Translate

Friday, November 7, 2014

BSE કંપનીઓનું મૂલ્ય રૂ.100 લાખ કરોડ થશે

બેન્ચમાર્ક સેન્સેક્સ એક પછી એક ઊંચી સપાટી કુદાવતો જાય છે તેમ લિસ્ટેડ કંપનીઓનું બજારમૂલ્ય પણ વધી રહ્યું છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું
બજારમૂલ્ય રૂ.100 લાખ કરોડની નજીક પહોંચ્યું છે.

હાલમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ બજારમૂડી રૂ.97,13,196 કરોડ છે જે રૂ.100 લાખ કરોડના આંકડાથી માત્ર રૂ.2.86 લાખ કરોડ દૂર છે.

યુએસ ડોલરના સંદર્ભમાં જોવામાં આવે તો ડોલરનો ભાવ રૂ.61.41 ગણતા બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજારમૂલ્ય 1.58 ટ્રિલિયન ડોલર થાય છે.

ભારતે સૌ પ્રથમ જૂન 2007માં ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ સપ્ટેમ્બર 2008માં વૈશ્વિક મંદીના કારણે તેમાંથી નીકળી ગયું હતું.

મે 2009માં ફરી ટ્રિલિયન ડોલર (લાખ કરોડ) ક્લબમાં પ્રવેશ થયો હતો અને અમુક સમય બાદ કરતાં મોટા ભાગે તેમાં રહ્યું હતું. ઓગસ્ટ 2013માં તે ફરી યાદીમાંથી નીકળી ગયું હતું.

ચાલુ વર્ષે સેન્સેક્સ 6,745 પોઇન્ટ અથવા 31.86 ટકા વધ્યો છે. ગઈકાલે ઇન્ડેક્સ 28,010ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક સુધારાની અપેક્ષા અને આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં કાપની ધારણાએ સેન્સેક્સ સતત વધી રહ્યો છે.

હાલમાં એક લાખ કરોડ રૂપિયાથી વધારે બજારમૂલ્ય ધરાવતી કંપનીઓમાં ટીસીએસ, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડ, આઇટીસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, કોલ ઇન્ડિયા, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા, એચડીએફસી, એચયુએલ, એલ એન્ડ ટી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, વિપ્રો, એનટીપીસી, એચસીએલ ટેક અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. આઉટસોર્સિંગ કંપની ટીસીએસનું બજારમૂલ્ય સર્વોચ્ચ છે અને તે રૂ.5,09,435 કરોડનું મૂલ્ય ધરાવે છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
22:30 Fed's Waller speech 2
Tuesday, Apr 15
03:30 Fed's Harker speech 2
04:15 Food Price Index (MoM) 1 0.5% -0.5%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.9% 0.5% 0.9%
05:10 Fed's Bostic speech 2
07:00 RBA Meeting Minutes 3
11:30 Employment Change (3M) 3 144K
11:30 ILO Unemployment Rate (3M) 3 4.4% 4.4%
11:30 Average Earnings Including Bonus (3Mo/Yr) 2 5.7% 5.8%
11:30 Average Earnings Excluding Bonus (3Mo/Yr) 2 6.0% 5.9%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener