Translate

Thursday, July 3, 2014

પ્રીમિયર ટ્રેનોમાં હશે ઑટોમૅટિક ડોર્સ અને ડિસ્પોઝેબલ બેડરોલ્સ

આઠમી જુલાઈએ રજૂ થનારા વર્ષ ૨૦૧૪-’૧૫ માટેના રેલવે બજેટમાં રાજધાની ટ્રેનોમાં ડિસ્પોઝેબલ ચાદરો તથા શતાબ્દી ટ્રેનોમાં ઑટોમૅટિક ક્લોઝિંગ દરવાજાની દરખાસ્તોની જાહેરાત થવાની આશા છે.

નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકારના પહેલા રેલવે બજેટમાં ઉચ્ચ ક્ષમતાવાળી મિલ્ક વૅન તથા મીઠાના પરિવહન માટે ઓછા વજનનાં વૅગનોના ઉત્પાદનની જાહેરાત થવાની સંભાવના પણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવેપ્રધાન સદાનંદ ગૌડા તેમના પહેલા બજેટમાં વધુ સારી પ્રવાસી સુવિધા અને ટ્રેનોમાં સલામતી તથા સ્વચ્છતાને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ટ્રેનોમાં બહેતર સુવિધા અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાની દિશામાંના પહેલા પગલા સ્વરૂપે બૅન્ગલોર રાજધાની એક્સપ્રેસમાં ડિસ્પોઝેબલ બેડરોલ્સ પૂરા પાડવાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રાજધાનીના પ્રવાસીઓ બેડરોલ્સની ગુણવત્તા બાબતે હંમેશાં ફરિયાદ કરતા હોય છે એને ધ્યાનમાં રાખીને નૉન-વોવન પૉલિસ્ટર ફૅબ્રિકમાંથી બનેલા બેડરોલ્સ પૂરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બૅન્ગલોર રાજધાનીમાં આ પ્રયોગની સફળતા મળ્યા પછી અન્ય રાજધાનીમાં પણ એનો અમલ કરવામાં આવશે.

ફૂલપ્રૂફ સેફ્ટી ડિવાઇસ તરીકે શતાબ્દી ટ્રેનોના કોચિસમાં ઑટોમૅટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ બેસાડવાનો પાઇલટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. ઉપનગરીય સર્વિસ માટેની ટ્રેનોમાં પણ ઑટોમૅટિક ડોર સિસ્ટમ બેસાડવામાં આવશે. આ યોજના ઘણા લાંબા સમયથી વિચારવામાં આવેલી છે. એનો અમલ હવે થવાની આશા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports