ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં ઇન્ફોસિસે એના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર
(CEO) વિશાલ સિક્કા માટે ૫૦ લાખ ડૉલર કરતાં થોડો વધારે એટલે કે ૩૦ કરોડ
રૂપિયાનો વાર્ષિક પગાર નક્કી કરતાં તેઓ સમગ્ર દેશનાં તમામ ક્ષેત્રોમાં સૌથી
વધુ પગાર મેળવતા અધિકારી બની જશે. તેઓ એસ. ડી. શિબુલાલની જગ્યાએ પહેલી
ઑગસ્ટે ગોઠવાશે.
બૅન્ગલોરસ્થિત સૉફ્ટવેર નિકાસકાર કંપની સિસ્ટમ્સ, ઍપ્લિકેશન્સ ઍન્ડ પ્રોડક્ટ્સ (SAP)ના ભૂતપૂર્વ બોર્ડ-મેમ્બર વિશાલ સિક્કાને નવ લાખ ડૉલરનો બેસિક પગાર અને ૪૧.૮ લાખ ડૉલરનું વેરિયેબલ વેતન આપવામાં આવશે. કંપનીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં નોંધાવેલી માહિતીમાં ઉક્ત વિગત આપવામાં આવી હતી. સિક્કાને ૨૦ લાખ ડૉલરના સ્ટૉક્સ પણ આપવામાં આવશે જેના માટે ૩૦ જુલાઈના રોજ અસાધારણ સભા બોલાવવામાં આવી છે. વિશાલ સિક્કા જર્મન સૉફ્ટવેર કંપની SAPમાં પગાર અને અન્ય લાભ સહિત ૫૭.૫ લાખ ડૉલરનું મહેનતાણું મેળવતા હતા.
અત્યાર સુધી ઇન્ફોસિસના સ્થાપકોમાંથી જ કોઈક ને કોઈક વ્યક્તિ CEOનું પદ ધરાવતી હોવાથી ઘણો ઓછો પગાર લેતી હતી.
વિશાલ સિક્કા જોકે ભલે ભારતના સૌથી વધુ પગારદાર CEO બનવાના હોય; પણ માઇક્રોસૉફ્ટ, સિટીબૅન્ક અને IBM જેવી કંપનીઓના ચીફ કરતાં આ પગાર ઘણો ઓછો છે.
વિશાલ સિક્કાની નિમણૂક પાંચ વર્ષ માટે થવાની છે. તેમનો છેલ્લો દિવસ ૨૦૧૯માં ૧૩ જૂન હશે.

No comments:
Post a Comment