Translate

Thursday, November 13, 2014

રોહિત બન્યો વન-ડેમાં બે વખત ડબલ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન, સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો

( બેવડી સદી ફટકાર્યા બાદ ઉત્સાહિત રોહિત શર્મા.)
 
- રોહિતે 173 બોલમાં 33 ફોર અને 9 સિક્સર સાથે 264 રન બનાવ્યા, સેહવાગના 219 રનનો રેકોર્ડ પણ તોડ્યો

કોલકાતા :  રોહિત શર્માએ શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં શાનદાર બેટિંગ કરતા 264 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત વન-ડે ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. રોહિતે 173 બોલમાં 33 ફોર અને 9 સિક્સર સાથે 264 રન બનાવ્યા છે. અગાઉ રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 209 રન બનાવ્યા હતા. રોહિતે વન-ડે ક્રિકેટનો હાઈએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો, તેણે સેહવાગના 219 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે વેસ્ટ ઇન્ડીઝ સામે 219 રન બનાવ્યા હતા.
 
ભારતનો 153 રને વિજય
 
રોહિત શર્માના 264 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં 153 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 404 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 43.1 ઓવરમાં 251 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.
 
રોહિતે આમ બનાવ્યા 264 રન

50 રન - 72 બોલ
100 રન - 100 બોલ
150 રન - 125 બોલ
200 રન - 151 બોલ
250 રન - 166 બોલ
264 રન - 173 બોલ
 
કોની સામે કેટલી ફોર અને સિક્સરો ફટકારી
 
નુવાન કુલાસેકરા - 32 બોલમાં 58 રન, 8 ફોર, 2 સિક્સર
એન્જલો મેથ્યુસ - 29 બોલમાં 30 રન, 2 ફોર, 2 સિક્સર
એરંગા - 31 બોલમાં 53 રન, 7 ફોર, 2 સિક્સર
થિસારા પરેરા - 14 બોલમાં 25 રન, 3 ફોર, 1 સિક્સર
પ્રશન્ના - 37 બોલમાં 43 રન, 3 ફોર, 1 સિક્સર
અજંતા મેન્ડિસ - 27 બોલમાં 49 રન, 9 ફોર
તિલકરત્ને દિલશાન - 3 બોલમાં 6 રન, 1 ફોર

વન-ડેમાં સૌથી વધુ રન ફટકારનાર ટોપ 5 બેટ્સમેન
 
ખેલાડી રન બોલ 4 6 ટીમ કોની સામે મેદાન વર્ષ
રોહિત શર્મા 264 173 33 9 ભારત શ્રીલંકા ઈડન ગાર્ડન 13-Nov-14
સહેવાગ 219 149 25 7 ભારત વેસ્ટ ઈન્ડિઝ ઈન્દોર 8-Dec-11
રોહિત શર્મા 209 158 12 16 ભારત ઓસ્ટ્રેલિયા બેંગ્લોર 2-Nov-13
સચિન 200* 147 25 3 ભારત દક્ષિણ આફ્રિકા ગ્વાલિયર 24-Feb-10
ચાર્લ્સ કોવેન્ટ્રી 194* 156 16 7 ઝિમ્વાબ્વે બાંગ્લાદેશ બુલાવાયો 16-Aug-09
સઈદ અનવર 194 146 22 5 પાકિસ્તાન ભારત ચેન્નઈ 21-May-97

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports