Translate

Tuesday, November 25, 2014

ચેન્નઈનાં ડૉલી ખન્ના વર્તમાન બુલ-રનનાં સ્ટાર છે?

તેમની પાસે ૧૪ લિસ્ટેડ કંપનીઓના ૧ ટકાથી વધારે શૅર છે
અત્યાર સુધીનો અનુભવ કહે છે કે શૅરબજારની દરેક તેજીની સાથે એક સ્ટાર જન્મ લે છે. આ સ્ટાર તેજીલા તોખાર જેવા સ્ટૉક પસંદ કરે છે, જે વખત જતાં ભરપૂર કમાણી કરાવી આપતા પુરવાર થાય છે. આ વખતની તેજીનાં સ્ટાર ડૉલી ખન્ના હોય તો નવાઈ નહીં, કારણ કે તેમની પાસે ૧૪થી વધુ લિસ્ટેડ કંપનીઓના ૧ ટકાથી વધારે શૅર છે. વળી તેમણે જ્યાં-જ્યાં હાથ નાખ્યો છે ત્યાં ઘણી કમાણી કરી લીધી છે. ડૉલી ખન્ના પાસેના શૅરનું મૂલ્ય ૧૭૫ કરોડ કરતાં વધારે હોવાનો અંદાજ છે. તેમના સ્ટૉક્સ અનેકગણું વળતર આપી ગયા છે.

ડૉલીનું રોકાણ મોટા ભાગે સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં છે. હાલ દલાલ સ્ટ્રીટમાં તેનું અનુકરણ કરનારા લોકોની સંખ્યા વધવા લાગી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે તેઓ ફક્ત એક ગૃહિણી હોવાનું કહેવાય છે.

બજારના જાણકારો કહે છે કે તેઓ એક સમયના ક્વૉલિટી મિલ્ક ફૂડ્સના માલિક રાજીવ ખન્નાનાં પત્ની છે. ચેન્નાઈમાં રહેતા આ દંપતીએ વ્યવસાય તરીકે નહીં પણ શોખ ખાતર સ્ટૉક-ઇન્વેસ્ટિંગ શરૂ કર્યું હતું. રાજીવ ખન્નાએ ક્વૉલિટી મિલ્ક ફૂડ્સ ૧૯૯૫માં હિન્દુસ્તાન યુનિલીવરને વેચી કાઢી હતી. એમાંથી મળેલાં નાણાંથી રાજીવ ખન્નાએ ૧૯૯૬-૯૭માં પહેલી વાર શૅરબજારમાં રોકાણ શરૂ કર્યું. હાલ તેઓ ૬૭ વર્ષના છે. હજી પણ તેમનો દૂધની બનાવટનો બિઝનેસ છે.

રાજીવ ખન્નાએ હૉકિન્સ કુકર્સમાં કરેલું રોકાણ સૌથી પહેલું ફાયદાકારક રોકાણ નીવડ્યું. તેમણે આ કંપનીમાં ૨૦૦૭માં રોકાણ કરવાની શરૂઆત કરી. જૂન ૨૦૦૯ સુધી તેઓ ખરીદી કરતા રહ્યા. તેમની ઍવરેજ પ્રાઇસ ૧૩૦-૧૪૦ની હતી. આજે હૉકિન્સનો ભાવ ૩૨૫૧ છે. આ કંપની પોતાના નફાના ઓછામાં ઓછા ૭૦ ટકા જેટલો હિસ્સો ડિવિડંડ સ્વરૂપે વહેંચી દે છે. રાજીવ ખન્નાએ ત્યાર બાદ વિમ પ્લાસ્ટ લિમિટેડની ખરીદી કરી. બે વર્ષમાં એ શૅરમાં સાત ગણું વળતર મળ્યું. સેરા સેનિટરી વેરમાં તેમને ૬ ગણું, આરએસ સૉફ્ટવેરમાં બે વર્ષમાં પાંચ ગણું તથા અવંતિ સીડ્સમાં ૬ મહિનામાં ૩ ગણું વળતર મળ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે રાજીવ ખન્ના સંશોધન કર્યા બાદ જ સ્ટૉકની પસંદગી કરે છે. તેમણે કરેલા રોકાણમાં ધીરજનાં ફળ દસ વર્ષ બાદ અર્થાત ૨૦૦૭થી મળવા લાગ્યાં. જોકે અમુકમાં તેમને ઓછા સમયમાં પુષ્કળ લાભ થયો છે. દા.ત. તેમણે અમર રાજા બૅટરીઝમાં ૨૦૧૨ના જૂન ક્વૉર્ટરમાં ૧૩ કરોડ રૂપિયામાં ૧ ટકા શૅર ખરીદ્યા હતા. એ આખો સ્ટેક તેમણે છ મહિના કરતાં ઓછા સમયમાં ૩૯ કરોડ રૂપિયામાં વેચી દીધો. છેલ્લે તેમને પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ, મોલ્ડ ટેક પૅકેજિંગ અને નીલકમલમાં ધરખમ લાભ થયો છે.

રાજીવ ખન્નાનું બૅકગ્રાઉન્ડ
રાજીવ ખન્ના મદ્રાસના કેમિકલ એન્જિનિયર છે. શરૂઆતમાં તેમણે દવાની એક કંપનીમાં કામ કર્યું હતું અને ૧૯૮૬માં ક્વૉલિટી મિલ્ક ફૂડ્સની સ્થાપના કરી. તેમની ક્વોલિટી આઇસક્રીમ પણ ઘણી વખણાઈ હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports