Translate

Sunday, November 16, 2014

ભારતમાં FIIનો નાણાપ્રવાહ વધશે

બીએસઇએ ન્યૂ યોર્કની બેન્ક ઓફ ન્યૂ યોર્ક મેલન સાથે કોલેટરલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડવા સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી મુજબ ભારતની બહાર ટ્રેડ થતા હોય તેવા કોલેટરલ રોકાણકારો બીએસઇને પૂરા પાડી શકે તે માટે બીએનવાય મેલન અને બીએસઇ સાથે મળીને કામ કરશે.

આ સમજૂતીને પગલે આરબીઆઇ અને સેબીએ માન્ય કરેલા હોય તેવા 'એએએ' રેટિંગ ધરાવતા વિદેશી સોવરિન બોન્ડ્સને બીએસઇમાં કરેલા ટ્રેડિંગ માટે કોલેટરલ તરીકે રજૂ કરી શકાશે. આ હિલચાલથી ભારતના બજારમાં કામ કરતા વિદેશી રોકાણકારો માટે સરળતામાં વધારો થશે અને તેમના કોલેટરલના ખર્ચમાં ઘટાડો થશે. આ સમજૂતીમાં ભારતમાં રોકાણ કરવાનું વિદેશી લોકો માટે ઘણું સસ્તું બનશે.

શુગર શેરો: ખરીદવાનો સમય

ખાનગી ખાંડ મિલને મોટી રાહત આપતા ઉત્તરપ્રદેશની કેબિનેટે ૨૦૧૪-'૧૫ની પીલાણ સિઝન માટે શેરડીના ભાવમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે સરળ પેમેન્ટ શિડ્યુલ્ડની પણ જાહેરાત કરી છે. બ્રાઝિલના મુખ્ય ખાંડ ઉત્પાદક વિસ્તારમાં આ વર્ષની શરૂઆતમાં દાયકાનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો હતો અને ઘણી મિલો ખરાબ હવામાન અને નીચા ભાવને કારણે એક વર્ષ માટે બંધ રહી છે. તેનાથી બ્રાઝિલના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બ્રાઝિલના મધ્યદક્ષિણ વિસ્તાર (મુખ્ય શેરડી ઉત્પાદક પ્રદેશ)માં ઓક્ટોબરના બીજા ભાગમાં 2.05 મિલિયન મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 17 ટકાનો ઘટાડો દર્શાવે છે.

બ્રાઝિલના અહેવાલથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં છ સપ્તાહમાં ટકાવારીના સંદર્ભમાં સૌથી મોટો વધારો થયો છે.

અમારી ધારણા મુજબ સરપ્લસ સપ્લાય (ઉત્પાદન ૨૫.૫ મિલિયન ટન વિરુદ્ધ વપરાશ ૨૩.૪ મિલિયન ટન) અને નિકાસ પ્રોત્સાહન ફરી ચાલુ થવાની ધારણા (કિગ્રા દીઠ ~૩.૩)થી આ વર્ષે ભાવ નરમ રહેશે, પરંતુ શેરોના ભાવ સૌથી ખરાબ સ્થિતિના પરિબળને ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે અને તેમાં તીવ્ર રિબાઉન્ડ જોવા મળી શકે છે.

ડબલ્યુટીઓ

ભારતના અનાજના સરકાર દ્વારા ભંડોળ એકત્ર કરવા અંગેની દરખાસ્ત અંગે અમેરિકાનો ટેકો મળ્યો છે. તેનાથી વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુપીઓ)ની મંત્રણા ખોરવાઈ જશે નહીં અને નરેન્દ્ર મોદીની મોટી બાંધછોડ વગર વિજય મળ્યો છે. વોશિંગ્ટન સાથેની આ સમજૂતી હેઠળ ભારત કસ્ટમ નિયમને સરળ બનાવવા અંગેની વૈશ્વિક સમજૂતીનો વિરોધ કરશે નહીં. આ સમજૂતીના ટેકેદારોના અંદાજ મુજબ આ સમજૂતીથી વૈશ્વિક અર્થતંત્રમાં 1 ટ્રિલિયન ડોલરનો વધારો થશે તથા 2.1 કરોડ નોકરીનું સર્જન થશે. આમાંથી વિકાસશીલ દેશોમાં આશરે નોકરીની 1.8 કરોડ તક ઊભી થવાનો અંદાજ છે.

OECD

OECD પેરિસ સ્થિત થિન્ક ટેન્ક છે. તે માને છે કે ભારતમાં વૃદ્ધિના મોમેન્ટમને વેગ મળી રહ્યો છે. આ સંસ્થા જણાવે છે કે ભારત 'એવું એકમાત્ર અગ્રણી અર્થતંત્ર' છે, જેના વૃદ્ધિના મોમેન્ટમમાં વેગ મળવાનો અંદાજ છે, જ્યારે વિકસિત દેશોમાં મિશ્ર ટ્રેન્ડનો અંદાજ છે. કુમાર મંગલમ્ બિરલા ભારત માટે હકારાત્મક બન્યા હોવાની બાબત ખુશીના સમાચાર છે. સમગ્ર વિશ્વમાં બિઝનેસ કરતા બિરલાએ બે વર્ષ પહેલાં જણાવ્યું હતું કે ભારતમાં બિઝનેસ કરવો મુશ્કેલ છે.

માર્કેટ્સ

બજાર કરેક્શન વગર વધી શકશે નહીં. પરંતુ કરેક્શનને ખરીદીની તક માનવી જોઈએ. તેજીનો ટ્રેન્ડ ચૂકી ગયેલા રોકાણ કરવા માંગતા રોકાણકારોએ તીવ્ર કરેક્શન આવે ત્યારે ખરીદી કરવી જોઈએ. ટ્રેડરો 8,300નો સ્ટોપલોસ રાખીને મધ્યમ ગાળાના માટે 8,450 અને 8,585નો ટાર્ગેટ રાખી શકે છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
04:15 Visitor Arrivals (YoY) 1 1.1% 13.4%
04:31 Rightmove House Price Index (YoY) 1 1.3% 1.0%
04:31 Rightmove House Price Index (MoM) 1 1.4% 1.1%
12:00 Producer and Import Prices (YoY) 1 -0.1% -0.1%
12:00 Producer and Import Prices (MoM) 1 0.1% 0.2% 0.3%
17:30 OPEC Monthly Market Report 1
18:00 Wholesale Sales (MoM) 1 0.4% 1.2%
21:00 3-Month Bill Auction 1 4.175%
21:00 6-Month Bill Auction 1 4%
21:30 Fed's Barkin speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener