નબળું ચોમાસું તથા ઇરાકી તનાવથી બજાર બેપરવાહ, સેન્સેક્સ, નિફ્ટી તથા
બજારનું માર્કેટ-કૅપ વિક્રમી સપાટીએ : સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર અને
બજારના ૨૫માંથી ૨૪ ઇન્ડાઇસિસ વધીને બંધ : મલ્ટિનૅશનલ શૅરમાં ફૅન્સી
શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ
સુધારાની હેટ-ટ્રિક આગળ ધપાવતાં શૅરબજાર ગઈ કાલે સવાત્રણસો પૉઇન્ટની તેજીમાં ૨૪,૮૪૧ તથા નિફ્ટી ૯૦ પૉઇન્ટની આગેકૂચમાં ૭૭૨૫ બંધ રહ્યા છે. શૅરઆંક ઇન્ટ્રા-ડેમાં ૨૫,૮૬૪ની તથા નિફ્ટી ૭૭૩૨ની ટોચે ગયા હતા. આમ બન્ને બજારમાં ઇન્ટ્રા-ડે તેમ જ બંધની રીતે નવી વિક્રમી સપાટી ગઈ કાલે બની છે. બજારનું માર્કેટ-કૅપ પણ ૯૧.૭૧ લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું છે, જે એક રેકૉર્ડ છે. મૉન્સૂન તથા ઇરાકની ફિકર હમણાં બજારે બાજુ પર મૂકી દીધી છે. એકમાત્ર બજેટ પર નજર છે. બહેતર બજેટનો બળકટ આશાવાદ તેજીનો ટેમ્પો આગળ ધપાવી રહ્યો છે. દરમ્યાન મુંબઈ, સાઉથ ગુજરાત સહિત દેશમાં કેટલાંક ઠેકાણે મેઘસવારી આવી ચૂક્યાના સમાચાર છે, જે બજારની પ્રી-બજેટની રૅલી બેશક સહાયક નીવડશે. બીએસઈનું કૅશ ટર્નઓવર ૩૭૪૭ કરોડ રૂપિયાના મુકાબલે ગઈ કાલે વધીને ૪૨૯૯ કરોડ રૂપિયા રહ્યું છે. ગઈ કાલે તમામ અગ્રણી બજાર પૉઝિટિવ ઝોનમાં હતા. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ દોઢ ટકો, કોરિયા ૦.૮ ટકા, સિંગાપોર-તાઇવાન-ઇન્ડોનેશિયા અને ચાઇના અડધા ટકાની આસપાસ પ્લસ હતાં. યુરોપ સાધારણ સુધારામાં દેખાતું હતું.
સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ત્રણ વર્ષની ટોચે
ગઈ કાલે સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયો હતો. આ ઇન્ડેક્સ ઉપરમાં ૧૦,૪૫૦ જોવાયો હતો, જે એની નવેમ્બર ૨૦૧૦ પછીની એટલે કે ત્રણ વર્ષની ટોચ છે. નીચામાં ૧૦,૩૭૭ થયો હતો. આ પછી અંતે ૧.૦૯ ટકા એટલે કે ૧૧૨.૫૫ પૉઇન્ટ વધીને ૧૦,૪૩૪.૧૮ બંધ આવ્યો હતો. એના ૪૫૬માંથી ૨૭૬ શૅર વધીને બંધ આવ્યા હતા તો સામે ૧૬૨ કાઉન્ટર્સ ઘટાડે બંધ હતાં. ઑગસ્ટ ૨૦૧૩થી લઈને આજ સુધીમાં સ્મૉલ-કૅપ ઇન્ડેક્સમાં ૧૦૩ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે આ ગાળામાં જ સેન્સેક્સ અને મિડ-કૅપ ઇન્ડેક્સ અનુક્રમે ૩૭ ટકા અને ૭૭ ટકા વધ્યા છે. એથી સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ આઉટ-પર્ફોર્મર રહ્યો કહી શકાય. સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ૭ ઑગસ્ટ ૨૦૧૩ના રોજ ૫૦૮૬ના એક વર્ષના તળિયે ગયો હતો. આ ઇન્ડેક્સની ૪૫૬ કંપનીઓમાંથી ૨૫૩ શૅરનો ભાવ ઑગસ્ટ ૨૦૧૩થી અત્યાર સુધીમાં બમણો થઈ ગયો છે તો ૧૦૧ શૅર ૨૦૦થી ૩૦૦૦ ટકા ઊછળ્યા છે.
મલ્ટિનૅશનલ કંપનીઓના શૅર લાઇમલાઇટમાં
બજેટમાં રોકાણવિષયક પ્રોત્સાહક પગલાંની અપેક્ષા વચ્ચે વિદેશી પેરન્ટ દ્વારા શૅરના ડી-લિસ્ટિંગની હિલચાલ વધવાની વાતો થકી ગઈ કાલે મલ્ટિનૅશનલ કંપનીઓના શૅર ઝમકમાં હતા. નોવાર્ટિસ ઇન્ડિયા ૭૦૪ રૂપિયાની લગભગ બે વર્ષની ટોચે જઈ અંતે ૧૬ ટકાની તેજીમાં ૬૮૧ રૂપિયા બંધ હતો. આસાહી ઇન્ડિયા ૧૧.૨ ટકા, એમ્ફાસિસ સાડાછ ટકા, કોલગેટ સવાપાંચ ટકા, કૅસ્ટ્રોલ ઇન્ડિયા નવ ટકા, બ્લુસ્ટાર ઇન્ફો ૨૦ ટકા, વેન્ડ ઇન્ડિયા ૯.૮ ટકા, ગ્રેન્યુઅલ ઇન્ડિયા સવાપાંચ ટકા, મર્ક પાંચ ટકા, હૉન્ડા સિયેલ પાવર પાંચ ટકા, કૉગ્સ ઍન્ડ કિંગ્સ ૩.૬ ટકા, ફોર્સ મોટર્સ ૬.૯ ટકા, સેમકર્ગ પિસ્ટન ૫.૪ ટકા ઊંચકાયા હતા.
૧૦ ઇન્ડાઇસિસ સર્વોચ્ચ શિખરે
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર તેમ જ બજારના ૨૫માંથી ૨૪ ઇન્ડેક્સિસ પૉઝિટિવ ઝોનમાં હતા. ઇન્ફી સવાત્રણ રૂપિયા તથા ગેઇલ સવા રૂપિયા જેવા મામૂલી ઘટાડામાં બંધ હતા તો એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ નામપૂરતો નરમ હતો. જે ૨૪ ઇન્ડાઇસિસ વધીને આવ્યા છે એમાંથી સેન્સેક્સ સહિતના ૧૦ બેન્ચમાર્ક ઑલટાઇમ હાઈ થયા હતા. સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ૩ વર્ષની ટોચે ગયો હતો.
મિડ-કૅપમાં મલ્ટિયર ટોચ બની હતી. કૅપિટલ ગુડ્સ તેમ જ ઑઇલ-ગૅસ બેન્ચમાર્કમાંય આવી સ્થિતિ હતી. બીજી તરફ બીએસઇ-૧૦૦, બીએસઇ-૨૦૦, બીએસઇ-૫૦૦, ગ્રીનેક્સ, કાર્બોનેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ, ઑટો ઇન્ડેક્સ, હેલ્થકૅર ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્કમાં વિક્રમી ઊંચી સપાટી નોંધાઈ છે. આઇટી તથા ટેક્નૉલૉજીના નજીવા સુધારાને બાદ કરતાં બાકીના મોટા ભાગના ઇન્ડાઇસિસ એક ટકાથી વધુ પ્લસમાં હતા.
માર્કેટ-કૅપમાં બેક-ટુ-બેક વિક્રમી સપાટી
બજારનું માર્કેટ-કૅપ ગઈ કાલે ૧.૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુના ઉમેરામાં ૯૧.૭૦ લાખ કરોડ રૂપિયા પ્લસની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. આ સતત બીજા દિવસની ઑલટાઇમ હાઈ છે. પૉઝિટિવ માર્કેટ-બ્રેડથમાં ૧૯૦૨ શૅર વધ્યા હતા, સામે ૧૧૭૧ સ્ક્રિપ્સ નરમ હતી.
એ-ગ્રુપના ૭૪ ટકા, બી-ગ્રુપના ૬૦ ટકા તો ટી-ગ્રુપના ૫૯ ટકા જેટલાં કાઉન્ટર્સ વધ્યાં હતાં. બીએસઇ ખાતે ૫૩૭ શૅર તેજીની સર્કિટમાં બંધ હતા. ૨૩૭ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી. ભાવની રીતે ૫૪૯ શૅર એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે પહોંચ્યા હતા, બીજી તરફ ૫૦ શૅરમાં ઐતિહાસિક તળિયાં દેખાયાં હતાં. સેન્સેક્સ ખાતે સેસા સ્ટરલાઇટ ૪.૪ ટકા, એનટીપીસી ૩ ટકા, ભેલ ૨.૮ ટકા, એચડીએફસી ૨.૭ ટકા, મારુતિ સુઝુકી તથા કોલ ઇન્ડિયા સવાબે ટકા, સન ફાર્મા, મહિન્દ્ર અને એચડીએફસી બૅન્ક બે ટકા જેવા ઊંચકાયા હતા.
