Translate

Sunday, November 16, 2014

સૌથી વધુ વેચાતી 100 દવાઓ થશે સસ્તી

તણાવ, હાઈપરટેન્શન, એચઆઈવી, દુખાવો અને ન્યૂમોનિયાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દેવાઓ જલ્દી સસ્તી થવાની આશા છે. દવાના વેચાણને રેગ્યુલેટ કરનારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) ઓછામાં ઓછી 100 વધુ દવાઓના કોમ્બિનેશનને મૂલ્ય નિયંત્રણના દાયરામાં લાવવા ચાહે છે.

જેમ કે, હાલમાં પેરાસિટામોલની એક બ્રાન્ડ જ મૂલ્ય નિયંત્રણ હેઠળ આવે છે, જ્યારે એનપીપીએએ ભારતીય ફાર્માકોપિયામાં લિસ્ટેડ આ દવાની તમામ બ્રાન્ડની કિંમતોને નિયંત્રિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ જ પ્રકારે, એચઆઈવીના ઈલાજમાં સામાન્યરૂપે ઉપયોગમાં લેવાતી નેલફિનવિર અને રિટોનવિરના મામલામાં રેગ્યુલેટર કેપ્સૂલની સાથે ટેબલેટ દવાઓને પણ નિર્ધારિત કરવાની યોજના બનાવી રહ્યા છે.

ઓથોરિટીની આ પહેલ મહત્વની છે, કારણકે આ બીજીવાર છે જ્યારે એનપીપીએએ રાષ્ટ્રીય આવશ્યક ઔષધિ યાદી 2011ના દાયરાની બહારની દવાઓની કિંમત ઘટાડવા પ્રયાસ કર્યો છે. મેમાં ઓથોરિટીએ 108 દવાઓની કિંમત ઘટાડવા માટે જનહિત અનુચ્છેદ લગાવ્યો હતો, પરંતુ કંપનીઓ અદાલતમાં પહોંચતા કાયદા મંત્રાલયની સલાહ બાદ આ યાદી પાછી લેવી પડી હતી.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી હોવાના કારણે આ મુદ્દે રાજકીય સહમતી છે. વર્તમાનમાં સરકાર ઔષધિ યાદી, 2011માં લિસ્ટેડ દવાઓની 348 બ્રાન્ડ અથવા 652 પેકની કિંમતને નિયંત્રિત કરે છે. તેમાં પણ આ યાદીમાં માત્ર ખાસ ડોઝ, બ્રાન્ડ અને કોમ્બિનેશન જ સામેલ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports