Translate

Saturday, November 29, 2014

બજારોમાં નવા રેકોર્ડઃ નિફ્ટી 8,600ને આંબ્યોઃ રોકાણકારોની સંપત્તિ રૂ.100 ટ્રિલિયન પર પહોંચી

બજારોમાં નવા રેકોર્ડઃ નિફ્ટી 8,600ને આંબ્યોઃ રોકાણકારોની સંપત્તિ રૂ.100 ટ્રિલિયન પર પહોંચીશુક્રવારે ભારતીય શેરબજારોએ અનેક નવા રેકોર્ડ્ઝ બનાવ્યા છે. બેન્ચમાર્ક નિર્દેશાંકોએ સર્વોચ્ચ ઊંચાઇના જૂના રેકોર્ડ્ઝ તોડીને નવા શિખરો સર કર્યા છે. નિફ્ટીએ પ્રથમવાર 8,600ની સપાટી વટાવીને 8,617ની નવી ટોચ હાંસલ કરી છે. સેન્સેક્સે 28,882નો ઊંચાઇનો નવો સ્કોર હાંસલ કર્યો છે. આ સાથે બીએસઇએ 100 ટ્રિલિયન રૂપિયા (રૂ.100 લાખ કરોડ)નું એક મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કરીને વિશ્વના ટોચના 10 શેરબજારોમાં પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.
 
બજારોમાં શુક્રવારે આવેલી તેજીમાં બેન્ક શેરોમાં તેજી ફાટી નિકળી હતી અને તેના પગલે બેન્ક નિફ્ટીએ પણ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી. આ સાથે એસબીઆઇએ નવી 52-સપ્તાહની ઊંચી સપાટી નોંધાવી હતી.
 
આજે શુક્રવારે મોડેથી બીજી ક્વાર્ટરના જીડીપીના સારા આંકડાની જાહેરાત અને આગામી સપ્તાહમાં આરબીઆઇની નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં કાપની આશાએ બજારોમાં ઉત્સાહ અને જોશ જોવા મળ્યા હતા એમ બજારના સૂત્રો જણાવે છે. બીએસઇનો સેન્સેક્સ 255 પોઇન્ટ (0.90 ટકા) ઊછળીને 28,693.99 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી 94.05 (+1.11%) વધીને 8,588.25 પર બંધ આવ્યો હતો.
 
બીએસઇ ઓપેકની ગઇકાલે મળેલી બેઠકમાં ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં કોઇ કાપ નહિ મૂકવાના નિર્ણયના પગલે ક્રુડ ઓઇલના વૈશ્વિક ભાવમાં કડાકો આવ્યો છે અને ગબડીને 72 ડોલર પ્રતિ બેરલના ચાર વર્ષના તળિયા પહોંચ્યા છે. તેના પગલે ભારતના મોટી રાહત મળશે. વળી, આગામી દિવસોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટવાથી મોંઘવારી હળવી થવાના અણસારને જોતા રિઝર્વ બેન્ક તેની આગામી નાણાકીય સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં કાપ મૂકશે એવી આશા પ્રબળ બની છે.
 
આજે બેન્ક શેરોમાં જોરદાર તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. બીએસઇ બેન્કેક્સ સૌથી વધુ 3.12 ટકા ઊછાળા સાથે મોખરે રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ 3 ટકા ઊછાળાના સાથે 18,584.45ની નવી 52-સપ્તાહની ઊંચાઇ બનાવી હતી. ઉપરાંત, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્ઝ અને રીયલ્ટી શેરોમાં તેજીનો સપાટો જોવા મળે છે. આ બધા શેરો વ્યાજ દર સંવેદી છે.
 
સેન્સેક્સમાં એસબીઆઇ 5 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, મારુતિ, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોલ ઇન્ડિયા, એલએન્ડટી અને એચડીએફસી બેન્ક સહિત 19 શેરો વધ્યા હતા, જ્યારે સેસા સ્ટરલાઇટ, ભારતી એરટેલ, ઓએનજીસી, ડો રેડ્ડીઝ, એચયુએલ સહિતના 11 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
 
SMCના રીસર્ચ હેડ કહે છે કે સરકારે છેલ્લા છ માસમાં ખૂબ સારું કામ કર્યું છે. ડીઝલના ભાવમાં અંકુશમુક્તિ, નેચરલ ગેસના ભાવમાં વધારો જેવા મહત્ત્વના કાર્યો કર્યા છે. નવી સરકાર હજુ વધુ આર્થિક સુધારા કરશે એવી બજારોને આશા છે. તેથી આગામી ચાર માસમાં સેન્સેક્સ 30,000 અને નિફ્ટી 9,000ની સપાટીને તોડી શકે છે.
 
આરબીઆઇએ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને પેમેન્ટ બેન્ક અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો શરૂ કરવાની માર્ગદર્શિકા જાહેર કરતા આજે આ શેરોમાં ઊછાળો આવ્યો હતો. શ્રીરામટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ, શ્રેઇ ઇન્ફ્રા ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ અને મુથૂટ ફાઇનાન્સ શેરો 4 ટકાની આસપાસ ઊછળ્યા હતા.
 
દરમિયાન, જેટ એરવેઝને ICRAએ અપગ્રેડ કરતા તેનો શેર બીએસઇમાં આશરે 18 ટકા ઊછળીને રૂ.322ની 52-સપ્તાહની ટોચને અડ્યો હતો. એ જ રીતે, જસ્ટ ડાયલમાં રિઝર્વ બેન્કે વિદેશી શેરહોલ્ડિંગની મર્યાદા તેની પેઇડ-અપ કેપિટલના 75 ટકા સુધી વધારવાની છૂટ આપતા તેનો શેર એનએસઇમાં 3.5 ટકા ઊછળીને રૂ.1624 પર ગયો હતો.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 15
11:30 Average Earnings Excluding Bonus (3Mo/Yr) 2 5.9% 6.0% 5.8% Revised from 5.9%
11:30 Average Earnings Including Bonus (3Mo/Yr) 2 5.6% 5.7% 5.6% Revised from 5.8%
11:30 ILO Unemployment Rate (3M) 3 4.4% 4.4% 4.4%
11:30 Employment Change (3M) 3 206K 144K
15:00 10-y Bond Auction 1 4.638% 4.679%
17:45 Housing Starts s.a (YoY) 1 242.5K 229.0K
18:00 NY Empire State Manufacturing Index 2 -14.5 -20.0
18:00 Import Price Index (MoM) 1 0.0% 0.4%
18:00 Import Price Index (YoY) 1 2%
18:00 Manufacturing Sales (MoM) 1 -0.2% 1.7%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener