નવી
દિલ્હી
:
બજારમાં
ડુંગળી
અને
બટાટાનો
વધારે
જથ્થો
ઉપલબ્ધ
કરાવવા
અને
તેના
ભાવને
અંકુશમાં
લાવવા
માટે
કેન્દ્ર
સરકારે
બુધવારે
ડુંગળી
અને
બટાટાને
આવશ્યક
ચીજવસ્તુ
ધારામાં
સમાવી
લીધાં
હતાં
તથા
તેના
સંગ્રહ
પર
અંકુશ
લાદ્યો
હતો
.
ડુંગળી અને બટાટાની સંગ્રહખોરીને અંકુશમાં લાવવા કેન્દ્રએ વધુ એક પગલું ભર્યું છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ ( સીસીઇએ ) દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું . સીસીઇએ ગરીબો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વધુ 50 લાખ ટન ચોખા રિલીઝ કર્યા હતા . ડુંગળી - બટાટાના સ્ટોકની મર્યાદા રાજ્ય સરકારો દ્વારા નક્કી થશે અને કોઈ વ્યક્તિ નિયત મર્યાદાથી વધારે પ્રમાણમાં ડુંગળી અને બટાટાનો સંગ્રહ નહીં કરી શકે . આ સ્ટોક હોલ્ડિંગ મર્યાદા આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે .
સીસીઇએ દ્વારા ડુંગળી અને બટાટાને આવશ્યક ચીજવસ્તુ ધારા , 1955 હેઠળ સ્ટોક હોલ્ડિંગ લિમિટમાં લાવવામાં આવ્યાં છે . કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું કે , આ પગલા દ્વારા અમે રાજ્ય સરકારોને સંગ્રહખોરી અને કાળાબજાર સામે આકરી કાર્યવાહી કરવાનો અધિકાર આપીએ છીએ .
આ સંદર્ભમાં આવતીકાલે અધિસૂચના જારી કરવામાં આવશે . ડુંગળી અને બટાટાને 1999 અને 2004 ના સમયગાળામાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આવરી લેવામાં આવ્યાં હતાં . દેશમાં પૂરતા પ્રમાણમાં પુરવઠો હોવા છતાં પણ તેના ભાવ વધી રહ્યા છે તેવી ફરિયાદ અંગે પ્રસાદે જણાવ્યું હતું કે સીસીઇએ આ સ્થિતિની ‘ ગંભીર ’ ચર્ચા કરી હતી .

No comments:
Post a Comment