રશિયા પર સંપૂર્ણ આર્થિક પ્રતિબંધ લાદવા બાબતે યુરોપિયન દેશોમાં તડાં :
ઈરાને પશ્ચિમના દેશોના આર્થિક પ્રતિબંધનો સામનો કરવા નવો ગોલ્ડ પ્લાન્ટ શરૂ
કર્યોબુલિયન બુલેટિન-મયૂર મહેતા
યુરોપિયન રાષ્ટ્રોને નાણાકીય કટોકટીમાંથી ઉગારવા ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક) દ્વારા નવું સ્ટિમ્યુલસ પૅકેજ આવશે એવા ECB ચૅરમૅનના નિવેદનના પગલે યુરો સામે ડૉલર ગગડતાં સોનામાં નવેસરથી ઉછાળો જોવા મળ્યો હતો. વળી રશિયા પર સંપૂર્ણ આર્થિક પ્રતિબંધ લાદવા બાબતે યુરોપિયન દેશોમાં અંદરોઅંદર મતભેદ થતાં રશિયાને યુક્રેનમાં મનમાની કરવા માટે મોકળાશ મળી હતી. રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદવા માટે અમેરિકા દ્વારા આવનારા દિવસોમાં કોઈ કડક પગલાં લેવામાં આવે તો સોનામાં જિયોપૉલિટિકલ ટેન્શનની તેજી થઈ શકે છે.
પ્રાઇસ મૂવમેન્ટ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ ખૂલતામાં ઘટયા બાદ આખો દિવસ રેન્જબાઉન્ડ રહ્યો હતો. જૅપનીઝ GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ડેટા ધારણાથી નબળા આવતાં યેન સામે ડૉલર સુધરતાં કૉમેક્સ ગોલ્ડ વાયદો સોમવારે ઓવરનાઇટ ૦.૨ ટકા ઘટીને ૧૧૮૩.૫૦ ડૉલર બંધ રહ્યો હતો. મંગળવારે સવારે સોનાનો ભાવ ૧૧૮૭.૧૫ ડૉલર ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા સ્ટિમ્યુલસ પૅકેજ આવવાની ધારણાએ યુરો સામે ડૉલર ગગડતાં સોનું વધીને એક તબક્કે ૧૨૦૦ ડૉલરની નજીક બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
ઇકૉનૉમિક ફ્રન્ટ હાવી
સોનાની માર્કેટ પર અત્યારે યુરોપ, ચીન અને જપાનની નબળી બનતી જતી ઇકૉનૉમી અને અમેરિકાની સ્ટ્રૉન્ગ બનતી ઇકૉનૉમીની અસર હાવી છે. યુરોપ ઇકૉનૉમીને બચાવવા નવા સ્ટિમ્યુલસ પૅકેજ લઈને આવશે. જપાનનો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ઘટીને આવતાં સરકારે સેલ્સ-ટૅક્સ વધારવાનો નિર્ણય મુલતવી રાખીને ડિસેમ્બરમાં નવી ચૂંટણીઓ જાહેર કરી દીધી હતી. ચીનની ઇકૉનૉમી સંઘર્ષમય તબક્કામાંથી પસાર થઈ રહી છે. હાઉસિંગ સેક્ટર, બિઝનેસ કૉન્ફિડન્સ અને ઇન્ડસ્ટિÿયલ ઍક્ટિવિટીના ઇન્ડેક્સ મલ્ટિ-લેવલ લો સપાટીએ પહોંચ્યા છે. યુરોપ-જપાનની તૂટતી ઇકૉનૉમીની અસરે જૅપનીઝ યેન અને યુરો સામે ડૉલર સતત મજબૂત બની રહ્યો છે. વળી અમેરિકી ઇકૉનૉમી સતત સ્ટ્રૉન્ગ થતી જતી હોવાથી ડૉલરને ડબલ સર્પોટ મળી રહ્યો છે. ડૉલર જેટલો વધુ સ્ટ્રૉન્ગ થશે એટલું વધુ સોનું તૂટશે.
રશિયા-યુક્રેન ટેન્શન
રશિયા-યુક્રેન વચ્ચે ટેન્શન વધી રહ્યું હોવા છતાં રશિયા પર સંપૂર્ણ આર્થિક પ્રતિબંધ મૂકવા બાબતે અમેરિકાના સખત વલણ સામે યુરોપિયન દેશોમાં તડાં હોવાથી રશિયા સામે પશ્ચિમના દેશો કોઈ કડક પગલાં લઈ શકે એમ નથી. વળી યુરોપિયન દેશોની ઇકૉનૉમી અત્યારે કઠિન તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી રશિયા પર સંપૂર્ણ આર્થિક પ્રતિબંધ લાદવાનું પગલું યુરોપિયન દેશો માટે જ આત્મઘાતક સાબિત થઈ શકે છે. આ બાબત રશિયા જાણતું હોવાથી એ ધીમી ગતિએ યુક્રેનમાં એનું ધાર્યું કરી રહ્યું છે. યુરોપિયન યુનિયનના નવા ફૉરેન પૉલિસી ચીફે આર્થિક પ્રતિબંધ લાદવાના મીડિયાના પ્રfનને ઉડાવી દીધો હતો. સ્વિટ્ઝરલૅન્ડમાં ગોલ્ડ રિઝવર્ વધારવા વિશે ૩૦મીએ યોજાનારા રેફરેન્ડમની અસર સોનાના ભાવ પર બહુ નહીં પડે એવો ડચ બૅન્કે રિપોટ બહાર પાડ્યો હતો. આમ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ચમત્કારિક મોટા ઉછાળાની આશા રાખી ન શકાય, પરંતુ સોનામાં ભાવ બહુ ઘટવાની પણ શક્યતા ઓછી છે.
ઈરાનમાં ગોલ્ડ પ્લાન્ટ
ન્યુક્લિયર પ્રોગ્રામ અંતર્ગત ૨૦૧૨થી અમેરિકા સહિતના પશ્ચિમના દેશાના આર્થિક પ્રતિબંધનો સામનો કરી રહેલા ઈરાનમાં મિડલ ઈસ્ટનો સૌથી મોટો ગોલ્ડ પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે. ન્યુક્લિયર પ્રોગ્રામ બાબતે ઈરાનને આર્થિક બાબતે સકંજામાં લેવા અમેરિકા અનેક પેંતરા કરી રહ્યું છે જેને ખાળવા ઈરાનની સરકારે અમેરિકાને હંફાવવા ગોલ્ડ ટૂલ્સનો ઉપયોગ હાથ ધર્યો છે. ઈરાનના નૉર્થવેસ્ટ રીજનમાં આવેલી માઇનમાં બે કરોડ ટનની ગોલ્ડ ઑરની રિઝવર્નો ઉપયોગ કરીને વર્ષે ૩ ટન સોનાનું પ્રોડક્શન થઈ શકે એવો ગોલ્ડ પ્લાન્ટ શરૂ કરી રહ્યું છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે અઢી ટન સિલ્વર અને એક ટન મરક્યુરીનું પણ પ્રોડક્શન થશે. નવો ગોલ્ડ પ્લાન્ટ કાર્યરત થયા બાદ ઈરાનનું ગોલ્ડ પ્રોડક્શન ડબલ થઈ જશે.
સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણનાં પગલાંની જાહેરાત ટૂંકમાં
ભારતમાં સોનાની ઈમ્પોર્ટ ઝડપથી વધી રહી હોવાથી એને પગલે CAD (કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) વધતાં સરકાર અને રિઝવર્ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગોલ્ડ ઈમ્પોર્ટ પર નિયંત્રણ નાખવાનો સૈદ્વાંતિક નિર્ણય લઈ લીધો છે અને એ વિશેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ઑક્ટોબરમાં ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ ગયા વર્ષના ઑક્ટોબરની સરખામણીમાં ૨૮૦ ટકા વધી હતી. વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલે થર્ડ ક્વૉર્ટરના ડિમાન્ડ-સપ્લાય રિપોટમાં ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો નાખવાથી સ્મગલિંગ વધી જશે એવું જણાવ્યું હતું. સરકાર અને રિઝવર્ બૅન્ક ઑફ ઇન્ડિયા વચ્ચે ગયા ગુરુવારે ગોલ્ડ ઈમ્પોર્ટ પર નિયંત્રણો નાખવા માટે મીટિંગ યોજાઈ હતી પણ કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ મીટિંગો યોજાઈ રહી છે. ગયા મે મહિનામાં સ્ટાર અને પ્રીમિયમ ટ્રેટિંગ હાઉસોને ગોલ્ડ ઈમ્પોર્ટમાં જે છૂટછાટો આપવામાં આવી હતી એ પાછી ખેંચવામાં આવશે એવી ધારણા છે.
ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૬૯૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૪૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૦૭૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

No comments:
Post a Comment