Translate

Monday, November 3, 2014

મુખ્ય પ્રધાન ફડણવીસે કૉમન મૅનની માફક ફ્લાઇટના ઇકૉનૉમી ક્લાસમાં કર્યો પ્રવાસ

પોતાના હોમટાઉન નાગપુર જવા માટે મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસે ગઈ કાલે સરકારી વિમાનમાં પ્રવાસ ન કરતાં સામાન્ય માણસની માફક ફ્લાઇટમાં ઇકૉનૉમી ક્લાસમાં પત્ની અમૃતા સાથે પ્રવાસ કર્યો હતો.


પોતાની સાથે રાજ્યના ચીફ મિનિસ્ટર પ્રવાસ કરતા હોવાનું જાણ્યા બાદ અનેક પ્રવાસીઓ તેમની સાથે સેલ્ફી લેવાની તક ચૂક્યા નહોતા. મુખ્ય પ્રધાને પણ આ મુસાફરીનો આનંદ માણ્યો હતો અને તેમની સાથે ફોટો પડાવીને લોકોને ખુશ કરી દીધા હતા.

શિવસેના સાથે વાટાઘાટો પ્રગતિને પંથે : ફડણવીસ

મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે શિવસેના સાથેની વાતચીત પ્રગતિના પંથે હોવાનું જણાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમે અમારા ભૂતપૂર્વ ભાગીદાર સાથે ફરી યુતિ કરીશું અને મજબૂત સરકાર સ્થાપીશું.

ફડણવીસે કહ્યું હતું કે ‘NCPની શરત વિના બહારથી ટેકો આપવાની ઑફર મેં સ્વીકારી અથવા નકારી નથી અને એનો ૧૨ નવેમ્બરે વિશ્વાસના મત દરમ્યાન ગેરહાજર રહેવાનો નિર્ણય એકતરફી છે. આ તેમનો નિર્ણય છે અને તેમણે જણાવ્યું છે કે તેઓ વિશ્વાસના મત દરમ્યાન ગેરહાજર રહેશે.’

ફડણવીસે વધુમાં ઉમેર્યું હતું કે ‘મારી સરકાર કોઈના પણ દબાણ હેઠળ આવ્યા વિના કામ કરશે. અમે સરકાર બચાવવાનો પ્રયાસ નહીં કરીએ અને મૂળભૂત મુદ્દાઓ પર કોઈ સમાધાન નહીં કરીએ.’

 BJPએ શિવસેના પાસે લેખિત માફી માગી છે એવા અહેવાલોનું ફડણવીસે ખંડન કર્યું હતું. આ વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતુ કે ‘અમે કોઈ માફી નથી માગી, પરંતુ વડા પ્રધાન વિશે જેણે લખ્યું તે વ્યક્તિએ પોતાની જાતને વામણી કરી છે. ઉદ્ધવે પણ આ લખાણો વિશે અસહમતી વ્યક્ત કરી છે. આ લખાણો વિશે નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જે લખવામાં આવ્યું છે એ ખરેખર અયોગ્ય છે.’

જો શિવસેના સાથે કોઈ સમજૂતી નહી થાય તો પણ BJPની શુભકામના શિવસેના સાથે રહેશે.

બહુમત પુરવાર કર્યા પછી મુખ્ય પ્રધાન વર્ષા બંગલામાં રહેવા જશે


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક મહિના સુધી તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં રહેવા નહીં જાય અને બહુમત પુરવાર કર્યા પછી જ ત્યાં રહેવા જશે. સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ માટેનો યોગ્ય સમય જાણવા માટે પરિવાર તેમના ફૅમિલી પંડિતની ઍડ્વાઇઝ લેવા માગે છે અને સત્યનારાયણ પૂજા કરાવવાની પણ તેમની ઇચ્છા છે.

મુખ્ય પ્રધાને માતા સરિતા સાથે શુક્રવારે બંગલાની ઊડતી મુલાકાત લીધી હતી અને એક મહિના પછી તેઓ ગૃહપ્રવેશ કરશે એવું કહ્યું હતું. સૂત્રોનું આ બાબતે કહેવું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સિમ્પલ વ્યક્તિ છે. મુખ્ય પ્રધાનને લાગે છે કે નવા શેડ્યુલ અને ફૅમિલી સાથે ઍડ્જસ્ટ થવામાં તેમને સમય લાગશે અને સ્પેશ્યલ સેશન પછી પોતાનો પ્લાન નક્કી કરવામાં તેમને અનુકૂળતા રહેશે. મુખ્ય પ્રધાન હકીકતને સમજે છે કે સરકારી બંગલામાં રહેવાથી ગવર્નમેન્ટ ઑફિસરોને તેમને મળવું સહેલું થઈ જશે. વળી હમણાં ઑફિસમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે એ તોરણ બંગલો વર્ષા બંગલાની નજીક જ આવ્યો છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
18:00 Wholesale Sales (MoM) 1 0.3% 0.4% 1.4% Revised from 1.2%
21:00 6-Month Bill Auction 1 4.06% 4.00%
21:00 3-Month Bill Auction 1 4.225% 4.175%
21:30 Fed's Barkin speech 2
22:30 Fed's Waller speech 2
Tuesday, Apr 15
01:30 Fed's Harker speech 2
04:15 Food Price Index (MoM) 1 -0.5%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.5% 0.9%
05:10 Fed's Bostic speech 2
07:00 RBA Meeting Minutes 3
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener