Translate

Friday, November 7, 2014

બ્લેક મની: છીંડાં દૂર કરવા સાયપ્રસ પર દબાણ

વિદેશી બેન્ક ખાતાં અંગે માહિતીનું આદાનપ્રદાન કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડ સાથે મહત્ત્વની સફળતા મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે યુરોપિયન ટેક્સ હેવન સાયપ્રસ પર પણ દબાણ વધાર્યું છે. કાળાં નાણાંના સંગ્રહ માટે સાયપ્રસ મહત્ત્વનો દેશ ગણાય છે અને કાળાં નાણાં સામે ભારત સરકારની ઝુંબેશ અંતર્ગત સાયપ્રસ પર દબાણ વધારવામાં આવી રહ્યું છે.

સરકાર સાયપ્રસ સાથેની ટેક્સ સંધિની એક શરત દૂર કરવા માંગે છે જેના હેઠળ રોકાણકારે સાયપ્રસમાં મેળવેલા કેપિટલ ગેઇનને ભારતમાં ટેક્સમાંથી મુક્તિ મળે છે.

ચાલુ મહિને વિદેશ મંત્રાલયની એક ટીમ સાયપ્રસની મુલાકાતે જશે. બેન્ક ખાતાં અંગે માહિતી ન આપવાના કારણે ભારતે સાયપ્રસને બ્લેક લિસ્ટમાં મૂક્યું છે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ટેક્સ સંધિમાં સુધારા કરવાની યોજના છે.ભારતે સાયપ્રસ પરથી નોન-કોઓપરેટિવ ક્ષેત્રનું ટેગ દૂર કરવા માટે ટેક્સ સંધિમાં સુધારાની શરત મૂકી છે. ભારતમાંથી બહાર જતા સીધા વિદેશી રોકાણમાં સાયપ્રસ સાતમા ક્રમે છે. 2012-13માં ભારતમાંથી સાયપ્રસમાં 49 કરોડ ડોલરનું વિદેશી રોકાણ ગયું હતું જ્યારે 2013-14માં સાયપ્રસમાં 55.7 કરોડ ડોલર ગયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં ભારતે સાયપ્રસ સાથેની તમામ ટેક્સ સંધિઓ રદ કરીને સાયપ્રસને નોન-કોઓપરેટિવ દેશનો ટેગ આપ્યો હતો. સાયપ્રસે પોતાને ત્યાં બેન્ક એકાઉન્ટમાં રહેલા ભારતીયોનાં નાણાં અંગે માહિતી આપવાનો ઇનકાર કર્યા પછી સંધિ તોડવામાં આવી હતી. આ ટેગ અપાવાના કારણે સાયપ્રસને કરવામાં આવતી તમામ ચુકવણી પર 30 ટકા વિથહોલ્ડિંગ ટેક્સ લાગુ થાય છે અને ત્યાંથી આવતા ફંડ વિશે ભારતીય કંપનીઓએ વધારે માહિતી પૂરી પાડવી પડે છે.

સાયપ્રસમાં રોકાણ ધરાવતી ભારતીય કંપનીઓએ સાયપ્રસમાં કોઈ પણ કંપની સાથે ટ્રાન્ઝેક્શનથી મળતા એલાઉન્સ અને ખર્ચ પર ડિડક્શન ગુમાવવા પડ્યા છે.

નાણાકીય ધારો 2011 લાગુ થયા બાદ સાયપ્રસ પ્રથમ એવો પ્રદેશ છે જેના પર નોન-કોઓપરેટિવ પ્રદેશનો ટેગ લગાવવામાં આવ્યો છે. સાયપ્રસે કેટલીક માહિતી આપવાની તૈયારી દર્શાવી છે, પરંતુ ભારત ઇચ્છે છે કે સાયપ્રસ 20 વર્ષ જૂની ટેક્સ સંધિમાં સુધારા કરવા માટે તૈયાર થાય જે યુરોપિયન ટેક્સ હેવનમાં રહેવાસીઓને ટેક્સ લાભ અપાવે છે.

તેમાં મળતા ટેક્સ લાભ ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અને ભારત -સિંગાપોર ટેક્સ સંધિ જેવા જ છે. જેમાં કેપિટલ ગેઇન પર ટેક્સ મુક્તિ વગેરે સામેલ છે. વ્યાજ, રોયલ્ટી અને ટેક્‌નિકલ સર્વિસ પર ફી પણ 10 ટકાના નીચા દરે લાગુ થાય છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 15
n/a GDT Price Index 1 1.1%
21:00 52-Week Bill Auction 1 3.820% 3.945%
Wednesday, Apr 16
02:00 API Weekly Crude Oil Stock 1 2.400M -1.680M -1.057M
04:40 Fed's Cook speech 2
06:30 Westpac Leading Index (MoM) 1 -0.10% 0.06%
11:30 Retail Price Index (MoM) 2 0.0% 0.6%
11:30 Retail Price Index (YoY) 2 3.2% 3.4%
11:30 Consumer Price Index (YoY) 3 2.7% 2.8%
11:30 Consumer Price Index (MoM) 3 0.4% 0.4%
11:30 Core Consumer Price Index (YoY) 3 3.4% 3.5%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener