Translate

Thursday, July 3, 2014

ગુજરાતના બજેટમાં મહિલા, રોજગારી અને કૃષિને પ્રાધાન્ય

ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર ગુજરાત સામાજિક

ક્ષેત્રના
વિકાસમાં પાછળ હોવાના આક્ષેપો થાય છે ત્યારે રાજ્ય સરકારે બજેટમાં ક્ષેત્રના વિકાસ પર વધુ ભાર મૂક્યો છે . નાણામંત્રી સૌરભ પટેલે રજૂ કરેલા વર્ષ 2014-15 ના બજેટમાં સામાજિક સેક્ટરનો ફાળો 48 ટકા જેટલો છે . કુલ રૂ .1.33 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રૂ .570.88 કરોડની પુરાંત ધરાવે છે .

વર્ષ 2013-14 કરતાં બજેટના કદમાં 17 ટકાનો વધારો થયો છે . મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બજેટને મહિલા સશક્તીકરણ , યુવાઓને રોજગારી આપતું અને કૃષિ વિકાસને આગળ ધપાવતું અને રાજ્યની વિકાસયાત્રામાં પ્રાણ ફૂંકનારું ગણાવ્યું હતું .

વર્ષ ૨૦૧૪ - ૧૫ માટે મહેસૂલી આવક રૂ .1,03,053 કરોડ અંદાજવામાં આવી છે , જે વર્ષ 2013-14 કરતાં 20.18 ટકા વધુ છે . જ્યારે મહેસૂલી ખર્ચ રૂ .96,216 કરોડ અંદાજવામાં આવ્યો છે . વાર્ષિક વિકાસ આયોજનમાં 21 ટકા વધારાની જોગવાઈ કરવામાં આવી છે .

વર્ષ 2013-14 માં વિકાસ લક્ષી ખર્ચ રૂ .76,679 કરોડ હતો , તેમાં 22 ટકાનો વધારો કરીને વર્ષ 2014-15 માં રૂ .93,648 કરોડ કરવાનો અંદાજ છે . પ્લાન સાઇઝમાં 48.76 ટકા સોશિયલ સેક્ટર પર ભાર મૂકવામાં આવ્યો છે , તેમાં શિક્ષણ , આરોગ્ય , પાણી , પછાત વર્ગો , પાયાની સુવિધાઓ અને ન્યુટ્રીશનનો સમાવેશ કરવામાં આવ્યો છે .

અંદાજપત્રમાં રોજગાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેવો નિર્દેશ કરતાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે , બજેટમાં નર્મદા યોજનાની નહેરોની કામગીરી આવતા વર્ષ સુધીમાં પૂરી કરવાના આશયથી રૂ 9,000 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી . વર્ષને કૃષિ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરાઈ છે . સરકારે કુપોષણ તેમજ નિરક્ષરતા સામે લડવા માટે બજેટમાં જંગી ફાળવણી કરી છે .

પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે , રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટે રૂ .500 કરોડ , અમદાવાદ મેટ્રો રેલવે માટે રૂ .250 કરોડ ફાળવવામાં આવ્યા છે . વર્ષથી તેનું કામકાજ શરૂ કરી દેવામાં આવશે . ઉપરાંત , પોલીસ દળના આધુનિકીકરણ તેમજ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે રૂ .4,358 કરોડની ફાળવણી કરવામાં આવી છે . નગરપાલિકા વિસ્તારોમાં ઓક્ટ્રોય નાબૂદી બાદ આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે .
નગરપાલિકાઓમાં 10 ટકાનો , અમદાવાદ , વડોદરા અને સુરતને 15 ટકા અને રાજકોટની ગ્રાન્ટમાં 20 ટકા , જામનગર , ભાવનગર , જૂનાગઢ અને ગાંધીનગરની ગ્રાન્ટમાં 25 ટકાનો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે . આમ , રૂ .324 કરોડની ગ્રાન્ટમાં વધારા સાથે કુલ રૂ .2,51,155 કરોડની ગ્રાન્ટ નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓને આપવામાં આવશે .

સરકારે પરિવહન ક્ષેત્રમાં રૂ .5,697 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે . રાજ્ય પરિવહન નિગમ 950 નવી બસો શરૂ કરશે . જ્યારે ઊર્જા ક્ષેત્ર માટે રૂ .5,097 કરોડ ફાળવાયા છે . ઊર્જા ક્ષેત્રે સિક્કા અને ભાવનગર ખાતે વીજ ઉત્પાદન મથકો કાર્યરત કરવા આયોજન , 1 લાખથી વધુ કૃષિ વીજજોડાણ આપવા રૂ .1,062 કરોડની જોગવાઈ , કરજણ ખાતે 10 મેગાવોટનો કેનાલ સોલાર વીજ ઉત્પાદન પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે .

જીએસપીસી દ્વારા ટૂંક સમયમાં ગેસનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરાશે . યાત્રાધામોનાં કામ માટે રૂ .100 કરોડ ફાળવાશે . મુખ્યમંત્રી ગૃહયોજનાના ભાગ રૂપે ત્રણ લાખથી વધુ આવાસ બનાવવા રૂ .1,153 કરોડની જોગવાઈ કરવામાં આવી છે .
ઉપરાંત , ધારાસભ્યોને પોતાના વિસ્તારનાં કામ માટે અપાતી ગ્રાન્ટ રૂ .50 લાખથી બમણી કરીને રૂ .1 કરોડ કરાઈ છે . 13 વર્ષ બાદ પ્રથમ વાર ગૃહમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં બજેટ રજૂ થયું હતું .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports