Translate

Wednesday, November 19, 2014

મોબાઈલ ધારકનો ડેટા પોલીસના હાથમાં, કોઈપણ નામ-સરનામાં જાણી શકશે

એકલવ્ય એસડીઆર સોફ્ટવેરમાં મોબાઈલ નંબર નાખી પોલીસ કોઈપણ નામ-સરનામાં જાણી શકશે
મોબાઈલ ધારકનો ડેટા પોલીસના હાથમાં, કોઈપણ નામ-સરનામાં જાણી શકશે
અમદાવાદ : હવે મોબાઈલથી કોઇને ધમકી આપતા, ખંડણી માંગતા કે બીભત્સ ફોટા મોકલતા  ચેતજો. હવે અમદાવાદ પોલીસ પાસે આવી ગયું છે એકલવ્ય એસ. ડી. આર. સોફ્ટવેર(સબસ્ક્રાઈબર ડિટેઈલ રેકોર્ડ). આ સોફ્ટવેરની મદદથી પોલીસ પોતાના મોબાઈલ ફોનમાં જે પણ નંબર નાખશે તે સીમકાર્ડ ધારકનું પૂરું નામ, સરનામું, કઇ કંપનીનું સીમકાર્ડ છે તે સહિતની માહિતી મોબાઈલમાં આવી જશે.

અમદાવાદના તમામ પીએસઆઈ અને તેની ઉપરના અધિકારીઓના મોબાઈલમાં આ સોફ્ટવેર ડાઉન લોડ કરાયું છે. જે પણ મોબાઈલ ફોનમાં આ સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં આવે છે તે મોબાઈલ ધારકનું નામ, મોબાઈલ નંબર સહિતની માહિતી કમ્પ્યૂટર સર્વરમાં હોવી જરૂરી છે. જે મોબાઈલ ધારક પોલીસ અધિકારીનો નંબર આ સોફ્ટવેરના સર્વરમાં એડ કરેલો હશે તે જ મોબાઈલ ફોન ધારક પોલીસ અધિકારી આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશે.

પોલીસે પહેલા વિગતો મેળવવા માટે મોબાઈલ કંપની પાસે જવું પડતું હતું

અપહરણ, ખંડણી, ધાકધમકી કે પછી છોકરીઓને બીભત્સ મેસેજ કે ફોટા મોકલીને હેરાન પરેશાન કરતા ટેલિફોન રોમિયો વિશે માહિતી મેળવવા માટે પહેલા પોલીસને જે-તે સર્વિસ પ્રોવાઈડર કંપનીના ઘૂંટણીએ પડવું પડતું હતુ . જેના માટે ડીસીપી કક્ષાના અધિકારીના લેટર ઉપર જે મોબાઈલ ધારકનો નંબર જોઇતો હોય તે નંબર લખીને શા માટે જોઇએ છે તે જણાવવું પડતું હતું. ત્યારબાદ કંપની  જે-તે સીમકાર્ડ ધારકનું પૂરું નામ, સરનામું આપતી હતી.

PI-તેમની ઉપરના અધિકારીઓને જ આ સત્તા અપાઈ

શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈ અને તેની ઉપરના અધિકારીના નામ અને મોબાઈલ નંબરનો ડેટા એકલવ્ય એસ.ડી.આર.ના સોફ્ટવેરમાં ડાઉન લોડ કરાયો છે. જે પોલીસ અધિકારીઓનો ડેટા આ સોફ્ટવેરમાં છે તે પોલીસ અધિકારીઓએ તેમના મોબાઈલમાં એકલવ્ય એસ.ડી.આર.માં જઇને ફક્ત મોબાઈલ નંબર લખીને સર્ચ કરવાનું રહેશે. જેથી ગણતરીની સેકન્ડમાં જ મોબાઈલ ધારકનું પૂરું નામ, સરનામું તેમજ તે કયું સીમકાર્ડ વાપરે છે તે તરત જ સ્ક્રીન ઉપર આવી જશે.

અન્ય શહેરો અને જિલ્લા પોલીસને પણ લાભ મળશે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે અમદાવાદ પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ એકલવ્ય એસ.ડી.આર.સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે સમય જતા ગુજરાતના અન્ય શહેરો અને જિલ્લાની પોલીસને પણ આનો લાભ મળશે.

લોકો-પોલીસની સગવડ માટે આ સોફ્ટવેર ઉપયોગી

 મોબાઈલ ફોનથી ધાકધમકી આપતા, ખંડણી માંગતા કે રોમિયો ટાઈપના આરોપીઓને પકડવામાં આ સોફ્ટવેર બહુ ઉપયોગી સાબિત થયું છે. આ સોફ્ટવેર ફકત પોલીસની જ નહીં પરંતુ લોકોની સગવડ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. - એ.કે.શર્મા, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ
 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports