Translate

Tuesday, November 11, 2014

સંસદના શિયાળુ સત્રથી આર્થિક સુધારાની ગાડી વેગ પકડશે

કેબિનેટ વિસ્તરણ પછી હવે મોદી સરકાર અર્થતંત્રને વેગ આપવા મોટા પાયે આર્થિક સુધારાનાં પગલાં જાહેર કરવાની તૈયારી કરી રહી છે. જેની શરૂઆત સંસદના શિયાળુ સત્રથી થશે. સંસદના આગામી સત્રમાં કેટલાક મહત્ત્વના આર્થિક ખરડા રજૂ થવાની શક્યતા છે.

સરકાર આર્થિક સુધારાની મદદથી વચગાળામાં 8 ટકા અને પાંચ વર્ષની મુદત પૂરી થાય ત્યારે 8 ટકાથી વધુની આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાની યોજના ધરાવે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "કયાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સ્પષ્ટ છે.

સરકારની તમામ ઊર્જા આ દિશામાં કેન્દ્રિત થશે.આર્થિક સુધારાની પ્રક્રિયામાં મહત્ત્વના ખરડાની મંજૂરી તેમજ મૂળ પ્રક્રિયા આડેના અવરોધ દૂર કરવા પર ભાર મુકાશે. ઉપરાંત, સુશાસનમાં સુધારો, વૃદ્ધિને ઉત્તેજન અને રોકાણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

રોડ અને રેલવેના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા વિદેશી ઇન્વેસ્ટર્સ તૈયાર છે. કેબિનેટ વિસ્તરણ પછી નાણાપ્રધાન જેટલીનો બોજ હળવો થયો છે. એટલે આગામી સમયમાં શિયાળુ સત્રમાં ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મુદ્દે વાટાઘાટ અને વીમા ખરડાની મંજૂરી માટે વિરોધપક્ષો સાથે વાટાઘાટ વેગ પકડશે.

સરકાર આગામી સમયમાં જમીન સંપાદન કાયદાને સુધારા સાથે મંજૂર કરાવવાની યોજના ધરાવે છે. આવું શક્ય નહીં બને તો સરકાર વટહુકમ બહાર પાડવા પણ તૈયાર છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)ના રિસ્ટ્રક્ચરિંગ દ્વારા ફાર્મ ગૂડ્ઝ હેન્ડલિંગ અને માર્કેટિંગ સુધારાને વેગ મળવાની શક્યતા છે. ઉપરાંત, કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે એપીએમસી એક્ટમાં ફેરફાર કરાશે એવી ધારણા છે. ઇ-ઓક્શન સિસ્ટમ અમલી બનાવી અન્ય કુદરતી સ્રોતોની ફાળવણીમાં ગેરવહીવટ દૂર કરવાની વિચારણા ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર રેલવેમાં ખાનગી ક્ષેત્રને આંશિક ધોરણે સહભાગી બનાવવા યુનિયન સાથે વાટાઘાટ કરી રહી છે. રેલવે સેક્ટરમાં સારી ટ્રેન, સ્વચ્છ સ્ટેશન અને માલસામાનની યોગ્ય સંભાળ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

અન્ય સેક્ટર્સથી વિપરીત રેલવેમાં જમીન કે પર્યાવરણની સમસ્યા વગર નોંધપાત્ર રોકાણ લાવી શકાશે. વડાપ્રધાન મોદી શરૂઆતથી વૃદ્ધિ માટે રેલવેને ખાસ મહત્ત્વ આપી રહ્યા છે. એટલે જ તેમણે રવિવારે સદાનંદ ગોવડાના સ્થાને સુરેશ પ્રભુને રેલવે પ્રધાન બનાવ્યા છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 15
18:00 NY Empire State Manufacturing Index 2 -8.1 -14.5 -20.0
18:25 Redbook Index (YoY) 1 6.6% 7.2%
n/a GDT Price Index 1 1.1%
21:00 52-Week Bill Auction 1 3.820% 3.945%
Wednesday, Apr 16
02:00 API Weekly Crude Oil Stock 1 2.400M -1.680M -1.057M
04:40 Fed's Cook speech 2
06:30 Westpac Leading Index (MoM) 1 0.06%
11:30 Retail Price Index (MoM) 2 0.0% 0.6%
11:30 Retail Price Index (YoY) 2 3.2% 3.4%
11:30 Consumer Price Index (YoY) 3 2.7% 2.8%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener