Translate

Saturday, November 29, 2014

બ્રાન્ચમાં જશો તો પણ લાગશે ચાર્જ, વાંચોઃ કેવા ચાર્જ વસૂલે છે BANK તમારી પાસેથી

બ્રાન્ચમાં જશો તો પણ લાગશે ચાર્જ, વાંચોઃ કેવા ચાર્જ વસૂલે છે BANK તમારી પાસેથી
(પ્રતિકાત્મક તસવીર)
બિઝનેસ ડેસ્ક. રોજિંદા જીવનમાં દરેક ક્ષેત્રમાં જાગરૂકતા હોવો જરૂરી છે. ખાસ કરીને નાણાકીય મામલે તો જાગરૂકતા હોવી જ જોઈએ. બેંક એકાઉન્ટને લઇને પણ આવું જ હોઈ છે. લોકો ઘણીવાર સ્ટેટમેન્ટમાં ડેબિટ થયેલ રકમ માટે બેંક અધિકારીઓ સાથે તકરાર કરતા હોય છો. આવું બેંક દ્વારા લેવાતા જુદા જુદા ચાર્જની જાણકારીના અભાવમાં થાય છે. માટે, આજે અમે તમને જણાવીએ છીએ કેટલાક એવા ચાર્જીસ વિશે જે બેંક તમારી પાસેથી વસૂલે છે. એકાઉન્ટ ખોલાવવાથી લઇને બેંકમાં થનારા ટ્રાન્ઝેક્શન માટે પણ ફી વસૂલવામાં આવે છે. 

