તો તે સ્ત્રી ધન-ધાન્યથી યુક્ત અને તેના પતિને પ્રિય બને છે. એ સૌભાગ્ય પણ સૂચવે છે.

-જે સ્ત્રીના જમણા સ્તન પર લાલ તલ અથવા કોઈ ચિહ્ન કે લાખું હોય તો તે એક પુત્રી અને ત્રણ પુત્રની માતા બને છે.

- સ્ત્રીના ડાબા સ્તન પર તલ હોય તો એવી સ્ત્રી પુત્રવતી જરૂર થાય છે પરંતુ પાછળથી પતિનું સુખ પામતી નથી.

- જે સ્ત્રીના નાકના અગ્રભાગમાં લાલ રંગનો તલ અથવા મસો જણાય તો તે રાજાની રાણી જેવું સુખ ભોગવે છે અને રાજકુમાર જેવા પુત્રને જન્મ આપે છે.

- જે સ્ત્રીની ડૂંટીની નીચેના ભાગમાં મસો અથવા તિલક કે એવું કોઈ ચિહ્ન ચમકતું હોય તો એ સ્ત્રી સુખસંપત્તિને પામે છે.

- સ્ત્રીની નાભિની નીચેના ચિહ્ન શુભ મનાય છે. આવી જ રીતે પુરુષો માટે પણ શુભ ચિહ્ન છે.
પશ્ચિમના દેશોનાં શાસ્ત્રોમાં શરીર પરના તલને વિવિધ રીતે મૂલવવામાં આવ્યા છે અને તે રીતે લોકોનું ભવિષ્ય પણ ભાખવામાં આવ્યું છે.

- એ લોકોનું માનવું છે કે સ્ત્રીના ડાબા ભવાં પર તલ હોય તો તે સ્ત્રી કલાપ્રેમી બને છે. આ પ્રકારનો તલ ખાસ કરીને સંગીતકારો-ગાયકોમાં જોવા મળે છે. ડાબા ગાલ પર તલ હોય તો માન મળે

- સ્ત્રીઓના જમણા ભવાં પર તલ હોય તો તેને ક્યારેક આર્થિક મુશ્કેલીઓ પણ નડે છે. 
- સ્ત્રીના મુખની ડાબી બાજુએ તલ હોય તો તે પ્રેમાળ, ઉદાર અને દયાળુ સ્વભાવની બને છે. એ પોતાની લાગવગ બીજાઓ પર પણ ચલાવી શકે છે.

- સ્ત્રીના મુખની જમણી બાજુએ તલ હોય તો એ સ્ત્રી બાળપણમાં ગરીબ અને કરકસરવાળી હોય છે પણ કિશોરવયમાં એ ઠીક ઠીક ધનવાન બને છે.

- સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય તો તે માન મેળવનારી અને અન્યનો સ્નેહ સંપાદન કરનારી બને છે.

- જે સ્ત્રીના જમણા ગાલ પર તલ હોય તો તેણે પોતાની ગુપ્ત વાતો અન્ય આગળ કહેતા સાવચેતી રાખવી.

- જમણી હડપચીએ તલ હોય તો જીવનમાં ફતેહ સૂચવે છે. જ્યારે ડાબી હડપચીએ તલ ઘરજીવનમાં અને માતૃત્વની દૃષ્ટિએ સફળતા મેળવે છે.

- ડાબા કાનની બાજુએ તલ હોય તો તે સ્ત્રી ધીરજવાન, ધાર્મિક વૃત્તિવાળી અને સહનશીલ બને છે. જો જમણા કાનની બાજુએ તલ હોય તો તે સ્ત્રી મુસાફરીની શોખીન હોય છે. 

- ગળાની ડાબી બાજુએ તલ હોય તો તે સ્ત્રી ઘરરખ્ખુ ગૃહિણી બને છે અને પ્રેમાળ માતા પણ હોય છે.

- ગળાની જમણી બાજુએ તલ હોય તો તે જીવનને સુખ વગરનું બનાવે છે.

- સ્ત્રીના જમણા ખભા પર તલ હોય તો તેને પતિસુખ સારું મળે છે. જ્યારે ડાબા ખભા ઉપર તલ હોય તો તે સ્ત્રી સંતાનવાળી અને સુખી હોય છે.
- પેટ ઉપર તલ હોય તો તે સ્ત્રી વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોની શોખીન હોય છે.

- સ્ત્રીની ડાબી જાંઘ ઉપર તલ હોય તો તેને સંતાનમાં પુત્રીઓ વધુ પ્રમાણમાં હોય છે. જ્યારે જમણી જાંઘ પર તલ હોય તો તેને ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે.

(સૌ. સંદેશ) 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports