Translate

Tuesday, November 11, 2014

એક્સિસ બેન્ક 200 કર્મચારીને ઘરભેગા કરશે

એક્સિસ બેન્કના 200 જેટલા કર્મચારીના માથે તલવાર લટકી રહી છે કારણ કે વધતી સ્પર્ધા માટે સજ્જ રહેવા બેન્કે સતત નબળો દેખાવ કરનારા કર્મચારીને ઘરભેગા કરવાની તૈયારી હાથ ધરી છે. સમગ્ર સંગઠનના વાતાવરણને તંદુરસ્ત રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી હોવાનું માનતી ખાનગી ક્ષેત્રની આ બેન્ક દ્વારા તેના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આવી હિલચાલ કરવાની કવાયત શરૂ થઈ છે.

એક્સિસ બેન્કના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (હ્યુમન રિસોર્સિસ) રુદ્રપ્રિય રાવે ઇકોનોમિક ટાઇમ્સને કહ્યું હતું કે, "ઘણાં વર્ષોથી સતત ખરાબ દેખાવ કરતા હોય તેવા કર્મચારી સામે પગલાં ભરવાં જરૂરી છે." એક્સિસ બેન્ક આવું કરશે તો તે કટ્ટર હરીફ ICICI બેન્કની સાથે જોડાશે, ICICI બેન્કે આ વર્ષે 1,200થી પણ વધુ કર્મચારીઓને નબળી કામગીરી કરવા બદલ પાણીચું પકડાવ્યું હતું.

બેન્કો સ્પર્ધા માટે તૈયાર રહેવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાંથી પણ ટેલેન્ટની ભરતી કરી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ બે નવાં બેન્કિંગ લાઇસન્સ આપ્યાં છે અને બીજાં લાઇસન્સ આપવાની પ્રક્રિયા કરી રહી છે ત્યારે માર્કેટમાં ઘણી નવી બેન્કો આવશે, પરિણામે ટેલેન્ટની માંગમાં વધારો થવાની શક્યતા છે.

થોડાક દિવસો પહેલાં એક્સિસ બેન્કે તમામ 24 સર્કલના વડાને પત્ર પાઠવ્યા હતા અને ખરાબ કામ કરતા હોય તેવા કર્મચારીની યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી. આ કવાયત માટે તેમને 15 નવેમ્બરની છેલ્લી તારીખ આપવામાં આવી છે.

મુંબઈના કેટલાક કર્મચારીને તો ઘરભેગા થવાની સૂચના પણ આપી દેવાઈ છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે, "એક્સિસ બેન્કના ઇતિહાસમાં આ પગલું અસાધારણ છે. આ એવું પગલું છે જેનાથી સ્ટાફ ક્યારેય ખુશ થતો નથી." 45,000 જેટલા કર્મચારી ધરાવતી એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, ભરતી કરવાનું ચાલુ રાખવામાં આવશે અને વિવિધ બિઝનેસ વર્ટિકલની વૃદ્ધિની મહત્ત્વાકાંક્ષી જરૂરિયાતને પહોંચી વળ‌વાની યોજના આગળ ધપાવશે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
02:30 Fed's Kashkari speech 2
04:00 Business NZ PSI 2 49.1 49.1
04:15 Electronic Card Retail Sales (MoM) 1 -0.8% 0.3%
04:15 Electronic Card Retail Sales (YoY) 1 -1.6% -4.2%
04:15 Visitor Arrivals (YoY) 1 1.1% 13.4%
12:00 Producer and Import Prices (MoM) 1 0.2% 0.3%
12:00 Producer and Import Prices (YoY) 1 -0.1%
17:30 OPEC Monthly Market Report 1
18:00 Wholesale Sales (MoM) 1 0.4% 1.2%
21:00 3-Month Bill Auction 1 4.175%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener