પુરુષોના મૅગેઝિન FHM India દ્વારા દીપિકા પાદુકોણને ૨૦૧૪ની સેક્સીએસ્ટ મહિલા જાહેર કરવામાં આવી છે.
સતત ત્રણ વર્ષથી આ તાજ જીતતી આવેલી કૅટરિના કૈફને દીપિકા પાદુકોણે આ વર્ષે પછાડી દીધી છે. દીપિકા ૨૦૧૧માં બીજી અને છેલ્લાં બે વર્ષમાં ત્રીજી આવી હતી, પણ આ વખતે તો તેણે મેદાન મારી જ લીધું છે. કૅટરિના કૈફ આ વર્ષે ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ છે. બીજા નંબરે રહીને પ્રિયંકા ચોપડાએ સ્થાન જાળવી રાખ્યું છે. ગયા વર્ષે ૭૨મા નંબરે રહેલી નર્ગિસ ફખરી ચોથા નંબરે આવી ગઈ છે અને ૮૮મા નંબરે રહેલી શ્રુતિ હાસન પાંચમા નંબરે આવી ગઈ છે. અનુષ્કા શર્મા ગયા વર્ષના ચોથા નંબરેથી છઠ્ઠા નંબરે અને કરીના કપૂર ખાન આઠમા નંબરેથી અગિયારમા નંબરે પહોંચી ગઈ છે. ઇલિએના ડિક્રુઝ ગયા વર્ષે ૭૬મા નંબરે હતી, પણ આ વર્ષે આઠમા નંબરે છે.
બુધવારે દીપિકાને વિનર ઘોષિત કરતો ફૉર હિમ મૅગેઝિન (FHM)નો જુલાઈ મહિનાનો અંક દીપિકાના હાથે જ મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

No comments:
Post a Comment