નવી દિલ્હી : ભારત સંરક્ષણ ક્ષેત્રનેસીધા વિદેશી મૂડીરોકાણ ( એફડીઆઇ) માટે ધીમે ધીમે ખુલ્લું મૂકવાનીનીતિ અપનાવે તેવી શક્યતા છે .તેનાથી સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પુન: જીવંત કરશે જે આર્થિક સુધારા માટેનરેન્દ્ર મોદી સરકારની વ્યૂહરચનાનોહિસ્સો છે .
સંરક્ષણ મંત્રાલયની જેમ જ સાવચેતીદાખવીને નાણામંત્રાલયે આ સેક્ટરમાં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ ( એફઆઇપીબી) ની પૂર્વમંજૂરી મેળવ્યા બાદ એફડીઆઇની મર્યાદા 49 ટકા કરવાની તરફેણ કરી છે. હાલમાં 26 ટકાની મર્યાદા છે પરંતુ દરેક કિસ્સામાં યોગ્યતાના ધોરણે તેને વધારીશકાય છે .
સંરક્ષણ ઉત્પાદનોમાં એફડીઆઇને મંજૂરી આપવાથી આ ક્ષેત્રમાં EADS, બોઇંગ ,બ્રિટિશ એરોસ્પેસ , રોલ્સ રોયસ અને અસંખ્ય કમ્પોનન્ટ ઉત્પાદકોનો ભારતમાંપ્રવેશ થઈ શકશે જેમની સાથે અબજો ડોલરના રોકાણની સંભાવના પણ ઊભી થઈશકે છે .
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પુન : જીવિત કરવા ભાજપ સરકાર પરના દબાણને જોતાંએવી અપેક્ષા રખાય છે કે જે સાધનોની સંપૂર્ણ આયાત કરવી પડતી હતી તેસાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સેક્ટરને ખોલવામાં આવીશકે છે .
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન ( ડીઆઇપીપી ) એ એકચર્ચાપત્રમાં દરખાસ્ત કરી હતી કે ટેક્ નોલોજી ટ્રાન્સફર જરૂરી ન હોય તેવા કિસ્સામાં49 ટકા સુધી એફડીઆઇને મંજૂરી આપવી જોઈએ . ટેક્ નોલોજી ટ્રાન્સફર આવશ્યકહોય તેવા કિસ્સામાં 74 ટકા તથા અત્યાધુનિક ટેક્ નોલોજી હોય તેવા કિસ્સામાં 100ટકા એફડીઆઇની ભલામણ કરવામાં આવી છે .
ઘટનાક્રમથી વાકેફ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ સેક્ટરનીસંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ક્યાસ કાઢવાનો અભિગમ વધારે સારો છે .
ડીઆઇપીપીની કેબિનેટ નોટમાં પોતાનો અભિપ્રાય આપતાં નાણામંત્રાલયે સુરક્ષાઅંગેની કેબિનેટ કમિટીની અગાઉથી મંજૂરી મેળવ્યા બાદ જે કિસ્સામાં અત્યાધુનિક ટેક્ નોલોજીને ટ્રાન્સફર કરવાની હોય તેમાં 100 ટકા સુધીના વિદેશી રોકાણને ટેકોઆપ્યો હતો .
સરકાર એક આકરી શરતને પણ દૂર કરે તેવી શક્યતા છે જે મુજબ સંરક્ષણ કંપનીમાંવિદેશી રોકાણ થયું હોય ત્યારે ઓછામાં ઓછા ૫૧ ટકા હિસ્સા સાથે તેમાં એકભારતીય હિસ્સેદાર હોવો જોઈએ .
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી જેવા લોબી જૂથની માંગણી પ્રમાણે આ નિયમહળવા કરવામાં આવશે તો 49 ટકા એફડીઆઇ સાથે પણ આ સાહસમાં વિદેશીરોકાણકાર મોટા શેરધારક બની શકશે જેનાથી રોકાણ આકર્ષક બનશે .
આ ઉપરાંત મંત્રાલયે સંયુક્ત મર્યાદાની તરફેણ કરી છે જેમાં એફડીઆઇ ઉપરાંતવિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે . આ શરત હળવીકરવાથી લાર્સન એન્ડ ટુબ્રો , પુંજ લોયડ અને પીપાવાવ ડિફેન્સ જેવા અનેકઉત્પાદકોને ફાયદો થઈ શકે .

No comments:
Post a Comment