અદાણી પોર્ટ્સ ઑલટાઇમ હાઈ
અદાણી ગ્રુપના શૅર બજેટપૂર્વે મૂડમાં આવ્યા છે. અદાણી મોટર્સ ૨૭૯ રૂપિયા નજીક ઑલટાઈમ હાઈ બનાવી બન્ને ૧૧ ટકાના જમ્પમાં ૨૭૧ રૂપિયા બંધ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરમાં ૫૦૦ રૂપિયા નજીક જઈ અંતે સવાસાત ટકાના ઉછાળે ૪૯૧ રૂપિયા હતો. અદાણી પાવર ૨.૮ ટકાના સુધારામાં ૬૫.૩૫ રૂપિયા હતો. અન્ય અગ્રણી ગુજ્જુ શૅરમાં સિન્ટેક્સ ૨.૮ ટકા વધીને ૧૦૨ રૂપિયા નજીક, કેડિલા હેલ્થકૅર ૦.૯ ટકા કે સાડાનવ રૂપિયાના સુધારામાં ૧૦૭૦ રૂપિયા, ટૉરન્ટ પાવર અઢી ટકાની આગેકૂચમાં ૧૬૪ રૂપિયા, ટૉરન્ટ કેબલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૪૮ રૂપિયા તથા ટૉરન્ટ ફાર્મા ૭૨૪ રૂપિયા નજીક નવી સર્વોચ્ચ સપાટી દેખાડી છેલ્લે પોણાછ રૂપિયાના સુધારામાં ૭૧૬ રૂપિયા પર બંધ હતા. અરવિંદ ૧૫ પૈસા ઘટી ૨૩૫ રૂપિયા નીચે હતો. ગુજરાત આલ્કલી અડધો ટકો ડાઉન હતો. ગુજરાતી લુરોકેમ ૯ એપ્રિલ ૨૦૧૨ પછીની સૌથી ઊંચી એવી ૫૦૦ રૂપિયાની સપાટી બનાવી બન્ને પોણાબે ટકાની મજબૂતીમાં ૪૯૩ રૂપિયા હતો.
એમ્ફાસિસમાં ૧૦ ટકાની તેજી
એનએસઇ ખાતે ગઈ કાલે એમ્ફાસિસનો શૅર ઇન્ટ્રા-ડેમાં ૧૦ ટકા જેવો ઊછળ્યોહતો. યુએસ હેડક્વૉર્ટર ટેક્નોલોજી મેજર હ્યુલેટ પેકાર્ડ (એચપી) એનો હિસ્સો બૅન્ગલોર-બેઝ્ડ આઇટી સર્વિસ કંપની એમ્ફાસિસમાંથી વેચવાની યોજના બનાવી રહી છે. એચપી એની સબસિડિયરી મારફતે એમ્ફાસિસમાં ૬૦.૪૯ ટકાનો હિસ્સો ધરાવે છે. બીએસઇ ખાતે શૅર ઉપરમાં ૪૬૪.૯૦ રૂપિયા થયો હતો. નીચામાં ૪૩૦ રૂપિયા જોવાયો હતો. છેલ્લે ૩.૬૫ ટકાની મજબૂતીમાં ૪૩૪.૮૦ રૂપિયા બંધ આવ્યો હતો. વૉલ્યૂમ ૧.૮૭ લાખ શૅરનાં હતાં. ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૦.૦૫ ટકા જેવો નજીવો વધ્યો હતો. એના ૧૦માંથી ૪ શૅર વધ્યા હતા, ૬ ઘટ્યા હતા. જ્યારે ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨૯માંથી ૧૫ શૅરના વધારા સાથે ૦.૧૮ ટકા વધ્યો હતો. ઓરેકલ ફિન ૫.૮૮ ટકા, વિપ્રો ૦.૫૬ ટકા અને ટીસીએસ ૦.૨૮ ટકા વધ્યા હતા તો ઇન્ફોસિસ સવાત્રણ રૂપિયા ઘટ્યો હતો. એચસીએલ ટેક્નો દોઢ ટકા આસપાસ નરમ હતો.
ગુજરાત ગૅસ ૧૬૦ રૂપિયા સુધી ઊંચકાયો
રાજ્ય સરકારની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન અને ગુજરાત ગૅસ વચ્ચે ચાલુ વર્ષે મર્જર થઈ જશે એવી ગુજરાતનાં નાણાપ્રધાનની જાહેરાતની અસરમાં આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારનાર ગુજરાત ગૅસના શૅરે ગઈ કાલે ૫૭૯ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી હતી, જે બે દિવસમાં ૧૬૦ રૂપિયાનો ઉછાળો કહી શકાય. શૅર જોકે છેલ્લે ૮.૮ ટકાની મજબૂતીમાં ૫૩૯ રૂપિયા બંધ હતો. રોજના સરેરાશ ૬૦ હજાર શૅર સામે ગઈ કાલે આ કાઉન્ટરમાં ૧૫.૩૯ લાખ શૅરનું ભારે વૉલ્યુમ નોંધાયું હતું. ૭ ઑગસ્ટના રોજ આ શૅરમાં ૧૫૯ રૂપિયાની બાવન સપ્તાહની બૉટમ બની હતી. રાજ્ય સરકારની અન્ય કંપનીઓમાં જીએનએફસી તથા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર ૧.૨ ટકા જેવા, જીએસએફસી ૦.૯ ટકા વધ્યા હતા. જીએસપીએલ પોણાચાર ટકા ગગડી ૯૪.૩૫ રૂપિયા તથા જીએમડીસી નહીંવત્ ઘટાડામાં બંધ હતા.

No comments:
Post a Comment