આવો જાણીએ આવા 10 ચાર્જીસ વિશે....
વારંવાર બ્રાન્ચ પર જઈને ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ વસૂલે છે બેંક 
જો તમને એવું લાગતું હોય કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન અને એટીએમનો ઉપયોગ કરવાને બદલે બેંક જઇને ટ્રાન્ઝેક્શન કરવું વધારે સરળ છે અને તમારી પાસેથી તેનો કોઈ ચાર્જ પણ વસૂલવામાં નથી આવતો, તો એ તમારી ગેરસમજ છે. જો તમે કોઈ ખાનગી બેંકના ગ્રાહક છો તો ક્વાટર્લી તમે બ્રાંચમાંથી 12 વખત જ ટ્રાન્ઝેક્શન કરી શકો છો જો 13મી વખત ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો 50 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ મોટેભાગે ખાનગી બેંક જ વસૂલે છે. તમને એવું લાગશે કે આ બેંક મનમાની કરે છે, પરંતુ બેંક પાસે આ ચાર્જ વસૂલવા માટેના પોતાનો તર્ક છે.
એકાઉન્ટ બંધ કરાવવા પર પર લાગે છે ચાર્જ
જો તમે ઘણાબધા બેંક એકાઉન્ટ ખોલાવી રાખ્યા છે અને હવે કોઈ એકાઉન્ટ બંધ કરાવવું છે તો ધ્યાન રહે કે તેમાં પણ ખર્ચ આવી શકે છે. જો તમારે એકાઉન્ટ ખોલાવ્યે છ મહિના પણ ન થયા હોય તો મોટા ભાગની બેંક તેને બંધ કરવા માટે 50 થી લઇને 200 રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે. જો તમારા એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન થયે છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોય તો તેના માટે પણ દંડ ભરવો પડી શકે છે. તેમાં ખાનગી બેંકના પોતાના નિયમ હોય છે. 
  બીજી બ્રાંચ જવા પર લાગે છે ચાર્જ
જે બ્રાંચમાં તમારુ એકાઉન્ટ છે, તે સિવાયની બ્રાંચમાં જઇને જો તમે ટ્રાન્ઝેક્શન કરો છો, તો તેના માટે પણ રૂપિયા ચુકવવા પડે છે. ખાનગી બેંક પ્રથમવાર તો એવા કોઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ નથી વસૂલતી પરંતુ ત્યાર પછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ હજાર રૂપિયા પર પાંચ રૂપિયા ચાર્જ વસૂલે છે.
માસિક સ્ટેટમેન્ટ ચાર્જ
તમારા ખિસ્સામાંથી ચાર્જ વસૂલતા લિસ્ટમાં તમારૂં બેંક સ્ટેટમેન્ટ પણ છે. જો તમે ઈચ્છો છો કે દર મહિને તમારા ઘરે બેંક સ્ટેટમેન્ટ આવે, તો તેના માટે તમારે બેંકને ચાર્જ ચૂકવવો પડે છે. દરેક બેંક પોતાની રીતે ચાર્જની કિંમત નક્કી કરે છે. મોટા ભાગની બેંકમાં તેની કિંમત 200 રૂપિયા સુધીની હોય છે. જોકે, ઇમેલ દ્વારા સ્ટેટમેન્ટ મંગાવવા પર કોઈ ચાર્જ લેવાતો નથી. રિઝર્વ બેંકના આદેશ અનુસાર, બેંકોએ દર 3 મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટ મોકલવાનું હોય છે, જેના માટે બેંક કોઈ ચાર્જ વસૂલી નથી શકતી.
ચેક સ્ટેટસ જાણવાનો પણ લાગે છે ચાર્જ
જો તમે તમારા ચેકનું સ્ટેટસ જાણવા માગો છો તો ઘણી ખાનગી બેંક તેના માટે ચાર્જ વસૂલે છે. આ સર્વિસ માટે બેંક 25 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. નિષ્ણાંતોના મતે, રનિંગ ચેકના સ્ટેટસની જાણકારી માટે આ ફી ચૂકવવાની નથી રહેતી, પરંતુ તમે જ્યારે જુના ચેકનું સ્ટેટસ જાણવા માગો છો ત્યારે આ ચાર્જ ચૂકવવો પડે છે.
સરનામું કન્ફર્મેશનનો પણ લાગે છે ચાર્જ
સરકારી બેંકોથી ઊલટું, ખાનગી બેંક કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જેમ કે, બેલેન્સ સર્ટિફિકેટ, એડ્રેસ કન્ફર્મેશન, અટેસ્ટેડ સિગ્નેચર, અટેસ્ટેડ ફોટો વગેરેના બદલે 50 થી 200 રૂપિયા સૂધી ચાર્જ વસૂલે છે. બેંકો પાસે એનો પણ તર્ક છે. બેંકો અનુસાર, આ તમામ ડોક્યુમેન્ટ પર લગાવેલ ચાર્જ વાજબી છે. જો આ સર્ટિફિકેટ લેવા તમે વકીલ પાસે જશો તો તે પણ તેના માટે ચાર્જ વસૂલ કરશે.
મિનિમમ બેલેન્સ ન હોવા પર લાગે છે ચાર્જ
બેંક એકાઉન્ટ ખોલાવતા સમયે તમારી સમક્ષ મિનિમમ બેલેન્સ રાખવાની શરત રાખવામાં આવે છે. મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંક તગડો ચાર્જ વસૂલે છે. બેંક ક્વાર્ટર્લી મિનિમ બેલેન્સ ન રાખવા પર 750 થી 1500 સુધીનો ચાર્જ વસૂલે છે. આવી સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન પર પણ ફી વસૂલવામાં આવે છે.
અન્ય બેંકના એટીએમ પર 5થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર લાગે છે ચાર્જ 
એટીએમમાં રૂપિયા ઉપાડવાની સુવિધાની સાથે ઉપભોક્તાની સાથે એ પણ સમસ્યા નડે છે કે તેમને દરેક જગ્યાએ તેમની બેંકનું એટીએમ નથી મળતું. આવી સ્થિતિમાં બીજી બેન્કના એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડી શકે છે. જોકે આ ચાર્જ બીજી બેંકના એટીએમમાંથી પાંચથી વધુ વખત ઉપયોગ કરવા પર ચાર્જ લાગે છે. તેના માટે અલગથી 20 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જોકે હવે જે બેંકમાં આપણું ખાતું હોય તે બેંકના એટીએમમાંથી પણ પાંચથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ લેવાઈ રહ્યો છે. જોકે હાલમાં આ ચાર્જ માત્ર મેટ્રો શહેરમાં જ લેવામાં આવે છે, પરંતુ ધીરે ધીરે આ વ્યવસ્થાની સ્થિતિ જોઇને તેને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે.
નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ ઉપાડ પર લાગે છે ચાર્જ
નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ ઉપાડ કરવા પર ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડે છે. તેના માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે તે બેંક પોતાની રીતે નક્કી કરે છે. જોકે ખાનગી બેંક તેના માટે 150 રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે. 

નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ જમા કરાવવા પર પણ લાગે છે ચાર્જ
નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ જમા કરાવવા પર પણ બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. તેના માટે પણ જુદી જુદી બેંકે જુદી જુદી ફી નક્કી કરી છે. તેના માટે આઈસીઆઈસીઆઈ બેંક 150 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે.
એસએમએસ એલર્ટ સુવિધાનો લાભ લેવા પર પણ લાગે છે ચાર્જ 
એસએમએસ એલર્ટ સુવિધાનો લાભ લેવા પર પણ બેંક ચાર્જ વસૂલે છે. તેના માટે બેંક ક્વાર્ટર્લી 15 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. એટલે કે વર્ષે 60 રૂપિયા વસૂલે છે. જ્યારે કેટલીક બેંક તેના માટે 100 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. તેમાં સરકારી બેંક પણ સામેલ છે.
 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports