Translate

Friday, July 4, 2014

અમેરિકી ડૉલરની નરમાઈ અને ઇરાક ક્રાઇસિસથી સોનું ૩ મહિનાની ઊંચાઈએ

ઇરાકમાં વધુ મિલિટરી અને મિસાઇલ્સ મોકલવાનો અમેરિકાનો નિર્લોય : સોના-ચાંદીની ટૅરિફ વધી : ગોલ્ડ જ્વેલરીની નિકાસ વધી


બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાનો ફસ્ર્ટ ક્વૉર્ટરનો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ૨.૯ ટકા ઘટતાં અને યુરોની મજબૂતીને પગલે ડૉલરનું મૂલ્ય સતત ગગડતું જતું હોવાથી અને ઇરાક મામલો વધુ ને વધુ ગૂંચવાતો જતો હોવાથી સોનામાં તેજીનો ચરુ હજી ઊકળી રહ્યો છે. ઇરાક ક્રાઇસિસ અને યુક્રેન-રશિયા ટેન્શનને કારણે ગોલ્ડની સેફ હેવન અપીલ મજબૂત બની રહી છે. જિયો-પૉલિટિકલ અને ઇકૉનૉમિક્સ રિસ્કને પગલે ઇન્ટરનૅશનલ માર્કેટમાં ગોલ્ડ હાલ બેસ્ટ હેજિંગ ઑપ્શન બન્યું હોવાથી ઇન્વેસ્ટરોનું રોકાણ પણ ગોલ્ડમાં સતત વધી રહ્યું છે. આ તમામ કારણોને લઈને ગોલ્ડના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક તબક્કે પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે સોનાના ભાવમાં જબ્બર ઊથલપાથલ જોવા મળ્યા બાદ પાંચ મહિનાની ઊંચી સપાટીએ ૧૩૩૨ ડૉલરે સોનામાં પ્રૉફિટ-બુકિંગ આવતાં તેજીમાં પીછેહઠ જોવા મળી હતી. મંગળવારે સાંજે છેલ્લે સોનાનો ભાવ ૧૩૨૬ ડૉલર, ચાંદીનો ભાવ ૨૧.૦૫ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૪૯૯ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૮૫૦ ડૉલર હતો.

ETF હોલ્ડિંગમાં ઉછાળો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડના ભાવ સતત વધી રહ્યા હોવાથી ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું હતું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF SPDR ટ્રસ્ટમાં સોમવારે એક જ દિવસમાં ૫.૬૮ ટનના હોલ્ડિંગમાં વધારો થયો હતો, જે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો હતો. ૨૦૧૪નાં પ્રથમ બે ક્વૉર્ટરમાં SPDR ટ્ર્સ્ટના હોલ્ડિંગમાં ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મિક્સ ફિઝિકલ બાઇંગ

અમેરિકામાં જૂનમાં ગોલ્ડ કોઇનનું સેલ્સ ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં હાઇએસ્ટ થયું હતું તો એની સામે ચીનમાં ગોલ્ડની ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ જ્વેલરી ડિમાન્ડ સુસ્ત હોવાથી હાલ લંડન સ્પૉટ ગોલ્ડના ભાવ કરતાં ચીનમાં એક ડૉલર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. ગોલ્ડના બીજા ક્રમના ઇમ્ર્પોટર ભારતમાં ૨૦૧૪ના પ્રથમ છ મહિનામાં ૭૭ ટકા ઘટી હતી. ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના અંદાજ અનુસાર ગોલ્ડની ઇમ્ર્પોટ પ્રથમ છ મહિનામાં ૧૫૦ ટન થઇ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૬૫૦ ટન થઈ હતી.

સોના-ચાંદીની ટૅરિફ વધી

ભારતમાં સરકારે સોના-ચાંદીની ટૅરિફ વૅલ્યુમાં જંગી વધારો કર્યો હતો, જેમાં સોનાની ટૅરિફ વૅલ્યુ પ્રતિ ૧૦ ગ્રામે ૧૭ ડૉલર અને ચાંદીની ટૅરિફ વૅલ્યુમાં ૫૬ ડૉલરનો વધારો કર્યો હતો. સોનાની ટૅરિફ વૅલ્યુ ૪૧૧ ડૉલરથી વધારીને ૪૨૮ ડૉલર અને ચાંદીની ટૅરિફ વૅલ્યુ ૬૩૨ ડૉલરથી વધારીને ૬૮૮ ડૉલર કરી હતી. દર પંદર દિવસે ટૅરિફ વૅલ્યુમાં ફેરફાર કરવામાં આવે છે. છેલ્લા પંદર દિવસમાં ઇન્ટરનૅશનલ માર્કેટમાં ગોલ્ડના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.

ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ વધી

ભારતની ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ SEZ (સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન) સિવાયના વિસ્તારમાંથી એપ્રિલ-મે મહિનામાં ગયા વર્ષ કરતાં ૧૩૦.૬૧ ટકા વધીને ૭૨.૮૬ કરોડ ડૉલરની થઈ હતી, જ્યારે SEZ વિસ્તારમાંથી ગોલ્ડની એક્સપોર્ટ ગયા વર્ષ કરતાં ૩૦.૧૯ ટકા ઘટીને  ૫૪.૨૭ કરોડ ડૉલરની થઈ હતી. ગયા નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ ૧૪૧.૫૮ ટકા વધીને આખા વર્ષની ૫.૬૮ અબજ ડોલરની થઇ હતી જ્યારે SEZ વિસ્તારમાંથી ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ ૬૬.૨૮ ટકા ઘટીને ૫.૩૬ અબજ ડૉલરની થઈ હતી. ૨૦૧૨-૧૩માં SEZ વિસ્તારમાંથી ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ રેકૉર્ડ-બ્રેક ૧૫.૯ અબજ ડૉલરની થઈ હતી.

લંડન ગોલ્ડ ફિક્સનો વિકલ્પ

લંડનમાં ગોલ્ડ ફિક્સ નામે આંતરરાષ્ટ્રીય ગોલ્ડના ભાવ નક્કી કરવાની યંત્રણા બાબતે સ્કૅમ થયા બાદ કૉન્ટ્રાવર્સી સતત વધી રહી હોવાથી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા વૈકલ્પિક યંત્રણા ઊભી કરવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન) ફાઇનૅન્શિયલ ઑથોરિટીને ઑબ્ઝર્વર તરીકે રાખીને ૭ જુલાઈએ લંડનમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ગોલ્ડ સાથે સંકળાયેલા વિશ્વના ટોપ લેવલના ઇન્વેસ્ટરોથી માંડીને રિફાઇનરી, બૅન્કો વગેરે પાર્ટિસિપન્ટ કરશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports