બગદાદ – ઇરાકમાં હિંસા પર ઉતરેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક
એન્ડ સિરિયા (ISIS)ના કમાન્ડર અબુ બકર અલ બગદાદીએ હવે ભારત સહિત વિશ્વના
અન્ય દેશો સામે ઇસ્લામિક જંગનું એલાન કર્યું છે. ISIS એ જાહેર કરેલા
વીડિયોમાં આતંકવાદીએ વિશ્વભરમાં મુસ્લિમોને એક થવા આહ્રવાન કર્યું છે.
રમઝાનના પવિત્ર માસનો ઉલ્લેખ કરતા અબુ બકર કહે છે, રમઝાન માસ હોય કે અન્ય કોઈ મહિનો અલ્લાહની રાહમાં જેહાદથી વધુ ઉત્તમ કોઈ કામ નથી. આ પ્રસંગનો ફાયદો ઉઠાવો અને ધર્મના રસ્તે ચાલતા જેહાદના માર્ગે ચાલો.
આ વીડિયોમાં સંગઠનના નેતાએ ચીન, ભારત, ફલસ્તીન, સોમાલિયા, અરબના દેશો, કોકશસ, સીરિયા, ઇજિપ્ત, ઇરાક, ઇન્ડોનેશિયા, અફ્ઘાનિસ્તાન, ફિલીપિન્સ, અહવાઝ, ઇરાન, પાકિસ્તાન, ટ્યૂનિશિયા, લીબીયા, અલ્જેરિયા અને મોરેક્કોમાં જેહાદ છેડવાની અપીલ કરી છે. બગદાદીનો આ વીડિયો અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, અલ્બાનિયાઇ અને અરબી ભાષામાં જાહેર કરાયો છે.
હાલમાં જ ISISએ ઇરાક અને સિરિયામાં પોતાના હસ્તક વિસ્તારને ઇસ્લામી સ્ટેટ અને અલ બગદાદીને ખલીફા જાહેર કર્યો છે.
આ તરફ હિંસાગ્રસ્ત ઇરાકમાંથી ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બુધવારે ૫૩૦ ભારતીયોને એર ટિકીટ ફાળવવામાં આવી છે. આ સાથે વધુ ૮૫૦ ભારતીયોને ટિકીટની ફાળવણી કરાઈ રહી છે. તેઓ ખાસ કરીને નજક, કરબલા અને બસરામાં ફસાયેલા છે. મોસુલમાં બંધક ૩૯ ભારતીયોની મુ્ક્તિની હવે કોઈ આશા રહી નથી. તિરકીટમાં પણ ૪૬ નર્સોએ હોસ્પિટલના બેઝમેન્ટમાં આશરો લીધો છે. આ વીડિયો જાહેર થતા આ ભારતીયોની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.

No comments:
Post a Comment