Translate

Wednesday, November 19, 2014

જીરું વાયદો એક મહિનામાં ૧૫૮૦ રૂપિયા વધ્યો : તેજીવાળાનો ૧૪ હજાર રૂપિયાનો ટાર્ગેટ

જીરુંમાં ધાણા-મરીમાં કમાયેલા મુંબઈના સટોડિયાઓની એન્ટ્રી

ગુજરાત-રાજસ્થાનના ખેડૂતોને ગયા વર્ષે જીરુંમાં ઓછા ભાવ મળતાં આ વર્ષે વાવેતર ઘટવાની ધારણા અને વાયદામાં ભાવ પાંચ વર્ષની નીચી સપાટીએ હોવાથી જીરું વાયદામાં નીચા મથાળે લેવાલી નીકળતાં છેલ્લા એક મહિનામાં જીરું વાયદામાં ૧,૫૮૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જીરું સાથે સંકળાયેલા ટૉપ લેવલના ટ્રેડરના જણાવ્યા અનુસાર મુંબઈમાં નરીમાન પૉઇન્ટસ્થિત સટોડિયા ગ્રુપે જીરુંમાં એન્ટ્રી કરી છે. આ ગ્રુપે અગાઉ મરી અને ધાણા વાયદામાં કૉર્નરિંગ કરીને વાયદામાં કૃત્રિમ તેજી કરી હતી. આ ગ્રુપની જીરુંમાં એન્ટ્રી થઈ ચૂકી હોવાથી આવનારા દિવસોમાં જીરુંમાં મોટી તેજી થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. હાલ જીરું નિયરમન્થ વાયદામાં ૧૨,૫૦૦ રૂપિયા આસપાસના ભાવ ચાલી રહ્યા છે, એને ઊંચકાવીને ૧૪,૦૦૦ રૂપિયા સુધી લઈ જવાનો ટાર્ગેટ સટોડિયા ગ્રુપે મૂક્યો હોવાનું જાણકારો બતાવી રહ્યા છે. જીરું નવેમ્બર વાયદામાં છેલ્લા એક મહિનામાં ૧,૫૫૦ રૂપિયાની તેજી આવી હતી. એક મહિના અગાઉ ૧૭મી ઑક્ટોબરે નવેમ્બર વાયદો ૧૦,૯૨૦ રૂપિયા હતો, જે વધીને છેલ્લે ૧૨,૫૦૦ રૂપિયા થયો હતો.

ફિઝિકલ માર્કેટમાં હાલ જીરુંની ડિમાન્ડ સારી છે, પણ સામે વેચવાલી હોવાથી કોઈ મોટી તેજી થવાના ફન્ડામેન્ટ્સ નથી. જીરુંના મુખ્ય મથક ઉંઝામાં રોજિંદી ૧૪થી ૧૫ હજાર ગૂણીની આવક થઈ રહી છે અને એની સામે એટલી જ વેચવાલી આવી રહી છે. જીરુંમાં છેલ્લા એક મહિનામાં ભાવ ઊછળતાં નિકાસમાગ વધી છે. મુંબઈના અગ્રણી નિકાસકારના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં ક્રિસમસના વેકેશન અગાઉ યુરોપ-અમેરિકા તથા ગલ્ફ દેશોની ડિમાન્ડ સારી રહેશે. વિશ્વમાં ભારતીય જીરુંની મોનોપૉલી હોવાથી વધતાં ભાવે હાલ ડિમાન્ડ સતત વધી રહી છે. ફિઝિકલ માર્કેટના વેપારીઓના મતે જીરુંમાં જૂના સ્ટૉકનો બોજો ઊંચા મથાળે તેજીને અટકાવશે. ઉંઝામાં સાતથી આઠ લાખ બોરીનો સ્ટૉક અને ઉંઝા સિવાય ૧૦થી ૧૨ લાખ ગૂણીનો સ્ટૉક દરેક ઊંચા મથાળે વેચવાલી લાવશે. જીરુંના એક સ્ટૉકિસ્ટે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જીરુંની સીઝનના આરંભથી જેણે વેચીને વેપાર કર્યો છે તે જ કમાયા છે. સ્ટૉક રાખવાવાળાને માર ખાવાનો વખત આવ્યો હોવાથી જીરુંમાં દરેક ઉછાળે બમણા જોરથી વેચવાલી આવવાની સંભાવના છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports