અમદાવાદ
સ્થિત
અદાણી
જૂથના
શેરોમાં
બજેટ
અગાઉની
લેવાલી
જોવા
મળી
રહી
છે
.
બુધવારે
અદાણી
જૂથની
ત્રણેય
લિસ્ટેડ
કંપનીઓના
શેરોમાં
નોંધપાત્ર
સુધારો
જોવા
મળ્યો
હતો
.
ત્રણેય શેરો મળીને જૂથના માર્કેટ કેપમાં કુલ રૂ .9,500 કરોડ જેટલી વૃદ્ધિ નોંધાઈ હતી . બુધવારે કામકાજના અંતે ભારતીય શેરબજાર પર અદાણી જૂથનું કુલ માર્કેટ કેપ રૂ .1.29 લાખ કરોડ નોંધાયું હતું . જેમાં રૂ .56,078 કરોડના માર્કેટ કેપ સાથે જૂથની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી પોર્ટ જૂથની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બની હતી . જ્યારે જૂથની અન્ય કંપનીઓમાં ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ( રૂ .53,995 કરોડનું માર્કેટ કેપ ) અને અદાણી પાવર ( રૂ .18,786 કરોડનું માર્કેટ કેપ ) નો સમાવેશ થાય છે .
બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 325 પોઇન્ટ ઊછળી 25,841 ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો . જ્યારે નિફ્ટી 90 પોઇન્ટ ઊછળી 7,725 પર બંધ રહ્યો હતો . લાર્જ - કેપ્સ ઉપરાંત મિડ - કેપ્સ અને સ્મોલ - કેપ્સમાં નોંધપાત્ર સુધારો જોવાયો હતો . જુલાઈ સિરીઝમાં સતત ચોથા દિવસે બજાર પોઝિટિવ બંધ રહ્યું હતું . બીએસઇ ખાતે 1,902 શેરોમાં સુધારો જ્યારે 1,172 શેરોમાં ઘટાડો નોંધાયો હતો .
અદાણી જૂથની વાત કરીએ તો લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી ઘણાં ટ્રેડિંગ સત્રો બાદ એકસાથે જૂથ કંપનીઓના શેરોમાં નોંધપાત્ર સુધારો જોવાયો હતો . જૂથના શેરોએ ચૂંટણી અગાઉ એનડીએ સરકારની સંભાવનાને પગલે તીવ્ર સુધારો દર્શાવ્યો હતો .
જેમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરે રૂ .585 નો સ્તર બનાવ્યો હતો . જોકે ત્યાર બાદ તેમાં નોંધપાત્ર કરેક્શન જોવા મળ્યું હતું અને તે રૂ .433 સુધી નીચે આવ્યો હતો . જ્યાંથી સુધરીને બુધવારે તે રૂ .490.95 ની સપાટીએ બંધ રહ્યો હતો . શેરમાં આગલા બંધની સરખામણીમાં 7.22 ટકા અથવા રૂ .33 નો સુધારો જોવા મળ્યો હતો . કેલેન્ડર 2010 માં અદાણી એન્ટરપ્રાઇઝના શેરે રૂ .780 ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી . જ્યાંથી તે સતત ઘટતો રહી રૂ .140 સુધી ઘટી ગયો હતો .
બુધવારે જૂથ કંપની અદાણી પોર્ટનો શેર 11 ટકા ઊછળ્યો હતો . બીએસઇ ખાતે કામકાજના અંતે તે રૂ .270.90 ની સપાટીએ બંધ રહ્યો હતો . જે તેનો સર્વોચ્ચ ભાવ છે . નવેમ્બર 2007 માં લિસ્ટિંગ બાદ તેણે ચાલુ કેલેન્ડર વર્ષમાં બે - એક વાર અદાણી એન્ટરપ્રાઇઝ કરતાં ઊંચું માર્કેટ કેપ નોંધાવ્યું છે .
બુધવારે અદાણી પોર્ટ કરતાં તેનું માર્કેટ કેપ રૂ .2,000 કરોડ જેટલું ઊંચું રહ્યું હતું . અદાણી પોર્ટના કાઉન્ટરમાં ઊંચું કામકાજ જોવા મળ્યું હતું . બીએસઇ ખાતે 33.50 લાખ શેરોનું ટ્રેડિંગ થયું હતું . કાઉન્ટરમાં બે સપ્તાહની 3.35 લાખ શેરોની સરેરાશ કરતાં તે 10 ગણું વધુ હતું . જે સૂચવે છે કે કાઉન્ટરમાં રોકાણકારો તેમજ ટ્રેડર્સનો ઇન્ટરેસ્ટ વધ્યો છે અને તેથી ભવિષ્યમાં તે નોંધપાત્ર સુધારો દર્શાવી શકે છે . અદાણી પાવરનો શેર બુધવારે 2.83 ટકાના સુધારે રૂ .65.35 ની સપાટીએ બંધ રહ્યો હતો . બજેટમાં પાવર કંપનીઓ માટે અનુકૂળ નીતિઓની સંભાવના પાછળ બુધવારે વીજ કંપનીઓના શેરોમાં મજબૂતી જોવા મળી હતી .

No comments:
Post a Comment